જલદી જાણી લો સરકારી ગેરન્ટી વાળી આ સ્કીમ વિશે, અને 10 વર્ષમાં કરી દો તમારા પૈસાને ડબલ

જો તમે તમારા પૈસાને બે ગણા કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની કિશાન વિકાસ પાત્ર (Kisan Vikas Patra KVP) યોજનામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણથી રોકાણકારોને તેના પૈસા સુરક્ષિત કરવા અને સારા વળતરની ગેરંન્ટી મળે છે. આ યોજનામાં વ્યાજ દર અને રોકાણને બેગણી થવાનો સમય સરકાર દ્વારા નક્કી ક્વાર્ટરના આધારે કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ અનુસાર કિસાન વિકાસ પાત્રમાં મેચ્યૂરીટી અવધિ 124 મહિના છે.

image soucre

એટલે કે આ યોજનામાં હવે ગ્રાહકનું રોકાણ 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં બે ગણુ થઈ જશે. કિસાન વિકાસ પત્ર (કેવીપી)માં રોકાણ કરનાર લોકો માટે એક સરસ સમાચાર છે. સરકારે કિસાન વિકાસ પત્ર પર વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે, જે નાની બચત યોજનામાં સમાવવામાં આવેલ છે. તેની સાથે, પૈસાને બમણું કરવામાં વધુ સમય લેશે. કેવીપીમાં રોકાણ કરવામાં આવેલી રકમ હવે 9 વર્ષ અને 5 મહિનામાં બમણી થઈ જશે. અત્યાર સુધી કેવીપીમાં રોકાણ કરવામાં આવેલી રકમ 9 વર્ષ અને 4 મહિનામાં બમણી થઈ ગઈ છે. વ્યાજના દરોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, સરકારે કેવીપીની પાકતી મુદત એક મહિનામાં લંબાઈ છે.

image source

કિસાન વિકાસ પાત્રમાં રોકારણ કરનારની ઉંમર 18 વર્ષ હોવી જરુરી છે. આમાં સિંગલ અકાઉન્ટની સાથે જોઈન્ટ અકાઉન્ટ પણ હોય છે. આ સ્કિમ સગીરો માટે પણ ઉપલબ્ધ છે પણ તેનું ધ્યાન તેના ગાર્ડિયને રાખવાનું રહેશ. આ યોદના હિંદૂ અવિભાજીત પરિવાર એટલે કે HUF અથવા NRIને છોડીને ટ્રસ્ટ માટે અમલમાં છે . કિસાન વિકાસ પાત્રમાં 1 હજાર, 5 હજાર , 10 હજાર અને 50 હજાર સુધીના સર્ટિફિકેટ્સ છે. જેને ખરીદી શકાય છે.

જાણો તેટલું વ્યાજ મળે છે

image source

કિસાન વિકાસ પાત્ર માટે નાણા વર્ષ 2021ના બીજા ક્વાર્ટર એટલે કે 30 સપ્ટેમ્બર સુધી આનો વ્યાજ દર 6.9 ટકા નક્કી થયો છે. અહીં તમારુ રોકાણ 124 મહિનામાં ડબલ થઈ જશે. તમે એકવારમાં 1 લાખ રોકી શકો છો તમને મેચ્યોરિટી પર 2 લાખ મળશે. 124 મહિનાની આ સ્કીમમાં મેચ્યોરીટી પિરીયડ છે.

image source

કિસાન વિકાસ પાત્રને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. કિસાન વિકાસ પાત્રને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને ટ્રાન્શફર કરી શકાય છે. કિસાન વિકાસ પાત્રને પાસબુકના ફોમમાં રજુ કરવામાં આવે છે.

image source

રોકાણની કોઈ મર્યાદા નથી જેથી મની લોન્ડ્રિંગનો ખતરો પણ છે. એ માટે સરકારે 2014માં 50 હજાર થી વધૂ રોકાણ પર પાન કાર્ડ ફરજિયાત કર્યું છે. જે 10 લાખ અથવા વધારે રોકાણ કરો છો તો ઈનકમ પ્રૂફ પણ જમા કરાવવાનું રહેશે. જેમાં આઈટીઆર, સેલેરી સ્લીપ અને બેંક સ્ટેટમેન્ટ પણ આપવું પડશે. આ ઉપરાંત ઓળખ કાર્ડ તરીકે આધારકાર્ડ આપવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.