હવે દેખાઇ રહ્યો છે અનુષ્કાના ચહેરા પર પ્રેગનન્સી ગ્લો, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW કેટલી મસ્ત લાગે છે

હવે જઈને દેખાવા લાગ્યો અનુષ્કા શર્માના ચહેરા પર જાડાપણુ, પ્રેગ્નેંસીના આટલા મહિના સુધી કોઈ અસર થઈ હતી નહી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને આરસીબી ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જલ્દી જ પપ્પા બનવાના છે. જાન્યુઆરીના મહિનામાં તેમના ઘરે બાળકની કિલકારીઓ ગુંજશે. આ સમયે તેઓ દુબઈમાં છે અને આઈપીએલમાં ધુઅધાર પર્ફોમન્સ દરમિયાન તેઓ થોડોક સમય પોતાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ની સાથે પણ વિતાવી રહ્યા છે. હાલના દિવસોમાં અનુષ્કા શર્માના ચહેરા પર પ્રેગ્નેંસીનો ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેમના વજનમાં પણ થોડો ફર્ક પડ્યો છે. સાઈઝ ઝીરો ધરાવતી અનુષ્કા શર્મા હવે થોડી ચબી જેવી જોવા મળી રહી છે. ખરેખરમાં અનુષ્કા શર્માએ હવે પોતાની પ્રેગ્નેંસીનો છઠ્ઠો મહિનો પૂર્ણ કરી લીધેલ વિરાટની પત્ની હવે વજનમાં વધારો થવા લાગ્યો છે. તાજેતરમાં જ મેચ દરમિયાન તેમની કેટલીક ફોટોસ વાયરલ થઈ હતી, જેમાં અનુષ્કા શર્મા લુઝ ડ્રેસ પહેરીને તેઓ પોતાના પેટને છુપાવતી જોવા મળી હતી.

image source

થોડાક સમય પહેલા ટીમ ઈન્ડિયા અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના પપ્પા બનવાના સમાચાર ફેંસની સાથે શેર કર્યા હતા. ત્યાર બાદ સતત તેમની અને અનુષ્કાના ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.

image soucre

સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર અનુષ્કા શર્માની બેબીબંપ (Baby Bump) વાળા ફોટોસ ધમાલ મચાવી રહ્યા છે. એક બાજુ અનુષ્કાના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ૬ મહિના પછી અનુષ્કાના શરીર પર થોડું ફેટ પણ જોવા મળી રહ્યું છે.

image soucre

આઈપીએલની એક મેચ દરમિયાન અનુષ્કા શર્મા વિરાટ કોહલીને ચીયર કરવા આવી હતી અને આ દરમિયાન તેમનું પ્રેગ્નેંસી વેટ જોવા મળ્યું. આપને જણાવીએ કે, તેઓ પહેલાથી ઘણી પાતળી છે, એવામાં તેમનું વજન વધારે તો નથી વધ્યું પણ ડોક્ટર્સનું કહેવું છે કે, તે અને બાળક બંને ખુબ જ હેલ્ધી છે.

image soucre

તાજેતરમાં જ અનુષ્કા શર્માએ સુરજની કિરણો સામે આંખો બંધ કરીને પોતાની એક ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં તેણે વાઈટ કલરનું ટોપ અને પીચ કલરની ડંગરી પહેરેલ અનુષ્કા શર્મા થોડી જાડી જોવા મળી રહી હતી.

image source

આપને જણાવીએ કે, ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિકમાં શરીરમાં ઘણા પરિવર્તન આવે છે. આ દરમિયાન પ્રેગ્નેંસીના છઠ્ઠા મહિનામાં વોટર રીટેન્શનના કારણે પ્રેગ્નેન્ટ મહિલાઓનું વજન વધી જાય છે. અનુષ્કા શર્મા પણ પોતાના છઠ્ઠા મહિનાને પૂરો કરી લીધો છે , એટલા માટે હવે ઝડપથી તેમનું વજન વધી રહ્યું છે.

image source

આ દરમિયાન અનુષ્કા શર્માનું વજન ચારથી પાંચ કિલો જેટલું વજન વધી ગયું છે. તેમનું પેટ પણ ઉભરી આવેલ જોવા મળી રહ્યું છે અને ચહેરો પણ ભરેલો દેખાવા લાગ્યો છે.

ત્યાં જ, પ્રેગ્નેંસીના ત્રીજા અને છેલ્લા ત્રિમાસિક દરમિયાન મહિલાઓનું વજન ખુબ જ ઝડપથી વધે છે. મોટાભાગની મહિલાઓનું વજન પ્રેગ્નેંસીના અંત સુધીમાં ૧૦ થી ૧૨.૫ કિલો સુધી વધી જાય છે.

image source

આપને જણાવીએ કે, અનુષ્કા શર્મા પણ હવે ત્રીજા ત્રિમાસિકમાં પ્રવેશ કરી લીધો છે. એવામાં હવે તેમનું વજન વધરે ઝડપથી વધશે. તેમના ઘરે જાન્યુઆરીમાં બાળકની કિલકારીઓ ગુંજશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.