આ વસ્તુ રાખો ઘરમાં, ક્યારે પણ નહિં ખૂટે પૈસા
ફેંગશુઈ

આજના સમયમાં ઘર બનાવ્યા પછી ઘરની અંદરની સાજ સજાવટ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ સાજ સજાવટ કરવા માટે કેટલીક વ્યક્તિઓ વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈની મદદ લે છે. આજે અમે આપને ફેંગશુઈ મુજબ ઘરમાં એક છોડ રાખવાથી આપના મનને શાંતિ પ્રાપ્ત થાય છે, ઉપરાંત આપનું દિલ અને દિમાગ તરોતાજા રહે છે. આ સાથે જ ઘરની અંદરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે અને પૈસાને આકર્ષવા માટે એક ચુંબક જેવું કામ કરે છે આ છોડનું નામ છે ક્રસુલા પ્લાન્ટ.
-આ છોડ બધાએ ઘરમાં રાખવો જોઈએ.
-આ છોડ ઘરમાં પૈસા અને સકારાત્મકતાને આકર્ષે છે.
-ઘરના વાતાવરણને શુદ્ધ રાખવાની સાથે જ મનને પણ શાંતિ આપે છે.

ક્રસુલા પ્લાન્ટ વિષે ખુબ જ ઓછી વ્યક્તિઓને જાણકારી ધરાવે છે. ક્રસુલા પ્લાન્ટને મની ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, ક્રસુલા પ્લાન્ટ પૈસા માટે ચુંબકની જેમ કામ કરે છે. ક્રસુલા પ્લાન્ટના પાંદડા થોડાક પહોળા અને સોફ્ટ હોય છે. આ પાંદડાઓ લાલ અને પીળા રંગના હોય છે. ક્રસુલા પ્લાન્ટની સૌથી સારી વાત એ છે કે, ક્રસુલા પ્લાન્ટના પાંદડા વહેલા તૂટતા નથી કે પછી કરમાતા પણ નથી. ઉપરાંત ક્રસુલા પ્લાન્ટને રોજ પાણી આપવાની જરૂરિયાત પણ નથી તેને ૩ કે ૪ દિવસે એકવાર પાણી આપવાની જરૂરિયાત હોય છે. ક્રસુલા પ્લાન્ટને યોગ્ય તાપ કે પછી છાયડાની જરૂરિયાત હોતી નથી તેના લીધે આપ ક્રસુલા પ્લાન્ટને ઘરની કોઇપણ જગ્યાએ સરળતાથી રાખી શકો છો.

ફેંગશુઈ મુજબ આપે ઘરના પ્રવેશ દ્વાર પર ક્રસુલા પ્લાન્ટને જમણી બાજુએ રાખવો જોઈએ. જેનાથી આપના ઘરમાં સુખ શાંતિ અને પૈસાની આવકમાં વધારો થાય છે. ફેંગશુઈ મુજબ ક્રસુલા પ્લાન્ટને અત્યંત શુભ માનવામાં આવે છે. ક્રસુલા પ્લાન્ટને ઘરના પ્રવેશદ્વાર પર જમણી બાજુ રાખવાથી આપના ઘરમાં નાણાકીય બાબતોમાં આવતી તકલીફોમાં રાહત આપી શકે છે.
:max_bytes(150000):strip_icc()/128133145-56a2e1eb5f9b58b7d0cf7e11.jpg)
ક્રસુલા પ્લાન્ટ આપના ઘરના સૌભાગ્યમાં ખુબ વધારો કરે છે. ઉપરાંત ક્રસુલા પ્લાન્ટ ઘરની બહારથી અંદરની તરફ આવતી નકારાત્મક ઉર્જાને ઘરની બહાર જ અટકાવી દે છે. ક્રસુલા પ્લાન્ટ ઘરમાં રાખવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત જો આપના ઘરમાં અંદરોઅંદર ઝઘડાઓ ચાલી રહ્યા હોય છે તો તેનું પણ જલ્દી જ નિવારણ આવી જાય છે અને અરસપરસ પ્રેમ ભાવના ઉત્પન્ન થાય છે. ક્રસુલા પ્લાન્ટ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રાખવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે.
source : daily hunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.