કપડાની જેમ હેન્ડબેગની પણ સફાઈ કરવાનું રાખો, આ છે સરળ ટિપ્સ…
કપડાની જેમ આપણા હેન્ડબેગને પણ સફાઈની બહુ જ જરૂર હોય છે. નહિ તો તેમાં વાસ આવવા લાગે છે. પર્સને ઘોવા ઉપરાંત કેટલીક બાબતો એવી પણ છે, જેના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે તમે તમારુ પર્સ કેવી રીતે ઓર્ગેનાઈઝ કરીને રાખો છો. જો તમને તમારા પર્સ સાથે પ્રેમ છે, અને તમે તેને લાંબા વર્ષો સુધી વાપરવા માગો છો, તો તેની કેર રાખવાનું શરૂ કરો. નહિ, તો એક જ વર્ષમાં તમારું પર્સ ખરાબ થઈ જશે. કેટલીક આસાન ટિપ્સથી તમે તે કરી શકશો.

– હળવા ગરમ પાણીમાં લિક્વિડ સાબુ મિક્સ કરીને હેન્ડબેગના બહારના હિસ્સાની સફાઈ કરો. તમે ઈચ્છો તો લિક્વિડ સાબુને બદલે શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી બહારના ભાગમાં લાગેલી ધૂળ દૂર થઈ જશે.
– ક્યારેય પણ બેગની સફાઈ માટે બેબી વાઈપ્સ, વિનેગર કે અન્ય ઘરેલુ સામાનનો ઉપયોગ ન કરો. ખાસ કરીને ડાઘા દૂર કરવા માટે તો નહિ જ. આ પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ હોય છે, જેનાથી બેગનો કલર ડેમેજ થઈ શકે છે.

– જેમ ચપ્પલને સમયાંતરે પોલિશની જરૂર પડે છે, તેમ તમારા લેધર બેગને પણ નિયમિત રીતે પોલિશ કરો. માર્કેટમાં એવા અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમે તમારા બેગને ચમકાવી શકો છો.
– જો તમને ઘરે આવીને હેન્ડબેગને ખૂણામાં ફેંકી દેવાની આદત છે, તો એ છોડી દો. ઘરે આવીને બેગને વોર્ડરોબમાં સીધી ઉભી કરીને રાખી દો.

– જો તમારા બેગ પર કોઈ નિશાન લાગ્યું છે, તો તેને ઘરે આવીને સાફ કરશો તેવુ ન વિચારો. તરત જ નિશાન સાફ કરી લો. ત્યાર જ હેન્ડબેગની ચમક લાંબા સમય સુધી બની રહેશે.
– જ્યારે પણ હેન્ડબેગ ગંદી થઈ હોય તેવું લાગે તો તેને હળવા સાબુથી ધોઈ લો. તેને તડકાને બદલે છાયડામાં સૂકવવાનું રાખો. જેથી તે ખરાબ ન થઈ જાય.

– જો તમારી બેગ કાપડની નથી તો તેને વેક્યુમ ક્લીનરથી સાફ કરીને, તડકામાં સૂકવો. બેગની અંદરના નાના નાના પોકેટને સાફ કરવાનું જરા પણ ન ભૂલતા. જો લેધરની બેગ છે, તો તેને સુતરાઉ કપડાથી સાફ કરો. જો બેગ સિલ્ક કે વેલવેટનુ બનેલું છે, તો તેને ડ્રાયક્લીનિંગમાં જ આપો.
– બેગમાંના નાના નાના ખૂણા સાફ કરવા માટે ટૂથબ્રથનો ઉપયોગ કરો. બેગમાં ક્યારેય સિક્કા સીધા ન નાખો, નહિ તો બેગની લાઈનિંગ ખરાબ થઈ શકે છે અને બેગ અંદરથી ફાટી શકે છે. સિક્કાને હંમશા અલગ નાના પર્સમાં રાખો.

– જો પર્સમાં વાસ આવવા લાગી છે, તો પર્સને કોઈ ખૂણામાં એક ચંદન અને લેવેન્ડર પાઉડરની સીલ બંધ પેકેટમાં રાખો. જેનાથી વાસ ઉડી જશે.
– જો તમે તમારું કોઈ પર્સ ઉપયોગમાં નથી લઈ રહ્યા, તો તેને પેપર બેગ કે કોઈ પોલિથીન બેગમાં સંભાળીને રાખો. સાથે જ પર્સને સમયાંતરે તડકો બતાવવાનું રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.