બાહુબલીના ‘કટપ્પા’નો છોકરો છે બોલિવૂડનો આ ફેમસ એક્ટર, જોઇ લો તમે પણ તસવીરોમાં

દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ફિલ્મો ખુબ જ જોરદાર હોય છે. દક્ષિણની ફિલ્મોમાં એવા ઘણા દ્રશ્યો દર્શાવવામાં આવે છે જેની અસલી જીવનમાં કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. દક્ષિણની ફિલ્મોમાં જે પણ દ્રશ્ય બતાવવામાં આવે છે તેની આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ છીએ.દક્ષિણની ફિલ્મો માંથી એક ફિલ્મ છે ‘બાહુબલી.’ ફિલ્મ ‘બાહુબલી’ને જેટલી પ્રસિદ્ધિ મળી છે એટલી પ્રસિદ્ધિ અને કમાણી અત્યાર સુધી અન્ય કોઈ ફિલ્મએ અત્યાર સુધી કરી નથી. જેના લીધે ફિલ્મ ‘બાહુબલી’નું નામ ઈતિહાસના પન્નામાં નોધવામાં આવ્યું છે. ‘બાહુબલી’ ફિલ્મ આટલી બધી સુપરહિટ થઈ હોત નહી પણ ફિલ્મ ‘બાહુબલી’માં કામ કરી રહેલ કલાકારોએ આ ફિલ્મ ‘બાહુબલી’ને સુપરહિટ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ફિલ્મ ‘બાહુબલી’ બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી.

image source

ફિલ્મ ‘બાહુબલી’ રીલીઝ થઈ ગયા પછી મોટાભાગે દર્શકોમાં ફિલ્મ ‘બાહુબલી’માં કટપ્પાનું પાત્ર નિભાવનાર અભિનેતા સત્યરાજના છેલ્લે ફિલ્મમાં બતાવવામાં આવેલ દ્રશ્ય જેમાં બતાવે છે કે, કટપ્પા બાહુબલીને મારી નાખે છે પણ બધા જ દર્શકોના મનમાં એક સવાલ મૂકી દે છે કે, કટપ્પાએ બાહુબલીને કેમ મારી નાખ્યો? અભિનેતા સત્યરાજના આ ડાયલોગ પર સોશિયલ મીડિયા પર ઘણા બધા જોક્સ પણ વાયરલ થયા હતા. દર્શકોના આ પ્રશ્નનો જવાબ ફિલ્મ ‘બાહુબલી-૨માં આપવામાં આવ્યો હતો. આજે અમે આપને ‘બાહુબલી’ ફિલ્મમાં કટપ્પાનું પાત્ર નિભાવનાર અભિનેતા સત્યરાજ વિષે નહી પણ તેમના દીકરા સીબીરાજ વિષે કેટલીક જાણકારી શેર કરીશું. ‘બાહુબલી’ ફિલ્મમાં ખતરનાક જોવા મળતા કટપ્પાને અસલી જીવનમાં એક દીકરો પણ છે અને જે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ફેમસ એક્ટર છે.

કટપ્પાનો દીકરો ખુબ જ દેખાવડો છે.:

image source

આપને જણાવીએ કે, અભિનેતા સત્યરાજના દીકરાનું નામ સીબીરાજ છે. સીબીરાજ દક્ષિણ ફિલ્મોમાં તમિલ ફિલ્મ ઉદ્યોગના એક પ્રસિદ્ધ એક્ટર છે. ‘બાહુબલી’ ફિલ્મમાં ખતરનાક જોવા મળતા કટપ્પાનો દીકરો ઘણો હેન્ડસમ અને હોટ દેખાય છે. સીબીરાજ પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવતા કહે છે કે મારા માટે મારા આદર્શ મારા જ પિતા જ છે અને હું તેમના દ્વારા આપવામાં આવેલ માર્ગને અનુસરણ કરે છે.

image source

અભિનેતા સીબીરાજનો લુક ખુબ જ હેન્ડસમ છે અને તેમના લાખોની સંખ્યામાં ચાહકો છે. આજે અમે આપના માટે કટપ્પાના દીકરા સીબીરાજના કેટલાક ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ. અભિનેતા સત્યરાજને એક પુત્રી છે જેનું નામ દિવ્યા છે. દિવ્યા દેખાવે અત્યંત ખુબસુરત છે. અભિનેતા સત્યરાજની દીકરી દિવ્યા એક પ્રોફેશનલ ન્યુટ્રીશનીસ્ટ છે. દિવ્યા પોતાને બોલીવુડની લાઈમલાઈટથી અંતર બનાવી રાખે છે.

image source

આપને જણાવીએ કે, ફિલ્મ ‘બાહુબલી’ તામિલ અને તેલુગુ ભાષામાં એમ બંને ભાષાઓમાં બનાવવામાં આવેલ એક ભારતીય ફિલ્મ છે. ફિલ્મ ‘બાહુબલી’ બોલીવુડના ઇતિહાસમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોની લીસ્ટમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મ ‘બાહુબલી-૧’ અને ‘બાહુબલી- ૨’ એટલી સુપરહિટ ફિલ્મો સાબિત થઈ છે કે, આ ફિલ્મે પોતાના જ નવા રેકોર્ડ બનાવી દીધા છે અને અગાઉ ફિલ્મો દ્વારા બનાવવામાં આવેલ બધા જ રેકોર્ડ તોડી દીધા હતા, ઉપરાંત બોલીવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મ બાહુબલી-૧, ૨’નું બંનેનું મલયાલમ, હિન્દી સિવાય પણ અન્ય કેટલીક ભાષાઓમાં ડબિંગ કરવામાં આવી છે.

image source

ફિલ્મ ‘બાહુબલી’નું દિગ્દર્શન એસ. એસ. રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘બાહુબલી’ ૧૦ જુલાઈ, ૨૦૧૫ના રોજ રીલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ‘બાહુબલી’માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, તમન્ના ભાટિયા અને અનુષ્કા શેટ્ટી મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે. ફિલ્મ ‘બાહુબલી’ને ભરપુર સફળતા મળ્યા પછી ફિલ્મ ‘બાહુબલી’નો બીજો ભાગ બનાવવામાં આવ્યો. ફિલ્મ ‘બાહુબલી ૨’ પણ ખુબ જ સુપરહિટ સાબિત થઈ હતી. ચાલો હવે જોઈએ કટપ્પાના દીકરા સીબીરાજના કેટલાક ફોટોઝ….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.