KGF સ્ટારની પત્ની પણ છે અત્યંત સુંદર – તો વળી એક અભિનેતાની પત્ની રહી ચૂકી છે મિસ ઇન્ડિયા

ટેલીવિઝનની મૂવીઝ ચેનલ પર જ્યારથી સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું પ્રસારણ થયું છે ત્યારથી સાઉથ ઇન્ડિયન ફિલ્મોનો ફેન વર્ગ માત્ર સાઉથ ઇન્ડિયામાં જ નહીં પણ સમગ્ર ભારતમાં વધ્યો છે. લોકોને સાઉથની ફિલ્મો ખૂબ પસંદ આવે છે ખાસ કરીને તેના ઝડપી સ્ટોરી ટેલિંગ તેમજ તેની સ્ટોરીઝ તેમજ હીરોની ભૂમિકાઓથી લોકો ખૂબ આકર્ષાય છે. આમ જોવા જઈએ તો સાઉથ ઇન્ડિયન સ્ટાર્સે પણ બોલીવૂડ સ્ટાર્સ જેવી અથવા કહો કે તેનાથી પણ વધારે મજબૂત જગ્યા લોકોના હૃદયમાં બનાવી લીધી છે. સાઉથની ફિલ્મોની જેમ આ સ્ટાર્સ ધાર્મિક અને કૌટુંબિક લાગણીમાં અત્યત વિશ્વાસ ધરાવે છે. આજે અમે તમને સાઉથના સુપર સ્ટાર્સની સુંદર પત્નીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અક્કીનેની નાગાર્જુન

image source

નાગાર્જુન એક એવો અભિનેતા છે જેના દેખાવમા વર્ષો થવા છતાં પણ વધારે ફેરફાર નથી થયા. તેઓ વર્ષોથી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં લોકપ્રિયતા ધરાવે છે. હવે તેમણે એક્ટિંગની સાથે સાથે પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. તેઓ પોતના પ્રોડક્શન હેઠળ તમિલ, હિન્દી, મલયાલમ ભાષાઓમાં પણ ફિલ્મો બનાવે છે. તેમની પત્નીનું નામ અમલા અક્કીનેની છે. તેણી અત્યંત સુંદર છે.

નાગા ચૈતન્ય

image source

નાગા ચૈતન્ય અકિનેની નાગાર્જુનનો પુત્ર છે. તે તેલુગુ ફિલ્મોનો અત્યંત લોકપ્રિય સ્ટાર છે. તેણે એક્ટર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા છે. આ બન્નેની જોડી અત્યંત સુંદર છે. તેમણે એક સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે.

અલ્લુ અર્જુન

image source

અલ્લુ અર્જુન સાઉથ ઇન્ડિયન ફિલ્મોનો સુપર સ્ટાર છે તે કરોડોનું ફેન ફોલોઇંગ ધરાવે છે. તેની પાછળ લાખો છોકરીઓ દિવાની છે પણ તેનું દીલ સ્નેહા રેડ્ડી પર આવ્યું છે. 2011ના માર્ચ મહિના માં અલ્લુએ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. તે આજે સાઉથ ઇન્ડિયન ફિલ્મોનો ખૂબ જ ડિમાન્ડમાં રહેતો અભિનેતા છે.

મહેશ બાબુ

image source

મહેશ બાબુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના ચોકલેટી બોય છે. જો કે તેઓ એક્શન ફિલ્મોમાં તેટલા જ પ્રભાવશાળી છે. તેઓ એક્ટિંગ ઉપરાંત, પ્રોડ્સુર પણ છે. તેઓ જી. મહેશ બાબુ એન્ટરટેઇમેન્ટ પ્રાવિટે લિમિટેડ નામનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. તેમની પત્ની જાણીતી બોલીવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નમ્રતા શિરોડકર છે. જેણી શિલ્પા શિરોડકરની બહેન અને માધુરી દિક્ષીતની કઝીન સિસ્ટર છે.

યશ

image source

KGF ફિલ્મ સિરિઝથી સાઉથ ઇન્ડિયા અને તેની સાથે સાથે સમગ્ર ભારતમાં જાણીતા અને લોકપ્રિય બનેલા યશની પત્ની અત્યંત સુંદર છે. તેણી પોતાના પતિના કેજીએફ ફિલ્મના પાત્રની દિવાની છે. 2016ના ડિસેમ્બર મહિનામાં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રાધિકા પંડિત સાથે તેમણે લગ્ન કર્યા હતા, તેમણે ઘણી બધી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે.

અજીત કુમાર

image source

અજીત કુમાર ફિલ્મોમાં ધોળાવાળ સાથે દેખાય છે તેમ છતાં તેમના પ્રભાવમાં કોઈ ખોટ નથી દેખાતી. તેમણે 2000ના વર્ષમાં શાલિની સાથે લગ્ન કર્યા હતા તે બન્નેની મુલાકાત ફિલ્મ અમરકલામ ના શૂટિંગ વખતે થઈ હતી. તે સમયે શાલિની પોતાની કેરિયરની ટોચ પર હતી અને તે જ વખતે તેણીએ અજિત કુમાર સાથે લગ્ન કર્યા હતા.

જુનિયર એનટીઆર

image source

જુનિયર એનટીઆર સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું એક મોટું નામ છે. 20મી મે 1983ના રોજ તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી છે તેઓ બે સંતાનના પિતા છે.

રામ ચરણ

image source

રામ ચરણ સાઉથના એક જાણિતા અભિનેતા છે. તેમની ફિલ્મો કરોડોની કમાણી કરે છે. તેઓ પોતે જાણીતા સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર ચીરંજીવનીના દીકરા છે. તેઓ અન્ય સાઉથ સ્ટાર્સની જેમ એક્શન ભૂમિકાઓ વધારે ભજવે છે. રામ ચરણની એક્ટિંગ પણ ખૂબ વખાણવામાં આવે છે. તેમને બેસ્ટ એક્ટર માટે બે વાર અવોર્ડ મળી ચૂક્યા છે. તેમની પત્ની તેમના જેટલી જ આકર્ષક અને સુંદર છે તેમના લગ્ન 2012માં ઉપશના કામીનેની સાથે થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.