રામાનંદસાગરની શ્રી ક્રીષ્નામાં કૃષ્ણનું પાત્ર ભજવનાર અભિનેતા આજે છે ગ્લેમર જગતથી સદંતર દૂર

ક્રીષ્નને ભજવ્યા બાદ આ કામ કરી રહ્યા છે આ કલાકાર – છોડી દીધી રૂપેરી નગરી

રિ-ટેલિકાસ્ટ/ રામાનંદ સાગરના ‘શ્રી કૃષ્ણ’ વીસ વર્ષથી ફિલ્મી દુનિયાથી છે દૂર, દવે કરી રહ્યા છે આ કામ.

– હાલ કોરોના વાઈરસને કારણે પચ્ચીસ માર્ચથી દેશભરમાં લાગુ પડેલા લૉકડાઉનને કારણે લોકોના મનોરંજન માટે સરકારી ચેનલ દ્વારા અઠ્ઠાવીસ માર્ચથી એંસી-નેવું દાયકાની લોકપ્રિય બનેલી બે સિરિયલો, ‘મહાભારત’ અને ‘રામાયણ’ નું પ્રસારણ કરવામાં આવ્યું. આ લખાય છે ત્યાં સુધી બન્ને સિરિયલોએ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે.

image source

આ ટીઆરપીનો મહત્તમ લાભ લેવા માટે રામાયણ સિરિયલના નિર્માતાની નેવુંના દાયકાની અન્ય એક સફળ સિરિયલ “શ્રી કૃષ્ણ” ને પણ ટૂંક સમયમાં પ્રસારિત કરવાનો દૂરદર્શન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો આ શ્રી કૃષ્ણને અને તેના અભિનયને હજુ ભૂલ્યા નથી. લોકોમાં આજે પણ એ પ્રશ્ન ચર્ચાય રહ્યો છે કે શ્રી કૃષ્ણના પાત્રને ન્યાય આપનાર કલાકાર અત્યારે ક્યાં અને શું કરી રહ્યા છે.

આજે અમે તમને આ પ્રશ્નના જવાબ આપીશું.

– રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સિરિયલ શ્રી કૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોમાં આગવી ઓળખ અને અપાર ચાહના પામનાર સર્વદમન ડી. બેનર્જી આજે પણ દર્શકો ભૂલ્યા નથી.

image source

સર્વદમન ડી. બેનર્જીનો જન્મ ઉન્નાવ જીલ્લાના મગરવાડામાં ચૌદ માર્ય 1965 માં થયો હતો. શ્રી કૃષ્ણ સિરિયલે તેમને સ્ટાર બનાવી દીધા હતા. આ શો પછી તેઓ ‘અર્જૂન’ ‘જય ગંગા મૈયા’, ‘ઓમ નમ; સિવાય’ જેવી સિરિયલોમાં ભૂમિકા ભજવી હતી. તેઓ મોટેભાગે વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની જ ભૂમિકા જ ભજવતા હતા.

image source

કાનપુરથી અભ્યાસ પૂરો કર્યા બાદ સર્વદમને પુર્ણે ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાંથી ગ્રેજ્યુએશન પુરું કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં હિન્દી, બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જોકે તેમને ઓળખ શ્રી કૃષ્ણ સિરિયલથી જ મળી હતી.

image source

ભગવાન શ્રી કૃષ્ણની શાનદાર ભૂમિકા ભજવનાર સર્વદમન ડી. બેનર્જી હાલ ફિલ્મી દૂનિયાથી દૂર છે. હવે તે ઋષિકેશમાં પર્વતોની વચ્ચે પોતાનું એક મેડિટેશન સેન્ટર ચલાવી રહ્યા છે. જ્યાં લોકો પ્રકૃતિના સાનિધ્યમાં આનંદ માણી શકે છે. મેડિટેશન સેન્ટર ચલાવવાની સાથે તેઓ એક એનજીઓ ચલાવી રહ્યા છે. જેનું નામ ‘પંખ’ છે. આ એનજીઓ દ્વારા તેઓ બસોથી વધુ બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે અને ઉત્તરાખંડની પચાસ ગરીબ મહિલાઓને જીવનનિર્વાહ માટે તાલીમ આપી રહ્યા છે.

image source

એક ઈન્ટરવ્યૂમાં સર્વદમને જણાવ્યું હતું કે તેણે શા માટે મનોરંજન ઉદ્યોગથી અંતર બનાવી લીધું હતું. તેણે કહ્યું કે શ્રી કૃષ્ણ શો કરતી વખતે જ તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ 45-47 વર્ષ સુધી જ કામ કરશે. ગ્લેમરની દૂનિયામાં ગ્લેમર છે જ નહીં, એ તો માત્ર જોનાર માટે જ ગ્લેમર છે. તેમને કઈંક અલગ કરવાની ઈચ્છા હતી. બાળપણથી જ તેમનામાં આદ્યાત્મિક ઉર્જા હતી. પછી તેમને મેડિટેશનમાં આગળ વધવાની તક મળી અને છેલ્લા વીસ વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે.