બોલિવૂડની અનેક અભિનેત્રીઓને દેખાવમાં પાછી પાડે એવી છે KBCના પહેલા કરોડપતિની પત્ની, જોઇ લો તસવીરોમાં

૨૦ વર્ષ પછી આવી છે KBC ના પહેલા કરોડપતિની લાઈફ, ૧૩ વર્ષ પહેલા આમની સાથે કર્યા લગ્ન: હવે છે બે બાળકોના પિતા.

પોપ્યુલર ગેમ રીયાલીટી શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 12’ તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શરુ થઈ રહી છે. વર્ષ ૨૦૦૦માં શરુ થયેલ ‘કેબીસી’ના પહેલા વિજેતા મુંબઈના હર્ષવર્ધન નવાથે બન્યા હતા. હર્ષવર્ધન નવાથેના જણાવ્યા મુજબ, જયારે બિગ બીએ તેમના હાથમાં ચેક આપ્યો તો ત્યાર બાદ તેઓ રાતોરાત સેલેબ્રીટી બની ગયા હતા. કોલેજોમાં લેકચર લેવા માટે તેમને બોલાવવામાં આવતા હતા. ત્યાં જ કેટલાક સમારોહમાં રિબન કટિંગ માટે પણ બોલાવવામાં આવતા હતા. આ સાથે જ હર્ષવર્ધન નવાથે કેટલીક રાજકીય રેલીઓમાં પણ સામેલ થયા. પરંતુ શું વિજેતા બની ગયાના ૨૦ વર્ષ પછી પણ હર્ષવર્ધનની જિંદગી એવી જ છે, જેવી પહેલા હતી. ચાલો જાણીએ ‘કૌન બનેગા કરોડપતિ’ના પહેલા વિજેતા કરોડપતિ હર્ષવર્ધન નવાથે હવે શું કરી રહ્યા છે અને કેવી છે તેમની લાઈફ?

image soucre

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ, હર્ષવર્ધન નવાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં (કોર્પોરેટ સોશિયલ રિસ્પોનબીલીટી) ડીપાર્ટમેન્ટમાં હેડ છે. હર્ષવર્ધન નવાથેએ KBCની ચમક માંથી નીકળ્યા પછી જ કરિયર વિષે વિચારવાનું શરુ કરી દીધું હતું. તેઓ આ કંપની સાથે વર્ષ ૨૦૦૫માં જોડાયા છે.
જો કે, ‘કૌન બનેગા કરોડપતિ’માં કરોડપતિ બન્યા પછી તેમણે સૌથી પહેલા IL & FS કંપનીમાં નોકરી શરુ કરી હતી. ત્યાર બાદ તેઓ નંદી ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર બન્યા અને નંદી કમ્યુનીટી વોટર સર્વિસ પ્રાઇવેટ લીમીટેડમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર પણ રહ્યા છે.

image soucre

હર્ષવર્ધન નવાથેના લગ્ન વર્ષ ૨૦૦૭માં સારિકા નીલત્કર સાથે થયા. સારિકા મરાઠી નાટકો, ટીવી અને ફિલ્મોમાં અભિનય કરે છે. હર્ષવર્ધન નવાથેને બે બાળકો છે. મોટા દીકરાની ઉમર ૧૧ વર્ષની છે જયારે નાના દીકરાની ઉમર ૭ વર્ષની છે. હર્ષવર્ધન નવાથેના મોટા દીકરા અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરી લીધી છે.

image soucre

હર્ષવર્ધનના જણાવ્યા મુજબ, કેબીસીમાં મને એક કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. મેં બધા પૈસાને સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવી દીધા. એની પર ટેક્સ પણ લાગ્યો. આવી રીતે કુલ ત્રીસ લાખ રૂપિયાનો ટેક્સ ભરવો પડ્યો હતો.

image soucre

હર્ષવર્ધન નવાથેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા મેં મારુતિ એકસ્ટ્રીમ વિએક્સ કાર ખરીદી હતી, આ કાર તે સમયે ૬ લાખ રૂપિયાની હતી. ત્યાર બાદ મેં અભ્યાસ માં પૈસા લગાવ્યા. પહેલા સીંબોયસિસ પુણેમાં ફીસ ભરી જ્યાં હું MBA કરવા ગયો હતો. ત્યાર બાદ યુકેમાં અબ્યાસ કર્યો, તો ત્યાં ની ફીસ પણ ભરી દીધી.

image source

કેબીસીમાં કરોડપતિ બન્યા પછી હર્ષવર્ધનનું નામ બદલીને એક હોટલમાં રાખવામાં આવ્યું હતું. અહિયાં તેઓ પુરા ૧૦ દિવસ સુધી રહે છે. હર્ષવર્ધન જણાવે છે કે, ‘મને એકદમ રોકસ્ટાર જેવી ફીલિંગ આવી રહી હતી. ૨૪ કલાક સિક્યોરીટી. પરંતુ આ બધું ખુબ જ બોરિંગ હતું તે સમયે. હું બહાર લોકોની સાથે સેલીબ્રેટ કરવા ઈચ્છતો હતો, પરંતુ ના ઈચ્છવા છતાં પણ હું તે હોટલમાં બંધ હતો.

image soucre

હર્ષવર્ધનના જણાવ્યા મુજબ, આ ૧૦ દિવસો માટે મારું નામ હતું, તરુણ પ્રભાકર. આમ આ તરુણ પ્રભાકર, કેબીસીના સિદ્ધાર્થ બસુના સહયોગીનું નામ હતું. ખરેખરમાં, હર્ષવર્ધનના કરોડપતિ બનવાના એપિસોડના શુટિંગ પ્રસારણ કરતા પહેલા પૂરી થઈ ગઈ હતી અને તેનો ખુલાસો પ્રસારણ થતા પહેલા થઈ જાય નહી, આયોજકોની આ આશંકાના લીધે મને હોટલમાં રાખવામાં આવ્યો હતો.

image source

હર્ષવર્ધન નવાથેને પોલિટિક્સ ફિલ્ડ પસંદ છે. હર્ષવર્ધનના જણાવ્યા મુજબ, રાજનીતિમાં જતા પહેલા સમજવું જરૂરી હોવું છે. વર્ષ ૧૯૯૨ની વાત રહી હશે, જયારે મુંબઈમાં સ્કુલોમાં કરવામાં આવતા ઈલેકશન પર બેન લગાવી દેવામાં આવ્યો. પરંતુ મારા મિત્ર છે, જે રાજનીતિમાં છે તેમની સાથે હું હંમેશા રહ્યો. આ એક ગંભીર વિષય છે. તેઓ હસતા કહે છે કે, હું રાજનીતિમાં જરૂરથી આવીશ.

image source

આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૦થી શરુ થયેલ કેબીસીની પહેલી સીઝન પછી ફરીથી વર્ષ ૨૦૦૫માં શરુ થઈ, જે વર્ષ ૨૦૦૭ સુધી ચાલે છે. પછી બે વર્ષના ગેપ પછી કેબીસી સીઝન વર્ષ ૨૦૧૦માં શરુ થઈ અને વર્ષ ૨૦૧૪ સુધી ચાલે છે. પછી મેકર્સએ વર્ષ ૨૦૧૭માં કેબીસીની નવી સીઝન લઈને આવ્યા, જે અત્યાર સુધી નિયમિત રીતે ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span