જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધ વેળાએ ગુજરાતી જવાને દેશ કાજે શહીદી વહોરી, વિજય રૂપાણી સહિત જનતામાં શોકની લાગણી

આપણા દેશની સુરક્ષા જેને આભારી છે એવા આપણા દેશના જવાનો જ્યારે શહીદ થાય ત્યારેવ સહજ રીતે આપણી આંખમાથી આંસુ સરી જતાં હોય છે. મા ભોમની રક્ષા કાજે જેમણે પોતાનું આખું જીવન ખર્ચી નાંખ્યું એવા લાલને પેદા કરનાર જનની પણ સો સો સલામ છે. ત્યારે હાલમાં જ ગુજરાતનો એક જવાન શહીદ થતાં લોકો હિલ્લોળે ચડ્યા હતા અને ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. ત્યારે પોતાનો દિકરો દેશની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને શહીદ થયો એવા સમાચાર સાંભળીને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

image source

આ ઉપરાંત સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતાં લડતાં રઘુભાઈને ગોળી વાગતાં તેઓ શહીદ થયાં છે. ગુરુવારે આ જવાનનો નશ્વરદેહ તેમના વતનમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ જવાનની શહીદીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

રૂપાણી સાહેબે ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમીની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે. હવે આ સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આપણા આ જવાનને ટ્વિટર પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ચાવડાએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે શહાદતને સલામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના વતની, વીર જવાન રઘુભાઈ બાવળિયા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા, માં ભોમની રક્ષાકાજે શહીદ થયા છે.. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

image soucre

આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ગુજરાતનો એક જવાન શહીદ થયો હતો. કોરોના મહામારી સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ફરી એકવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગત મોડી સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે, અચાનક થયેલ હુમલાને પગલે CRPF 3 જવાન શહીદ થયા છે. આ સિવાયના કેટલાક જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે થયેલા આ હુમલામાં ગુજરાતનો પણ એક જવાન શહીદ થયો છે. જે જવાનો ઘાયલ થયાં હતા તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાના મુવાડી ગામના વતની અને છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા સતપાલસિંહ બચુસિંહ પરમાર શહીદ થયાં હતા.

image source

આ અંગેની જાણ પરિવારજનોને થતાં જ જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. તો આ સાથે જ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ પહેલા શુક્રવારે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના નેવામાં સેના પર હુમલો કર્યો હતો અને સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત કેમ્પને નિશાન બનાવ્યા હતા. શુક્રવારે આતંકવાદી હુમલામાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના પગમાં ગોળી વાગી હતી.

આ બાદ આતંકવાદી હુમલામાં ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેમની હાલત સ્થિર જણાઇ રહી છે. આ આતંકવાદી હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આતંકવાદી બચીને ભાગવામાં સફળ રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.