દિવસમાં કરો આટલી વાર કિસ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ…

લગ્ન જીવનને મજબૂત બનાવવા માટે વિશ્વાસની સાથે પ્રેમભાવ હોવો પણ ખૂબ જરૂરી છે. પાર્ટનરનો પ્રેમ દર્શાવવા માટે કિસ એક બેસ્ટ ઓપ્શન છે. કિસ કરવાથી પતિ-પત્નીના પ્રેમમાં વધારો થાય છે. આ સાથે જ કિસ કરવાથી સુરક્ષાનો પણ અહેસાસ થાય છે. નાની-નાની વાતોમાં પ્રેમ દર્શાવવા માટે પાર્ટનરને ફોરહેડ અથવા બીજી કોઇ પણ સેન્સેટિવ જગ્યા પર કિસ કરો. કિસ કરવાથી હેલ્થને એક નહિં પરંતુ અનેક ઘણા ફાયદાઓ થાય છે. એક અહેવાલ અનુસાર કિસ કરવાથી પતિ-પત્નીને બ્લડ પ્રેશરની સમસ્યાથી લઇને મોટાપાની સમસ્યામાંથી રાહત મળે છે. તો જાણી લો તમે પણ કિસ કરવાથી હેલ્થને અને સ્કિનને થતા આવા જ કેટલાક ફાયદાઓ વિશે…

image source

– જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝધડો થાય ત્યારે બેમાંથી એક વ્યક્તિ શાંત થઇને જો સામેવાળી વ્યક્તિને કિસ કરે છે તો તેનાથી મૂડ સારો થાય છે અને ગુસ્સો જલદી ડાઉન થઇ જાય છે.

– કિસ દરમિયાન શરીરમાં એડ્રેનાલીન નામનું હોર્મોન બને છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.

– કિસ કરવાથી બ્લડ પ્રેશર ઓછું કરવા અને શરીરમાં રક્તસંચાર યોગ્ય રાખવામાં મદદ મળે છે.

image source

– મોતી જેવા સફેદ દાંતોની ઇચ્છા રાખો છો તો કિસ કરવી તમારા માટે ફાયદાકારક છે.

– કિસ કરવાથી એકબીજાના શરીરમાં ઇમ્યુનિટી પણ પેદા થાય છે. આ સાથે જ કિસ કરવાથી એકબીજા વચ્ચેના સંબંધો મજબૂત થાય છે.

– કિસ દરમિયાન મોંઢામાં બનનાર લાળ દાંતોના પોલાણને દૂર કરે છે અને બેક્ટેરિયાને મારે છે.

– કિસ કરવાથી સંબંધોમાં મજબૂતી આવે છે, કિસ કરવાથી શારીરિક આકર્ષણ વધે છે.

image source

– કિસ કરતા સમયે પાર્ટનર એકબીજાની ભાવનાઓને પણ શેર કરે છે.

– જો તમે રેગ્યુલરલી દિવસમાં બે વાર કિસ કરો છો તો તેનાથી તમારી સ્કિન પર ગ્લો આવે છે.

– જ્યારે તમને એમ લાગે કે તમારા પાર્ટનરનુ સ્ટ્રેસ લેવલ વધારે છે તો એક પ્રેમભરી કિસ કરશો તો તેનુ સ્ટ્રેસ લેવલ ઓછુ થઇ જાય છે.

image source

– કિસ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

– કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી (દાંતોની પોલાણ) સામે રક્ષણ આપે છે.

– કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે.

– કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકસાનકારક તો ન જ કહેવાય.

image source

– કિસ કરવાથી આત્મ-સન્માનમાં વધારો થાય છે.

– દિવસની શરૂઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણે લોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે.

– જુસ્સાભેર કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવ સુંદર બનાવે છે.

image source

– એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાય છે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.