જાણી લો આજે તમે પણ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દુશ્મનીનુ શું છે કારણ..

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું નામ તમે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે આ બન્ને દેશો પહેલા એક જ દેશ હતા જેવી રીતે ભારત અને પાકિસ્તાન. અને તે સમયે તેને કોરિયા દેશના નામથી જ ઓળખવામાં આવતો.

image source

પરંતુ એક સમય એવો પણ આવ્યો જયારે આ દેશનું બે ભાગમાં વિભાજન થયું અને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એમ બે સ્વતંત્ર દેશ બન્યા. હવે સ્થિતિ એવી છે કે આ બન્ને દેશો એકબીજાના એટલા કટ્ટર દુશમ્નો બની ગયા છે કે એક બીજા સાથે વાતચીત તો દૂર જોવું પણ પસંદ નથી કરતા. બન્ને વચ્ચેની આ દુશમની પણ જગજાહેર છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગમાં આપણે જાણીશું કે આ બન્ને દેશો શા માટે અલગ પડ્યા અને શું હતું તેનું કારણ.

image source

અસલમાં કોરિયા વર્ષ 1948 સુધી સંયુક્ત રાષ્ટ્ર જ હતું. વ્ર્સષ 1910 માં જાપાને કોરિયા પર કબ્જો કર્યો હતો અને આ કબ્જો ઓગસ્ટ 1945 માં દ્રિતીય યુદ્ધના અંત સુધી યથાવત રહ્યો હતો. બાદમાં જાપાનીઓએ હથિયાર હેઠા મૂકી દીધા અને ત્યારબાદ સોવિયત સંઘની સેનાએ કોરિયાના ઉત્તર ભાગમાં પોતાનો કબ્જો જમાવ્યો જયારે કોરિયાનો દક્ષિણ તરફનો ભાગ અમેરિકાએ પોતાના કબ્જામાં લીધો. ત્યારબાદ શરુ થયો બન્ને ભાગોમાં સામ્યવાદ અને લોકતંત્ર માટેનો સંઘર્ષ.

image source

નોંધનીય છે કે તે સમયે સોવિયત સંઘ અને અમેરિકા પહેલાથી જ એકબીજાના કટ્ટર વિરોધી હતા. તેમાં વળી કોરિયા તેની દુશમની વચ્ચે આવી ચડ્યું. કોરિયાના બન્ને ભાગો એટલે કે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે જૂન 1950 માં યુદ્ધ શરુ થઇ ગયું. અમેરિકન સેનાની સાથે 15 અન્ય દેશો દક્ષિણ કોરિયાનું સમર્થન કરવા ઉતર્યા જયારે ઉત્તર કોરિયાનું સમર્થન કરવા રશિયા અને ચીની સેનાએ સાથ આપ્યો. લગભગ ત્રણ વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધનું વર્ષ 1953 માં સમાપન થયું અને બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા.

image source

ત્યારથી બન્ને દેશો પોતપોતાની રીતે સ્વતંત્ર તો બની ચુક્યા હતા પણ પરંતુ વિભાજન બાદ બન્ને દેશો વચ્ચે આજદિન સુધી તણાવનો માહોલ બનેલો છે. કહેવાય છે કે 1968 માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની હત્યાની નિષ્ફળ કોશિશ કરી હતી જેના કારણે બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા.

image source

એ સિવાય 1983 મ્યાનમારમાં એક બૉમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં દક્ષિણ કોરિયાના 17 નાગરિકોના મોત થયા હતા. આ વિસ્ફોટના તાર ઉત્તર કોરિયા સુધી લંબાવવામાં આવ્યા હતા. ઉત્તર કોરિયા પર દક્ષિણ કોરિયાના વિમાન પર બૉમ્બ ફેંકવાનો આરોપ પણ લાગ્યો હતો. આવી પરીસ્તીથી વચ્ચે બન્ને દેશો વચ્ચે નજીકના નજીકના ભવિષ્યમાં સમાધાન ના થાય તેવી દુશમની બનેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.