માત્ર 22મી માર્ચ 2020ના દિવસે નહીં પણ રોજ શંખનાદ અને તાળીઓના અવાજથી ગુંજી ઉઠે છે રાજકોટની આ સોસાયટી – જુઓ આ સુંદર વિડિયો

રાજકોટની આ જગ્યાએ માત્ર એક જ દિવસ કોરોના યોદ્ધાને વધાવવામાં નથી આવતા પણ રોજ  તેમનું સ્વાગત કંઈક આ રીતે કરવામાં આવે છે

રાજકોટની એક સોસાયટીના લોકો જનતા કરફ્યુના દિવસથી દરરોજ સાંજે 5 વાગે પોતાના ઘરની બહાર નીકળી તાળી પાડીને કે થાળી વગાડીને કરે છે કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત.

image source

ગુજરાતના રાજકોટની એક સોસાયટીના રહેવાસીઓ દરરોજ સાંજે 5 વાગે તાળીઓ પાડીને, શંખ અને ઘંટડી વગાડીને કોરોના વાયરસ લોકડાઉનમાં આવશ્યક સેવાઓ આપનાર કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરે છે. એમનું કહેવું છે કે એ લોકો દરરોજ 5 વાગે જનતા કરફ્યુના દિવસની જેમ જ થાળી અને ઘંટડી વગાડી આભાર વ્યકત કરે છે એ કોરોના યોદ્ધાઓનો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધાંજ ભારતવાસીઓને 22 માર્ચ 2020 એ “જનતા કરફ્યુ”ના દિવસે અપીલ કરી હતી કે સાંજે 5 વાગે પોતપોતાના ઘરની બાલ્કની, બારીઓ, દરવાજા પાસે આવી તાળીઓ પાડવી કે થાળી વગાડવી કે શંખનાદ કરીને કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવો, જે દિવસ રાતની ચિંતા કર્યા વગર કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરી રહ્યા છે.

image source

પ્રધાનમંત્રીની આ અપીલ આખા દેશમાં સફળ રહી ને લોકો 5 વાગ્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને 5 વાગતાની સાથે જ એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું. દરેક વ્યક્તિ પોતાના ઘરથી થોડોક બહાર નીકળી થાળી વગાડીને કોરોના યોદ્ધાનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. કોઈ તાળી વગાડી રહ્યું હતું તો કોઈ થાળી, કોઈના હાથમાં ઘંટડી હતી તો કોઈના હાથમાં ગિટાર.

image source

એ દરમ્યાન પીએમ મોદીના માતૃશ્રી હીરાબેન મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બીજા ઘણા જાણીતા ચેહરાઓએ જેવા કે અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, અક્ષય કુમાર, દીપિકા પાદુકોને, કરણ જોહરે પણ કોરોના યોદ્ધાનો આભાર વ્યક્ત કરવા સાંજે 5 વાગે થાળી વગાડી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ યાદગાર પળોના વિડીયો મુક્યા હતા.

નાના બાળકો પણ આમ ઉત્સાહથી જોડાયા હતા. કોરોનાને ડર વચ્ચે નરેન્દ્રમોદી ની આ અપીલે લોકોને રોમાંચિત કરી દીધા હતા. ભારતીયોની એકતાનો સાક્ષાત પુરાવો મળ્યો હતો. જનતા કરફ્યુનો એ દિવસ ભાગ્યે જ કોઈના મગજમાંથી ભૂંસાઈ શકે એમ છે. કોઈ આને પ્રધાનમંત્રી મોદીની સફળતા માની રહ્યું હતું તો કોઈ એને દેશની એકતાની સાબિતી ગણતું હતું.

પણ કેટલાક વધારે પડતા ઉત્સાહી લોકોએ કોરોનાને લઈને સામાજિક અંતર જાળવવાનું ભાન ભુલાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને સરઘસ કાઢી થાળી વગાડતા વગાડતા પોતાના આખા વિસ્તારમાં ફર્યા હતા. જે ખૂબ જ ટીકા પાત્ર બન્યું હતું. અને પોલીસે આ અંગે કાર્યવાહી પણ કરી હતી.