ભારતનું “મીની કાશ્મીર” કહેવાય છે આ સ્થાન, એક વાર લેશો મુલાકાત તો વારંવાર થશે જવાનું મન

જમ્મુ કાશ્મીર વિષે તો લગભગ આપણે સૌ જાણીએ જ છીએ કે ત્યાં જવાનું અને ત્યાં ફરવાનું સપનું લગભગ દરેક ભારતીય જુએ જ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક જગયા એવી પણ છે જેને મીની કાશ્મીર પણ કહેવાય છે. આ જગ્યાનું નામ છે પિથૌરાગઢ. અહીંની પ્રાકૃતિક ખુબસુરતી પર્યટકોનું મન મોહી લે તેવી છે. એટલું જ નહિ પણ આ સ્થાન ઉત્તરાખંડનું લોકપ્રિય હિલ સ્ટેશન પણ છે.

image source

અહીં આવીને પર્યટકો દોડાદોડ ભરી જીંદગીમાંથી અમુક સમય મુક્ત બની આરામ અને નિરાંતની પળોનો અનુભવ કરે છે. અહીં મોટેભાગે પર્વતીય વિસ્તાર છે પરંતુ તેમ છતાં એ સિવાય પણ અહીં અનેક એવા સ્થાનો છે જે ફરવાલાયક છે. અહીં પરિવાર સહીત ફરવા આવવું એક અદભુત અનુભવ બની રહે તેમ છે. જો તમે પણ ઉત્તરાખંડ બાજુ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સ્થાનને જરૂર તમારી ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરશો.

image source

આપણે અહીંની પ્રમુખ ફરવાલાયક જગ્યાઓ વિષે વાત કરીએ તે પહેલા જણાવી દઈએ કે પિથૌરાગઢને અમથું જ મીની કાશ્મીર નથી કહેવામાં આવતું પરંતુ અહીંની પ્રાકૃતિક ખુબસુરતી જ એવી છે જેને તમને નજરે અને રૂબરૂ નિહાળો ત્યારે તમને એવો અનુભવ થશે કે જાણે તમે મૂળ જમ્મુ કાશ્મીરના હર્યાભર્યા અને કુદરતી વાતાવરણમાં ટહેલી રહ્યા છો. શાંત વાતાવરણ, ઠંડી હવા અને તળાવો પર્યટકોને એક અલગ જ અને યાદગાર રહી જાય તેવો આનંદ આપે છે. અહીંનો પહાડી વિસ્તાર અને વળાંક વાળા રસ્તાઓ જોઈને ફરવાનો આનંદ બમણો થઇ જાય છે. એ સિવાય અહીંના લીલાછમ ઘાસમાં ચપ્પલ પહેર્યા વિના ચાલવાનો પણ એક અદભુત અનુભવ છે જે શરીરમાં તાજગીનો સંચાર કરી દે છે.

image source

અહીં તમે રિવર રાફ્ટિંગ, સ્કીઈંગ અને ગ્લાઈડિંગનો આનંદ પણ માણી શકો છો. અહીંના બે તળાવો જોલીન્ગકોંગ અને અંછેરીતાલ ઘણા પ્રખ્યાત છે. એ સિવાય અહીંથી 20 કિલોમીટરના અંતરે આવેલા ટનકપૂરમાં પ્રસિદ્ધ મંદિર પણ આવેલા છે. ટનકપૂરથી અહીં જવા માટે તમે વાહન પણ લઇ જઈ શકો છો અને ચલ્લીને પણ જઈ શકો છો.

image source

દેશના પાટનગર દિલ્હીથી આ જગ્યા લગભગ 496 કિલોમીટરના અંતરે આવેલી છે. જો તમારે અહીં વધારે દિવસ રોકાવવાની ઈચ્છા હોય તો પણ અહીં અનેક એવા સ્થાનો છે જ્યાં તમે રોકાઈ શકો છો. એ સિવાય અહીં વિવિધ રૂટની બસો પણ નિયમિત રીતે ચાલે છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span