એક ફિલ્મ બનાવતા લગાવ્યો 14 વર્ષ જેટલો સમય જાણો કોણ છે આ ડિરેક્ટર…
કે આસિફ બોલિવુડના એ ડાયરેકટરમાંથી એક છે જેમને પોતાના કરિયરમાં ફક્ત 2 જ ફિલ્મો બનાવી- પહેલી ફિલ્મ હતી ફૂલ અને બીજી હતી મુગલ-એ-આઝમ. મુગલ-એ-આઝમ એ વખતની જ નહીં પણ બોલિવુડની અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ ફિલ્મ હતી.

બોલિવુડમાં આમ તો ઘણી વાર સુવર્ણ કાળ આવ્યો. ઘણી બધી વાર એવું કહેવામાં આવ્યું કે આ બોલિવુડનો અત્યાર સુધીનો સૌથી સારો સમય છે. તો પણ હકીકતમાં બૉલીવુડે ઇતિહાસ આજથી 60 વર્ષ પહેલાં રચ્યો હતો જ્યારે રિલીઝ થઈ હતી સૌથી મોટી ફિલ્મ મુગલ-એ-આઝમ. આ ફિલ્મ એ સમયની જ નહીં પણ બોલીવુડની અત્યાર સુધીની સૌથી મોટી ને સફળ ફિલ્મ છે. મુગલ-એ-આઝમ નું નિર્દેશન કર્યું હતું કે આસિફે જેમનો 14 જૂને એટલે કે આજે જન્મ દિવસ છે.

કે આસિફ બોલિવુડના એ ડાયરેક્ટરમાં સામેલ છે જેમને પોતાના કરિયરમાં ફક્ત 2 જ ફિલ્મો બનાવી પહેલી હી ફૂલ ને બીજી મુગલ-એ-આઝમ. કે આસિફ કોઈ બહુ જ અનુભવી ડાયરેકટર નહોતા, એમને ફિલ્મ બનાવવાનો એવો કોઈ ખાસ કોર્સ કર્યો ન હતો. કે આસિફ પાસે હતું ફક્ત એક વિઝન, એક વિચાર જે એ મોટા પડદા પર ફેલાવવા માંગતા હતા.
મુગલ-એ-આઝમ ફિલ્મ બનતા લાગ્યા હતા 14 વર્ષ.

કે આસિફને પોતાની કળા લોકો સુધી પહોંચાડવાની તક મળી ફિલ્મ મુગલ-એ-આઝમના કારણે. આ એક ફિલ્મ દ્વારા એમને બતાવી દીધું કે કેવી રીતે સમયની આગળ રહીને પણ વિચારી શકાય છે, કેવી રીતે મોટા વિચારને મોટા પરિણામમાં ફેરવી શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કે આસિફે મુગલ-એ-આઝમ ફિલ્મ બનાવવામાં 14 વર્ષનો સમય લગાવી દીધો હતો. એમને એમની જિંદગીના 14 વર્ષ ફ્લર્ટ મુગલ-એ-આઝમ ફિલ્મ બનાવવામાં કાઢ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે કે આસિફે આ ફિલ્મનું કામ આઝાદી પહેલા જ શરૂ કરી દીધું હતું. જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું, એ સમયે કે આસિફે આ ફિલ્મ બનાવવા વિશે વિચારી લીધું હતું. એમને મુગલ-એ-આઝમ બનાવવાનો વિચાર આર્દેશિર ઇરાનીની ફિલ્મ અનારકલી ને જોઈને આવ્યો હતો.એમને આ ફિલ્મ બનાવવા પાણીની જેમ પૈસા વાપર્યા હતા.

જે જમાનામાં 5થી 10 લાખમાં આખી ફિલ્મ બની જતી હતી, એ જમાનામાં આસિફે કરોડો રૂપિયા ખર્ચવાનું વિચાર્યું હતું. એમને મુગલ-એ-આઝમ 1.5 કરોડ રૂપિયામાં બનાવી હતી. ફક્ત એટલું જ નહીં એમને પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ માટે સૌથી સારા કલાકાર અને આર્ટિસ્ટ શોધ્યા હતા. એક બાજુ ફિલ્મમાં જ્યાં ફિલ્મમાં દિલીપ કુમાર ને મધુબાલને લેવામાં આવ્યા હતો તો બીજી બાજુ સંગીત માટે મ્યુઝિક ડિરેકટર નૌશાળનો સંપર્ક કર્યો હતો. ફિલ્મના એક ગીતમાં એ જમાના શ્રેષ્ઠ સિંગર ગુલામ અલી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો.
પાણીની જેમ વાપર્યા હતા પૈસા.

એવું કહેવામાં આવે છે કે એ સમયે ગુલામ અલી સાહેબ પોતાને મુગલ-એ-આઝમ સાથે જોડાવા નહોતા માંગતા. એમને ના પાડવા માટે કે આસિફને એટલે સુધી કહી દીધું હતું કે એ 25000 રૂપિયા ફી પેટે લેશે. કદાચ ગુલામ અલી સાહેબ એ ભૂલી ગયા હતા કે કે આસિફ આ ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસા વાપરવા તૈયાર હતા. એમને એ જ સમયે ગુલામ અલી સાહેબને 10000 રૂપિયા એડવાન્સ આપી દીધા હતા. તમને જણાવી દઈએ કે એ સમયમાં લતા મંગેશકર અને મહોમ્મદ રફી જેવા ગાયકો 300 400 રૂપિયામાં મળી જતા હતા.

કે આસિફનું આ જુનુંન, એમની આ દીવાનગી જ હતી કે જેના કારણે એમને મુગલ-એ-આઝમને સાકાર કરીને બતાવી. કે આસિફને આ ક્લાસિક ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો અમે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. પણ આ બધું હોવા છતાં એમનું કરિયર ફક્ત 2 ફિલ્મો સુધી જ સીમિત રહી ગયું અને વર્ષ 1971માં 48 વર્ષની ઉંમરમાં એમનું નિધન થઈ ગયું
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.