કરિના કપૂરે પહેરી લાખ રૂપિયાની આવી હિલ્સ, ફોટો જોઈને તમે પણ બોલી ઉઠશો ‘આના કરતા તો કાળી ચપ્પલ સારી’

અભિનેત્રી કરીના કપૂર ખાન ફેશનની બાબતમાં બી- ટાઉનની યંગ અભિનેત્રીઓને પણ ટક્કરની સ્પર્ધા આપતી જોવા મળે છે. એટલું જ નહી પ્રેગ્નેંસીમાં પણ કરીના કપૂર ખાન એવા એવા સ્ટાઈલીશ લુકમાં જોવા મળે છે કે, તે ટુ બી મોમ્સ માટે સ્ટાઈલ ઇન્સ્પરેશન બની જાય છે.

kareena kapoor bottega veneta heels fails to impress looks too broad on her feet
image source

આ વખતે પણ આ અભિનેત્રીએ એવા જ લુકમાં જોવા મળી છે. જો કે, કરીના કપૂર ખાનએ પોતાની ડ્રેસની સાથે જે ફૂટવેર પસંદ કર્યા, તે મોંઘા ભલે જ હતા, પરંતુ જોવામાં કોઈ ખાસ ઇમ્પ્રેસિવ લાગ્યા નહી.

કરીના કપૂર ખાનના પગમાં અજીબ જોવા મળી રહી હતી હિલ્સ.

image source

બેબોએ પોતાના દીકરા તૈમુર અલી ખાન માટે ઘરે જ હૈલોવીન પાર્ટી રાખી હતી, એમાં કેટલીક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી મોમ્સ પણ
સામેલ થયેલ જોવા મળી. આ પાર્ટી માટે બેબોએ સિમ્પલ અટાયરની સાથે થોડા અલગ ડીઝાઈનના ફૂટવેર પસંદ કર્યા હતા, જે ઇટલીના
લકઝરી બ્રાંડ Bottega Veneta ના હતા. આ હિલ્સની કીમત ભારતીય રૂપિયામાં અંદાજીત એક લાખ રૂપિયા છે.

લેધર માંથી બનાવવામાં આવેલ આ હિલ્સ થોડી કમ્ફર્ટેબલ જરૂર રહેશે, પરંતુ આપ ફોટોમાં જાતે જ જોઈ શકો છો કે, કરીના કપૂર ખાનના
પગમાં એનો શેપ કેટલો અજીબ લાગી રહ્યો છે. એના સ્થાને જો આ સામેથી થોડી સ્લિક કે પછી ફીટીડ શેપની હોત તો કદાચ બેબોના પગમાં આટલી વિચિત્ર જોવા મળે નહી.

image source

એમ પણ હિલ્સના પાર્ટને જવા દઈએ તો કરીના કપૂર ખાનની ડ્રેસ જરૂર ઘણી સારી લાગી રહી હતી. પ્રેગ્નેંસી મુજબ તેમણે સ્ટાઈલની સાથે
જ કમ્ફર્ટનું પૂરું ધ્યાન રાખ્યું હતું. આજકાલ ક્ફ્તાન અને અનારકલી ડ્રેસીસને વધારે પસંદ કરનાર બેબોને હૈલોવીન પાર્ટી માટે ની- લેંથ ડ્રેસ
પસંદ કરી હતી, જે કોટન માંથી બનાવવામાં આવી હતી. કોટન સ્કિનની સાથે સૌથી કમ્ફર્ટેબલ ફેબ્રિક માનવામાં આવે છે, જે ઇરીટેશન
ક્રિએટ કરતું નથી. આ જ કારણ છે કે આ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પણ સારી ચોઈસ રહે છે.

બ્લેક સ્લિપ ઓન્સમાં જોવા મળી કરીના

image source

કરીના કપૂર ખાનની આ લેંથ ડ્રેસમાં ચેસ્ટ પોર્શન પર બટન અપ ડીઝાઈન અને કોલર ડીઝાઇન હતી. આની સાથે જ તેની પર વાઈટ લેસ
પણ લગાવવામાં આવી હતી, જે કલરફૂલ ચેકર્ડ પેટર્ન પર સારી લાગી રહી હતી. આ આઉટફિટમાં બેલ સ્લીવ્સ હતી, જેની લેંથ રિસ્ટ સુધી
હતી. એની પર પણ સફેદ લેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કરીનાએ પાર્ટીમાં ભલે યેલો હિલ્સ પહેરી હતી, પરંતુ કાર માંથી ઉતરતા સમયે તેમણે પગમાં બ્લેક સ્લીપર્સમાં જોવા મળી હતી, જે કદાચ
તેમના કમ્ફર્ટ માટે પસંદ કરી હતી. બેબોએ પોતાના આ લુકને બન અને સફેદ ચશ્માની સાથે પૂરો કર્યો હતો.

મમ્મી બબિતાનો સ્ટાઈલીશ એન્ડ કમ્ફર્ટેબલ લુક.

image source

આમ કમ્ફર્ટેબલ લુકની વાત કરી રહ્યા છીએ તો કરીનાની મમ્મીને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય. દીકરીની સાથે જોવા મળેલ બબિતા
કપૂરએ પણ પોતાના માટે કોટન મેડ આઉટફિટ પસંદ કયું હતું. તેમણે સફેદ રંગની સ્ટ્રેટ કટ પેન્ટ્સ પહેરી હતી, જેમાં એન્કલ પર સ્મોલ
સ્લિટસ હતી. એને તેમણે વાઈટ કલરના ટોપની સાથે મેચ કર્યું હતું, જેમાં ફ્રંટ પોર્શન પર માઈક્રો સાઈઝના બ્લેક પોલ્કા ડોટ્સ બનેલ હતા.

અનારકલીમાં સુંદર જોવા મળી હતી કરીના.

image source

આમ કરીના કપૂરના લુકની વાત કરી જ રહ્યા છીએ, તો આની પહેલા જયારે કરીના કપૂર ખાન પિંક કલરના અનારકલીમાં જોવા મળી હતી, ત્યારે તેમની સુંદરતાને જોતા જ રહી ગયા હતા. પ્રેગ્નેંસીને માણી રહેલ આ અભિનેત્રીએ બંધ ગળાનો બેબી પિંક કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો, જેની પર ગોલ્ડન પ્રિંટ હતી. આની સાથે કરીનાએ ગોલ્ડન કલરના ફ્લૈટસ પહેર્યા હતા. આ લુકને તેમણે સ્લિક હેર દૂ અને પર્લ ઈયરરિગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. સિમ્પલ હોવા છતાં પણ આ લુક ઘણો સ્ટાઈલીશ એન્ડ બ્યુટીફૂલ લાગી રહ્યા હતા.