કોરોના મહામારી વચ્ચે કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોને આ નિયમોનુ ખાસ કરવુ પડ્યુ પાલન

6 જુલાથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ શરુઆત પ્રથમ સોમવાર સાથે પણ થઈ હોવાથી આ ખાસ પ્રસંગે ભક્તો દેશભરના શિવ મંદિરોમાં ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરતાં જોવા મળ્યા હતા. કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે દેશના મોટા મોટા શિવ મંદિરોમાં પૂજા માટે વિશેષ કાયદા અને નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

image source

શિવભક્તોએ આ વર્ષે શ્રાવણ માસમાં કડક નિયમોનું પાલન કરી શિવ આરાધના કરવાની રહેશે.

image source

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી યોગી વહેલી સવારે ગોરખપુરના માનસરોવર મંદિરે પહોંચ્યા અને ભોલેનાથનો દૂધથી અભિષેક કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ આ પૂજા વખતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

image source

શ્રાવણ માસના પહેલા સોમવારે દેશભરના મંદિરોમાં ભક્તો પહોંચ્યા હતા. જો કે કોરોનાના કારણે મંદિરમાં અનેક બાબતોની તકેદારી રાખવામાં આવી રહી છે. લોકોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશની અને પૂજા કરવાની અનુમતિ નથી.

image source

શ્રાવણ માસના પહેલા સોમવારે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ભક્તો પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં ભક્તોએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે.

image source

મહિલાઓ પણ મંદિરમાં માસ્ક પહેરી પૂજા કરતી જોવા મળી હતી. વાત કરીએ ગાઝિયાબાદના દુધેશ્વરનાથ મંદિરમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ શ્રાવણના પહેલા સોમવારની ધૂમ જોવા મળી હતી. અહીં ભગવાન શિવને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. આમ મંદિરમાં કોરોના સંક્રમણની અસર જોવા મળી હતી.

image source

આ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની કડક સુચના અપાઈ છે અને સામાજિક અંતર જળવાય તે રીતે જ શિવ પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ 6 જુલાઈથી શરુ થયો છે જે 3 ઓગસ્ટ સુધી ચાલશે. આ તારીખ દરમિયાન શ્રાવણ માસ ઉત્તર ભારતમાં ઉજવાશે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલ નાડુમાં શ્રાવણ માસનો પ્રારંભ 23 જુલાઈથી શરુ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે. 6 જુલાઈથી શરુ થયેલા શ્રાવણ માસમાં હવે 13 જુલાઈ, 20 જુલાઈ, 27 જુલાઈ અને 3 ઓગસ્ટના રોજ સોમવાર આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span