આ વર્ષે પણ તમે કીર્તિદાનથી લઈ કિંજલ દવે સાથે કરી શકો છો રાસોત્સવ, ફટાફટ જાણી લો કઈ રીતે થશે વર્ચ્યુઅલ ગરબા

2020માં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતીઓનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિ આવ્યો અને હવે તો શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત પણ થઈ ગઈ છે. ગુજરાતીઓ જાણે જ છે કે આ વખતે કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ એ માટે સરકારે ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આપણા ગુજરાતીઓ થોડા કઈ પાછા પડે,. તેઓ ગે તે પરિસ્થિતિમાં કંઈક તો જુગાડ કરી જ લેતા હોય છે. ત્યારે ગુજરાતના જાણીતા ગાયક કલાકારો નવરાત્રિ પર્વની ઓનલાઈન ઉજવણી કરવા થનગની રહ્યા છે. આ ગાયકો ઓનલાઈન ગરબા ગાશે અને ખેલૈયાઓ ઘરમાં ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરશે.

આ વર્ષે કીર્તિદાન ગઢવીથી લઈને કિંજલ દવે સહિતનાં ગાયકો ઓનલાઈન ગરબા ગાતાં જોવા મળશે. તેઓ યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ગરબા લાઈવ કરશે. જોકે કિંજલ દવે 8મા નોરતે લાઈવ ગરબા ગાશે. જ્યારે મ્યુઝિક ગ્રુપ ચલાવતા વડોદરાના ડો.તુષાર ભોંસલે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં 800 બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવશે, જેમાં 80 જેટલા શિક્ષકો ઓનલાઈન ભણાવતા હોય એ રીતે ગરબા કરાવશે.

image soucre

ઉલ્લેખનીય છે કે આ વખતે કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતા રબારી, નિશા બારોટ, આદિત્ય ગઢવી, કૈરવી બૂચ,ગમન સાંથલ,રાજલ બારોટ, કાજલ મહેરિયા, ઉમેશ બારોટ, નિલેશ ગઢવી, ધર્મેશ બારોટ, સાગરદાન ગઢવી, રશ્મિતાબેન રબારી, દેવ ભટ્ટ, સોહિલ બ્લોચ સહિતનાં કલાકારો કીર્તિદાનની યુટ્યૂબ ચેનલ અને ખાનગી ન્યૂઝ ચેનલો પર રમઝટ બોલાતા જોવા મળશે. રાજકોટ શહેરમાં 20 વર્ષથી નવરાત્રિનું આયોજન કરતા સહિયર ગ્રુપે આ વર્ષે એક્ચ્યુઅલ નહીં, પરંતુ વર્ચ્યુઅલ નવરાત્રિ યોજવાનું આયોજન કર્યું છે.

સહિયર ગ્રુપના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોઈ ખેલૈયા કે પ્રેક્ષકોને નિમંત્રિત કર્યા વિના એક જ સ્થળેથી કાયમી મા અંબાની આરતી અને ગરબા નામાંકિત કલાકારો રજૂ કરશે અને લોકો સહિયર રાસોત્સવની યુ-ટ્યૂબ ચેનલ પર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન કરાશે. લોકો ઘેરબેઠાં નવરાત્રિ માણી પણ શકશે અને ગરબા રમી પણ શકશે. સહિયર સાથે અંગત સંબંધ ધરાવતા કીર્તિદાન ગઢવી માતાજીના ગરબા ગાશે.

કિંજલ દવે ક્યાં સાંભળવા મળશે?

image soucre

કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નવરાત્રિ સેલિબ્રેશન અંગે લખ્યું કે જય માતાજી, મિત્રો. આસો સુદ નવલી નવરાત્રિ નિમિત્તે દર વખતની જેમ આ વખતે આપણે રૂબરૂ નથી મળી શકવાના, જેથી તમે ઘેરબેઠાં ગરબા જોઈ શકો ને રમી શકો એના માટે હું આવી રહી છું wynkstage પર પર્ફોર્મ કરવા માટે 24 ઓક્ટોબરના રોજ માતાજીની આઠમને સાંજે 7:00 કલાકે.

સનત પંડ્યા પણ આવું આયોજન કરશે

વડોદરા શહેરના જાણીતા ગાયક સનત પંડ્યા કહે છે, છેલ્લાં 30 વર્ષથી ગરબા ગાઉં છું, પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ગરબા પર પ્રતિબંધ હોવાથી હું પરિવારની સાથે ઘરમાં જ માતાજીની આરાધના કરીશ અને તેની સાથે સાથે અમે ઓનલાઈન ગરબાનું આયોજન કર્યું છે, જેમાં હું પણ ભાગ લેવાનો છું. આ ગરબા 9 વાગ્યે ચાલુ થશે.

તુષાર ભોંસલેનો જોરદાર પ્લાન

image soucre

મ્યુઝિક ગ્રુપ ચલાવતા વડોદરાના ડો. તુષાર ભોંસલેએ કહ્યું, અમે 35 વર્ષથી વડોદરામાં ગરબા કરીએ છીએ. અમારું મ્યુઝિક ગ્રુપ ડો.તુષાર ભોંસલે અને ડો.કિંજલ ભોંસલે ગ્રુપ. અમે ઘરમાં જ ગરબા ગાવાના છીએ. જ્યારે સાંજે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં 1800 બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવીશું. તેઓ ઘરમાં જ રમશે. આ ઝૂમ પર 40 મિનિટનું સેશન છે, જેમાં 80 જેટલા શિક્ષકો જે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવે છે એ રીતે 1800 બાળકોને સાડાસાતથી સવાઆઠ વાગ્યા દરમિયાન ગરબા કરાવશે.

હજુ હેંમત ચૌહાણને કામ નથી મળ્યું

જાણીતા ભજનિક હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે અત્યારે કોઈ ઓનલાઈન ગરબા બુક થયા નથી. સરકારના નિયમ મુજબ અમે ક્યાંય નાના-મોટા ગરબામાં જવાના પણ નથી, કારણ કે કાર્યક્રમમાં માણસો વધી જાય એટલે અમે ઘરે જ રહેવાના છીએ, અમે ક્યાંય જવાના નથી.

ભૂમિ પંચાલનો છે આવો પ્લાન

image soucre

જાણીતી સિંગર ભૂમિ પંચાલે નવરાત્રિની ઉજવણી અંગે કહ્યું, આ વખતે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યૂબ પર સોંગ લોન્ચ કરવાનાં છીએ અને ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં લાઈવ થઈને દર્શક મિત્રોને ખુશ કરવાના છીએ.

જિજ્ઞેશ કવિરાજ પણ ઘરે જ છે

image soucre

લોકગાયક જિજ્ઞેશ કવિરાજે જણાવ્યું, આ વર્ષે કોરોનાની મહામારીને કારણે નવરાત્રિ થઈ શકે તેમ નથી એટલે અમે આ વખતે ઘરે જ માતાજીની આરતી-સ્તુતિ કરવાના છીએ અને તમે પણ ઘરે બેઠા જ માતાજીની આરાધના કરો એવી મારી વિનંતી છે.

કંઈક આવો પ્લાન છે રાજલ બારોટનો

image soucre

રાજલ બારોટનું એવું કહેવું છે કે, નવરાત્રિનો સમય દરેક કલાકાર માટે મહત્ત્વપૂર્ણ છે. આ વખતે નવરાત્રિ નથી થવાની પણ અમે લોકોના મનોરંજન માટે વિડિયો આલબમ્સ યુટ્યૂબના માધ્યમથી રજૂઆત કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.