કરીના કપૂરનો સૂર્ય નમસ્કાર કરતો આ વિડીયો જોઇને તમે કરવા લાગશો રોજ

કરીના કપૂર કરી રહી છે સૂર્ય નમસ્કાર – તેણીની ટ્રેનરે પોસ્ટ કરી થ્રો બેક વિડિયો

image source

છેલ્લા દોઢથી પોણા બે મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. અને લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવાને મજબુર બન્યા છે. જેમાં ઉદ્યોગપતિઓથી માંડીને બોલીવૂડ સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. જો કે આ સમય દરમિયાન તેઓ પોતાના પ્રિયજનો સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ટ કરતાં પણ જોવા મળ્યા છે અને તેઓ અવારનવાર તેની તસ્વીરો પણ પોતાના ફેન્સ સાથે શેર કરતા જોવા મળ્યા છે. કેટલાક તાજી તસ્વીરો શેર કરે છે તો કેટલાક જૂની એટલે કે થ્રોબેક તસ્વીરો શેર કરે છે. તાજેતરમાં કરીનાની પણ સૂર્ય નમસ્કાર કરતી એક થ્રોબેક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જે તેણીની પર્સનલ ટ્રેઇનરે શેર કરી છે.

નોવેલ કોરોના વાયરસની મહામારી દરમિયાન, સેલેબ્રિટીઝ પોતાને ફીટ તેમજ હેલ્ધી રાખવા માટે અવનવા પ્રયોગ કરી રહ્યા છે. પણ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે પહેલાં, ફીટનેસ ફ્રીક સેલેબ્રીટી જેમ કે કરીના કપૂર ખાન પોતાના વર્કઆઉટ વિડિયો શેર કરીને અવારનવાર આપણને પણ ફીટ રહેવા પ્રેરણા આપી છે.

image source

કરીનાની યોગા ટ્રેઇનર રુપલ સીદ્ધપુરા ફારીયાએ તાજેતરમાં પોતાના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક જૂની વિડિયો શેર કરી છે. જેમાં અભિનેત્રી વર્કાઉટ કરી રહી છે. તેણીએ કરીના કપૂરના ફીટનેસ રુટીનની નોવેલ કોરોના વાયરસ ફેલાયો તે પહેલાની વિડિયો શેર કરી છે. તેણીએ આ વિડિયો શેર કરતાં કેલ્શન લખ્યું છે, ‘#throwback તે સમય માટે કે જ્યારે કરીના કપૂર ખાનના ઘરે જઈને હું તેની પાસે ડઝનો સૂર્યનમસ્કાર કરાવતી હતી. હજુ તો અમારા હાઈ ઇન્ટેન્સીટી ટ્રેનીંગની શરૂઆત જ થઈ હતી ! તેણી ખરેખર એક સમર્પિત વ્યક્તિ છે.’

 

View this post on Instagram

 

A post shared by Rupal Sidhpura Faria (@rupal_sidh) on

રુપલે આ વિડિયો શેર કરીને જણાવ્યું છે કે તેણી કરીના કપૂર પાસે પુષ્કળ સૂર્ય નમસ્કાર કરાવતી હતી, જે તેમના હાઇ ઇન્ટેન્સીટી ટ્રેનીંગ સેશન્સનો જ એક ભાગ હતો. હાલ તો કરીના કપૂર ક્વોરેન્ટાઇન સમયનો ઉપયોગ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર અલી ખાન સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરીને કરી રહી છે. મધર્સ ડેના દિવસે કરીનાએ પોતાના દીકરા સાથે એક સુંદર તસ્વીર પણ શેર કરી હતી.

આ તસ્વીરમાં કરીના અને તૈમુરને તમે વિચિત્ર એક્સપ્રેશન આપતા જોઈ શકો છો. કરીનાએ આ ફોટામાં કેપ્શન લખ્યું હતું, ‘આ તસ્વીર મધર્સ ડેને વ્યક્ત કરી રહી છે જો કે ટીમ(તૈમુર) સાથેના બીજા દિવસો પણ આવા જ હોય છે. #HappyMothersDay ‘

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના આ વર્ષની શરૂઆતમાં જ ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈ છે અને ત્યારથી જ તેણી પોતાના પતિ, દીકરા તેમજ પરિવારની તસ્વીરો તેમજ તેઓ જે કોઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય તેની તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે. અને એમ પણ ક્વોરેન્ટાઇન એટલે કે લોકડાઉનના સમયમાં સમગ્ર બોલીવૂડ સેલેબ્રીટીઝે સોશિયલ મિડિયાનો ખૂબ ઉપયોગ કર્યો છે. અને ફિલ્મો દ્વારા નહીં પણ સોશિયલ મિડિયાના માધ્યમથી પોતાના ફેન્સના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કર્યો છે.

Source : Indiatoday

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.