કેમ આ કિલ્લાને કહેવામાં આવે છે સાપોનો કિલ્લો…

ભારતમાં એવા અનેક કિલ્લાઓ આવેલા છે જે સેંકડો વર્ષો પહેલા બનેલા છે. વળી, અમુક કિલ્લાઓ તો એટલા જુના છે કે તેના વિષે એ પણ ખબર નથી કે તે કેટલા વર્ષો પહેલા બન્યા હતા અને તેને કોણે બંધાવ્યા હતા. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આવા જ એક પ્રાચીન અને ઐતિહાસિક કિલ્લા વિષે વાત કરવાના છીએ જેને ” સાપોનો કિલ્લો ” પણ કહેવામાં આવે છે. આ કિલ્લો લગભગ 800 વર્ષ જૂનો હોવાનું મનાય છે અને તેના વિષે એવું કહેવાય છે કે તેનું નિર્માણ 1178 થી 1209 ઈસ્વી દરમિયાન શિલાહાર શાસક ભોજ દ્રિતીયએ કરાવ્યું હતું. વળી, એવું પણ કહેવાય છે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી એ કહેવત પણ આ કિલ્લા સાથે જ જોડાયેલી છે.

image source

આ કિલ્લાનું નામ પન્હાલા કિલ્લો છે જેના પન્હાલ ગઢ, પનાલા, અને પહાલા જેવા બીજા નામો પણ છે. આ કિલ્લો મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાની દક્ષિણ પૂર્વમાં 20 કિલોમીટરના અંતરે સ્થિત છે. પન્હાલા આમ તો એક નાનકડું શહેર અને હિલ સ્ટેશન છે પણ તેનો ઇતિહાસ શિવાજી મહારાજ સાથે પણ જોડાયેલો છે.

image source

પન્હાલા કિલ્લાની વધુ વાત કરીએ તો આ કિલ્લો યાદવો, બહમની, અને આદિલ શાહી જેવા અનેક રાજવંશોને આધીન રહી ચુક્યો છે. પરંતુ 1673 ઈસ્વીમાં આ કિલ્લા પર શિવાજી મહારાજનો અધિકાર આવ્યો. કહેવાય છે કે શિવાજી મહારાજે પન્હાલા કિલ્લામાં સૌથી વધુ સમય વિતાવ્યો હતો. તેઓએ અહીં 500 થી વધુ દિવસો પસાર કર્યા હતા. ત્યારબાદ આ કિલ્લો અંગ્રેજો હસ્તક થઇ ગયો.

image source

પન્હાલા કિલ્લાને ” સાપોનો કિલ્લો ” એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ કિલ્લાની બનાવટ સર્પાકારે છે એટલે દૂરથી કે ઊંચાઈ પરથી જોવામાં આવે તો આ કિલ્લો કોઈ સાપ ચાલતો હોય તેવો દેખાય છે. આ કિલ્લાની પાસે જુના રજબાડામાં કુળદેવી તુલજા ભાવનીનું મંદિર આવેલું છે જેમાં એક ગુપ્ત સુરંગ બનેલી છે જે અહીંથી 22 કિલોમીટર દૂર પન્હાલા કિલ્લામાં ખુલે છે. હાલ તો આ સુરંગ બંધ કરી દેવામાં આવી છે.

image source

આ કિલ્લામાં ત્રણ માળની ઇમારત નીચે એક ગુપ્ત કૂવો પણ બનાવવામાં આવ્યો છે જેને અંધાર બાવડીના નામથી ઓળખવામાં આવે છે. તેના વિષે એવી માન્યતા છે કે તે બાવડીનું નિર્માણ મુઘલ શાસક આદિલ શાહે કરાવ્યું હતું. અને તેના નિર્માણ પાછળ એવું કારણ હતું કે જયારે કિલ્લા પર દુશમ્નો હુમલો કરે તો આસપાસના કુવાઓ અને તળાવોના પાણીમાં ઝેર ભેળવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.