ખાવાના શોખીન ગુજરાતી મિત્રો માટે ખાસ જાણવાજેવી વાત વાંચીને મોઢામાં પાણી આવી જશે…

ખાવા પીવાના શોખીન લોકો પોતાનો શોખ પૂરો કરવા માટે ક્યાંક ને ક્યાંક કઈંક ને કઈંક શોધી જ લે છે. સ્વાદની ખુશ્બુ તેમના સુધી પહોંચી જ જાય છે. અને શોખીન લોકોને સમયાંતરે નવીન સ્વાદ અને નવીન રેસિપી જોઈતી જ હોય છે. જો તમે પણ ખાવાના શોખીન છો અને તમે દિલ્હીના પ્રવાસે જવાનો પ્લાન પણ કરી રહ્યા હોય તો તમારે માટે અહીં ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ છે. તીખું, ખારું, થોડું દેશી, થોડી વિદેશી વગેરે સ્વાદ તમને માણવા મળી જશે.

વળી, જો તમે પંજાબી તડકા લગાવેલી રેસિપીથી લઈને એકદમ ચટપટા દેશી સ્વાદની મજા માણવા માંગો છો તો દિલ્હીની અમુક જગ્યાઓ તમારી જ રાહ જોઈ રહી છે. તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે દિલ્હીની એવી ચાર જગ્યાઓ વિશે જાણીએ જ્યાં ખાવાના શોખીન લોકોએ જરૂર જવું જોઈએ. અહીં જે સ્વાદિષ્ટ અને લઝીઝ નાસ્તો અને ફૂડ મળશે તેનો ભાવ પણ સસ્તો એટલે કે 200 રૂપિયાથી પણ ઓછો છે.

ઇન્ડિયન કોફી હાઉસ

image source

બર્ગર કિંગ અને સબવે પહેલા દિલ્હીમાં ભારતીય કોફી હાઉસ હતું. લગભગ ભારતના દરેક રાજ્યમાં ઉપલબ્ધ આ વિન્ટેજમાં જ્યારે પણ ખાવાની વાત આવે એટલે આ બેસ્ટ ઓપષ્ન હોય જ. ઇન્ડિયન કોફી હાઉસની દિલ્હીની બ્રાન્ચ પણ એવી જ છે. અહીં તમે મિત્રો સાથે સ્વાદિષ્ટ ભોજનની પાર્ટી મનાવી શકો છો અને સાથે સાથે મિલ્કશેકનો આનંદ પણ અને આની કિંમત પણ 200 રૂપિયાથી ઓછી છે. કોફી હાઉસ પહોંચવા માટે તમારે મોહન સિંહ પ્લેસ, કનોટ પ્લેસ જવું પડશે.

અમા કાફે

image source

દિલ્હીના બજેટમાં જમવા માટેના વિકલ્પોની વાત કરીએ તો મજનુ કા ટીલાની વળાંક ધરાવતી ગળીઓનું નામ સૌથી પહેલા આવે છે. અહીંની અમા રેસ્ટોરાં ઓછી કિંમતમાં તિબ્બતિ ભોજન અને નાસ્તો કરાવે છે. 200 રૂપિયામાં અહીં ખાવા માટેની એટલી વેરાયટી મળશે કે તમને વિશ્વાસ નહિ આવે. અહીં પહોંચવા માટે તમારે ન્યુ તિબ્બતિ કેમ્પ, મજનુ કા ટીલા આવવું પડશે.

ચાચે દી હટ્ટી

image source

ખુશીઓને થાળીમાં મૂકીને પીરસવાનું કામ કરે છે ચાચે દી હટ્ટી. આ લાજવાબ ભોજનાલયના છોલે ભટુરે લગભગ દિલ્હીના સૌથી શ્રેષ્ઠ છોલે ભટુરે છે. એટલું જ નહીં તેની સાથે મીઠી લચ્છીનો ગ્લાસ પીવો અને તમારું દિલ ખુશ ન થઈ જાય તો તો થોડામાં થોડું છે ને… ચાચે દી હટ્ટી પહોંચવા માટે તમારે કમલા નગર આવવાનું રહેશે.

વેંગર ડેલી

image source

કનોટ પ્લેસની બરાબર મધ્યમાં સ્થિત વેંગરની ડેલી એ જગ્યા છે જ્યાં તમારે ફરવાની જરૂર નહીં પડે. દિલ્હીમાં બહુ નામના મેળવી ચુકેલી હોવા છતાં વેંગરની ડેલીએ પોતાની ફૂડ આઈટમના ભાવ વ્યાજબી જ રાખ્યા છે. 200 રૂપિયાથી પણ ઓછા બજેટમાં તમને અહીં પ્રોન કોકટેલ સેન્ડવીચ અને મિલ્કશેક પણ મળી જશે. અહીં પહોંચવા માટે તમારે રેડિયલ રોડ, કનોટ પ્લેસ આવવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.