મહારાષ્ટ્રના આ કિલ્લાની મુલાકાત રહી જશે યાદગાર..

image source

મહારાષ્ટ્ર તેની સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને ખાણી-પીણી માટે તો પ્રખ્યાત છે જ પરંતુ મહારાષ્ટ્રમાં આવેલા કેટલાક કિલ્લા પણ ખૂબ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર ભારતનું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કિલ્લા અસ્તિત્વ ધરાવે છે. ટ્રેકિંગના શોખીનો માટે અહીં ફરવું એક લાવો બની જાય છે.
મહારાષ્ટ્રના આ કિલ્લાઓની મુલાકાત ફરવાના શોખીન માટે યાદગાર બની જાય છે. તો ચાલો તમે પણ વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોય તો એક નજર કરી લો આ જગ્યાઓની યાદી પર પણ….

લોહગઢ કિલ્લો

મહારાષ્ટ્નો લોહગઢ કિલ્લો આયરન ફોર્ટ તરીકે પણ પ્રખ્યાત છે. આ કિલ્લા પર ચઢાણ કરવું પડે છે એટલે જે લોકોને ટ્રેકિંગનો શોખ છે તે અહીં સારી રીતે સમય પસાર કરી શકે છે. ચોમાસાની ઋતુમાં અહીં તમને પહાડ પરથી વહેતાં પાણીની સુંદરતા પણ જોવા મળી શકે છે.

શિવનેરી કિલ્લો

image source

શિવનેરી કિલ્લો પણ દુર્ગમ સ્થળ છે. જંગલ અને નદી વચ્ચેથી પસાર થતાં રસ્તાના અંતે આ કિલ્લો આવે છે, આ કિલ્લા સુધી પહોંચવાની સફર પણ રોમાંચક સાબિત થાય છે. કિલ્લા પર પહોંચી તમે મહારાષ્ટ્રની સુંદરતા અદ્ભૂત દ્રશ્ય જોઈ શકો છો.

સિંહગઢ કિલ્લો

image source

4300 ફૂટ ઊંચી પહાડી પર આવેલો આ કિલ્લો ટ્રેકિંગ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કિલ્લો તમને વિદેશમાં થતી ટ્રેકિંગ જેવો અનુભવ કરાવશે. કિલ્લામા કલ્યાણ દરવાજો, દેવટાકે, રાજારામ સ્મારક જેવા જોવાલાયક સ્થળ પણ છે.

રાજમાચી કિલ્લો

image source

લોનાવલા અને ખંડાલા વચ્ચે આવેલો છે રાજમાચી કિલ્લો. આ કિલ્લો બે પહાડ વચ્ચે આવેલો છે. જેના કારણે કિલ્લાની ચારેતરફ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.