શું તમે જોયો ‘કસોટી જિંદગી કી’નો આ નવો પ્રોમો? આ સાથે જાણો ક્યારે થશે અનુરાગ બાસુ અને પ્રેરણાની એન્ટ્રી

જુઓ કસોટી જિંદગી કે નો નવો પ્રોમો, 13 જુલાઈએ જબરદસ્ત એન્ટ્રી કરશે અનુરાગ બાસુ અને પ્રેરણા.

લોકડાઉનના કારણે બધી જ ટીવી સિરિયલોના શૂટિંગ બંધ હતા એવા માં સિરિયલ જોવા ટેવાયેલા વ્યક્તિઓ માટે આ લોકડાઉનનો સમય ઘણો ઇન્તજાર ભર્યો રહ્યો હશે. ટીવી પર જુના એપિસોડ જોઈને થાકેલા દર્શકો માટે એક સારી ખબર છે. લોકડાઉન પછી જાહેર થયેલા અનલોકમાં મોટાભાગની સિરિયલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

IMAGE SOURCE

એવામાં કસોટી જિંદગી કે નો પણ નવો પ્રોમો આવી ગયો છે. 13 જુલાઈથી કસોટી જિંદગી કે ના નવા એપિસોડ પ્રસારિત થશે. અને આ નવા એપિસોડમાં અનુરાગ અને પ્રેરણાની દીકરી અને નવા મિસ્ટર બજાજની એન્ટ્રીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

IMAGE SOURCE

એકતા કપૂરની લોકપ્રિય ટીવી સિરિયલ કસોટી જિંદગી કે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે. દર્શકો કસોટી જિંદગી કે ના નવા એપિસોડની તો રાહ જોતા જ હતા પણ સાથે સાથે એ જોવા પણ આતુર છે કે નવા મિસ્ટર બજાજ એટલે કે કરણ પટેલ કેવી રીતે આ સીરિયલમાં પોતાની એન્ટ્રી કરશે અને અનુરાગ અને પ્રેરણાની દીકરીના રોલમાં તહસીન શાહ શુ કમાલ કરે છે.

IMAGE SOURCE

તમને જણાવી દઈએ કે લગભગ ત્રણ મહિનાના લોકડાઉન પછી હાલ થોડા સમય પૂર્વે જ ટીવી શોનું શૂટિંગ શરૂ થયું છે. જોકે સેટ પર શૂટિંગ દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે દરેક પ્રકારની સાવધાની રાખવામાં આવે છે અને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન્સનું પણ બરાબર રીતે પાલન કરવામાં આવે છે.કરણ પટેલે મિસ્ટર બજાજના રોલમાં કરણ સિંહ ગ્રોવરની જગ્યા લીધી છે અને હવે એમને કસોટી જિંદગી કે નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હવે શોનો નવો એપિસોડ 13 જુલાઈએ પ્રસારિત કરવામાં આવશે અને એનો એક પ્રોમો પણ ચેનલે રિલીઝ કર્યો છે.

IMAGE SOURCE

કરણ પટેલ મિસ્ટર બજાજના રોલ માટે ઘણા જ એક્સાઇટેડ જણાઈ રહ્યા છે. આ વિશે કરણ પટેલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “મિસ્ટર બજાજનું કેરેકટર એક આઇકોનીક કેરેકટર છે. બધા જ અભિનેતાઓને એક પછી એક એમ બે આટલા મોટા પાત્રો નીભવવાનો મોકો નથી મળતો.

IMAGE SOURCE

“યે હે મહોબ્બતે” માં રમન ભલ્લાનો રોલ કર્યા પછી કસોટી જિંદગી કે માં પણ રોલ મળી ગયો. મેં જરૂર કઈક સારું કામ કર્યું હશે” બીજી બાજુ હવે આ શો માં અનુરાગ અને પ્રેરણાની દીકરીના રોલમાં તહસીન શાહ જોવા મળશે. પહેલા આ રોલ ચાઈલ્ડ આર્ટિસ્ટ સુમૈયા ખાન નિભાવી રહી હતી.

IMAGE SOURCE

તો હવે એ જોવાનું રહ્યું કે સીરિયલના આ નવા વળાંકો દર્શકોને કેટલા પસંદ આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.