‘રામાયણ’ના યુદ્ધ દ્રશ્યમાં ગરબા રમી રહ્યા છે કલાકારો, આ વિડીયો જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ

આ સીન ખુબ જ મજેદાર છે. યુદ્ધની વચ્ચે બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહેલ આ વ્યક્તિ ચિંતા મુક્ત થઈને ડાંસ કરી રહ્યા છે. નહી કે સામેવાળી વ્યક્તિ પર એટેક કરી રહ્યા હોય. આ સીનને એક્ટર કરણવીર બોહરાએ શેર કર્યો છે.

image source

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે દુરદર્શન ચેનલ પર રામાનંદ સાગરની ‘રામાયણ’નું રી-ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું જે હવે દુરદર્શન પર પૂરી થઈ ગઈ ત્યારે હવે રામાનંદ સાગરની ‘રામાયણ’ને સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરવામાં આવી રહી છે. વર્ષ ૧૯૮૭માં બનેલ ‘રામાયણ’ ઉપર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. લોકો જુના શો ‘રામાયણ’ અને ‘મહાભારત’ને ધ્યાનથી જોઇને તેના દ્રશ્યોમાં ખામી કાઢીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે.

‘રામાયણ’ના યુદ્ધ દ્રશ્યમાં ગરબા રમી રહ્યા છે કલાકારો.:

 

image source

હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘રામાયણ’નું આવું જ એક દ્રશ્ય વાયરલ થઈ રહ્યું છે, જેના પર ઘણા બધા મીમ્સ પણ બની રહ્યા છે. હવે આ સીનને અભિનેતા કરણવીર બોહરાએ પણ શેર કર્યો છે. ખરેખરમાં આ વિડીયોમાં ‘રામાયણ’ના યુદ્ધ સીનના બેકગ્રાઉન્ડમાં હાજર એક સૈનિક યુદ્ધ કરવાને બદલે ડાંસ કરી રહ્યો છે. આ સીન ખરેખરમાં ખુબ જ મજેદાર છે. આ વ્યક્તિ હાથમાં તલવાર લઈને પોતાની સામે ઉભા રહેલ દુશ્મન સાથે એવી રીતે યુદ્ધ કરી રહ્યા છે જાણે ગરબા રમી રહ્યા હોય.

 

View this post on Instagram

 

A post shared by Karanvir Bohra (@karanvirbohra) on

આ સીન ખુબ જ મજેદાર છે. યુદ્ધની વચ્ચે બેકગ્રાઉન્ડમાં જોવામાં આવે છે તો આ વ્યક્તિ નિશ્ચિંત થઈને ડાંસ કરી રહ્યા છે. નથી કે સામેવાળા પર એટેક કરી રહ્યા હોય. કરણવીર બોહરા આ વિડીયો શેર કરતા લખે છે કે, મારે આ પોસ્ટ કરવી જ પડી. અને આપણે વિચારતા હતા કે તેમણે શું ઐતિહાસિક યુદ્ધ સીન ક્રિએટ કર્યો છે બિલકુલ ગેમ ઓફ થ્રોન્સની જેમ.

કરણવીર બોહરા દ્વારા કરવામાં આવેલ આ પોસ્ટ પર લોકોના ખુબ મજેદાર રીએક્શન આવી રહ્યા છે. આ વિડીયો જોઇને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. તેમને આ વિડીયો ખુબ જ ફની લાગી રહ્યો છે. એક સોશિયલ મીડિયા યુઝર લખે છે કે, હે ભગવાન આ ડાંસ કેમ કરી રહ્યા છે. ત્યાં જ અન્ય એક યુઝર લખે છે કે, એવું લાગી રહ્યું છે કે જેવું કે આ લોકો ગરબા રમી રહ્યા હોય.

image source

આપને જણાવીએ કે, વાયરલ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ગરબા સોંગને ફીટ કરવામાં આવ્યું છે. આ ટયુનની સાથે ડાંસ કરી રહેલ વ્યક્તિ પર એકદમ ફીટ બેસે છે. ‘રામાયણ’ની પહેલા ‘મહાભારત’ના એક સીનમાં કુલર જોવા મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જો કે, તે કુલર હતું નહી પણ ‘મહાભારત’ના સેટ પર રાખવામાં આવેલ પિલર હતો, જેને લોકોએ કુલર જણાવીને ટ્રોલ કર્યો હતો.

Source: aaj tak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.