આ રીતે ગાંધારીએ એક સાથે 100 કૌરવોને આપ્યો જન્મ, ખબર છે તમને?

પ્રાચીન ભારતના બે મહાકાવ્ય: રામાયણ અને મહાભારત. આ બન્ને ગ્રંથમાંથી આજે અમે આપને ‘મહાભારત’ મહાકાવ્યમાં બનેલ એક ઘટના વિષે જણાવીશું જેના વિષે જાણીને આપ ખરેખર નવાઈ પામશો.

image source

મહાભારતમાં ધર્મ યુદ્ધમાં ભાગ લેનાર પાંડવો અને કૌરવો એક જ કુળના ભાઈઓ વચ્ચે ધર્મ અને અધર્મ વચ્ચે થયેલ યુદ્ધ હતું. મહાભારતમાં હસ્તીનાપુરની મહારાણી ગાંધારીના સો પુત્રોનો જન્મ કેવી રીતે થયો તે એક રહસ્યમય ઘટના છે. જેના વિષે અમે આજે આપને જણાવીશું. મહાભારતમાં ગાંધારીના સો પુત્રોનો જન્મ એક એવી ઘટના છે જે ‘ન ભૂતો, ન ભવિષ્યતિ.’ કહી શકાય તેવી ઘટના છે. તેમજ પ્રાચીન ભારતના વિજ્ઞાનનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પણ જોઈ શકાય છે.

સો કૌરવોના જન્મનું રહસ્ય જણાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે, સો પુત્રોને જન્મ આપનાર ગાંધારી કોણ હતા તેના વિષે પણ જાણવું જરૂરી છે. ગાંધારી એ ગાંધાર દેશના રાજા સુબલની પુત્રી હતા. ગાંધારીનો જન્મ ગાંધાર દેશમાં થયો હોવાથી તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું. આપને જણાવીએ કે, મહાભારતના સમયનો ગાંધાર પ્રદેશ હાલમાં અફઘાનિસ્તાન દેશનો એક ભાગ છે જેને આજે પણ ગાંધારના નામથી ઓળખવામાં આવે છે.

image source

ગાંધારીના ભાઈ શકુનીને બધા જ જાણીએ છીએ. ગાંધારીના લગ્ન હસ્તીનાપુરના રાજકુમાર સાથે કરાવવામાં આવે છે. એક ખાસ ઉદ્દેશથી ગાંધારીના લગ્ન ધ્રુતરાષ્ટ્ર સાથે કરાવવામાં આવે છે. ગાંધારીને મહર્ષિ વેદ વ્યાસ દ્વારા વરદાન મળે છે કે, તે સો પુત્રોની માતા બનશે. અ જ કારણથી ગાંધારીના લગ્ન ધ્રુતરાષ્ટ્ર સાથે કરાવવામાં આવે છે. ત્યારબાદ ગાંધારીના ભાઈ શકુની પણ તેમની સાથે હસ્તિનાપુરમાં રહેવા લાગે છે.

ગાંધારીના લગ્ન હસ્તિનાપુરના મહારાજ ધ્રુતરાષ્ટ્ર સાથે થાય છે. જેઓ જન્મથી અંધ હોય છે. ધ્રુતરાષ્ટ્રના અંધ હોવાના કારણે ગાંધારી પણ પોતાની આંખો પર પટ્ટી બાંધીને આજીવન અંધ વ્યક્તિની જેમ જીવન વિતાવે છે. રાજા ધ્રુતરાષ્ટ્ર અને રાણી ગાંધારી સો પુત્રોના માતા-પિતા બને છે જેઓને આજે આપણે કૌરવોના નામથી જાણીએ છીએ. પણ આ સો પુત્રોનો જન્મ મહાભારતના ઇતિહાસની સૌથી અનોખી ઘટના છે જેના વિષે કદાચ આપણે નથી જાણતા.

image source

ગાંધારી ધાર્મિક પ્રવૃતિની નારી હતા. ગાંધારીએ મહર્ષિ વેદ વ્યાસની સેવા કરે છે. ત્યારે ગાંધારીની સેવાથી પ્રસન્ન થઈને મહર્ષિ વેદ વ્યાસ ગાંધારીને સો પુત્રોની માતા થવાનું વરદાન આપે છે. ગાંધારી લગ્નના થોડાક સમય પછી ગર્ભવતી થઈ જાય છે. પરંતુ જેમ મહર્ષિ વેદ વ્યાસના વરદાન મુજબ ગાંધારીના ગર્ભમાં એક કે બે ગર્ભ નહી પરંતુ સો બાળકોના ગર્ભ હોય છે જેના કારણે ગાંધારીને ગર્ભવતી થયાના બે વર્ષ વીતી ગયા હોવા છતાં પણ ગાંધારીને પ્રસુતિ થતી નથી. આવા સમયમાં ગાંધારી ગર્ભપાત કરાવવાનો નિર્ણય કરે છે. જયારે ગાંધારીનું ગર્ભપાત થાય છે ત્યારે ગાંધારીના ગર્ભ માંથી લોખંડ જેવો એક માંસપીંડ નીકળે છે જેને જોઇને મહેલની દરેક વ્યક્તિ ભયભીત થઈ જાય છે.

image source

એક માન્યતા મુજબ, મહર્ષિ વેદ વ્યાસ પોતાની દીર્ધ દ્રષ્ટિની મદદથી આ આખી ઘટના નિહાળી હતી. ગાંધારીના ગર્ભપાત વિષેની જાણકારી મળતા જ મહર્ષિ વેદ વ્યાસ હસ્તિનાપુર પહોચે છે. હસ્તિનાપુર આવીને મહર્ષિ ગાંધારીના ગર્ભ માંથી નીકળેલ માંસના પિંડને જોવે છે અને તેની પર ખાસ પ્રકારના જળનો છંટકાવ કરે છે અને આ માંસ પિંડ ૧૦૧ ભાગમાં વિભાજીત થઈ જાય છે. આ ૧૦૧ પિંડના વિભાજન પછી તેને ગાંધારીના હાથે ઘીથી ભરેલ ૧૦૧ કુંડમાં મુકાવે છે. ત્યાર પછી આ ૧૦૧ કુંડને બે વર્ષ સુધી ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે.

image source

આમ, બે વર્ષ પછી ગાંધારીને અચાનક એક કુંડમાં હલન ચલન જોવા મળે છે. જયારે ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી આ કુંડને ખોલે છે તો તેમાં એક બાળક હોય છે. આમ, ગાંધારી અને ધ્રુતરાષ્ટ્રની પ્રથમ સંતાન દુર્યોધનનો જન્મ થાય છે. દુર્યોધનનો જન્મ થાય છે ત્યારે દુર્યોધન ગધેડાના અવાજમાં બોલવા લાગે છે. ઉપરાંત દુર્યોધનના જન્મ સમયે પ્રકૃતિ પણ અશુભ સંકેત આપે છે. ત્યારે પુરોહિત અને જ્યોતિષ શાસ્ત્રીઓ ધ્રુતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરી દેવા કહે છે પણ ધ્રુતરાષ્ટ્ર પોતાના પુત્રમોહમાં અંધ થઈને ત્યાગ કરી શકતા નથી. ત્યારપછી દુર્યોધન ધર્મ જાણતો હોવા છતાં પણ તે આજીવન અધર્મ કરે છે અને મહાભારતના ધર્મ અને અધર્મના યુધ્ધમાં પાંડવોના હાથે તેનું મૃત્યુ થઈ જાય છે.