જાણો ભારતના આ કિલ્લા વિશે, જે બનેલો છે સાત પહાડીઓ પર, જાણો આ વિશેની રોચક માહિતી તમે પણ…

ભારતમાં એવા અનેક કિલ્લાઓ આવેલા છે જે સદીઓથી ઇતિહાસનો પુરાવો આપી રહ્યા છે. આવા કિલ્લાઓ પૈકી એક કિલ્લો.છે જીંજી કિલ્લો. આ કિલ્લાને સેંજી કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુડુચેરીમાં આવેલો આ કિલ્લો દક્ષિણ ભારતમાં આવેલા ઉત્કૃષ્ટ કિલ્લાઓ પૈકી એક ગણાય છે. આ કિલ્લાનું નિર્માણ નવમી શતાબ્દીમાં સંભવત ચોલ રાજવંશ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ કિલ્લાની એક વિશેષતા એ છે કે આ કિલ્લો સાત પહાડીઓ પર નિર્માણ કરવામાં આવ્યો છે જેમાં કૃષ્ણાગીરી, ચંદ્રાગીરી અને રાજગીરીની પહાડીઓ મુખ્ય છે.

image source

આ કિલ્લો એ પ્રકારે નિર્માણ કરવામાં આવ્યો છે કે છત્રપતિ શિવાજીએ આ કિલ્લાને અભેદ્ય કિલ્લો ગણાવ્યો હતો અને અંગ્રેજોએ પણ આ કિલ્લાને પુરબ નો ટ્રોય કહ્યો હતો.

image soucre

ઊંચી દીવાલો વડે ઘેરાયેલા આ કિલ્લો રણનીતિક રીતે તૈયાર કરાયો છે અને તેની રચના એવી છે કે દુશમને તેના પર આક્રમણ કર્યા પહેલા અનેક વખત વિચાર કરવો પડે. આ કિલ્લો પહાડીઓ પર આવેલો હોવાથી આમ પણ સુરક્ષિત હતો. કિલ્લામાં આવેલા રાજદરબાર સુધી પહોંચવા માટે આજે પણ બે કલાકનું ચઢાણ ચઢવું પડે છે.

image source

જીંજી કિલ્લો લગભગ 11 વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. અને તેની દીવાલોની લંબાઈ લગભગ 13 કિલોમીટર સુધીની છે. કિલ્લાનું મુખ્ય આકર્ષણ રાજગીરી છે જ્યાં એક પિરામિડ આકારનો બહુમાળી કલ્યાણ મહેલ છે. એ સિવાય રાજગીરી પહાડના નીચેના ભાગમાં મહેલ, અન્નાગાર અને એક હાથી ટેન્ક પણ છે.

image source

આ કિલ્લા પર અનેક શાસકોએ રાજ કર્યું છે. જીંજી કિલ્લો છત્રપતિ શિવાજીથી લઈને મોગલ, કર્ણાટકના નવાબો, ફ્રાન્સિસીઓ અને અંગ્રેજોને આધીન રહ્યો છે. 17 મી શતાબ્દીમાં છત્રપતિ શિવાજીના નેતૃત્વમાં મરાઠાઓ દ્વારા આ કિલ્લાને દુશ્મનોમાં હુમલાથી બચાવવા માટે પૂનનિર્મિત કરવામાં આવ્યો હતો.

image source

હાલ આ કિલ્લો તમિલનાડુ પર્યટન વિભાગનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે. જો કે હાલ ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે એટલે આ જીંજી કિલ્લો પર પર્યટકો માટે બંધ છે. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં જ્યારે ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારી હળવી થશે અને જનજીવન રાબેતા મુજબનું થવા લાગશે ત્યારે ફરી આ જીંજી કિલ્લા પર પર્યટકોની ભીડ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.