કૃષ્ણના જીવનમાં આ પાંચ મંદિરોનું છે અનેરું સ્થાન, આ મંદિરો સાથે જોડાયેલા છે કૃષ્ણ જીવનના મહત્વના પડાવ

ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના પ્રેમ અને જ્ઞાનને કારણે સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. એમના ગીતામાં કહેવાયેલા જ્ઞાન અને રાધા સાથેના જીવાયેલા પ્રેમ સબંધનું શાસ્ત્રો તેમજ મનુષ્ય જીવનમાં એક વિશેષ સ્થાન છે. જો કે હાલમાં જ જન્માષ્ટમી એટલે કે કૃષ્ણના જન્મનો ઉત્સવ ગયો છે. ત્યારે આપને જણાવી દઈ કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમના દિવસે કૃષ્ણ જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. આખાય ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક મંદિરો છે પણ સંપૂર્ણ ભારતમાં ૫ એવા ખાસ મંદિર છે જેનું કૃષ્ણના જીવનમાં ઘણું વિશેષ મહત્વ છે. આજે અમે કૃષ્ણ જીવનના એવા જ અનેરા મહત્વ ધરાવતા મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

૧. મથુરા મંદિર – જ્યાં શ્રી કૃષ્ણની જન્મભૂમી છે

image source

આપણે બધા જાણીએ છીએ કે શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના મહારાજા કંસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મામાના જેલવાસમાં થયો હતો. આ પ્રાચીન મથુરા નગરી ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. આ સ્થળ પર વર્તમાન સમયે એક ભાગમાં મંદિર છે અને બીજા હિસ્સામાં મસ્જીદ બનેલી છે. સૌથી પહેલા ઈસ્વીસન ૧૦૧૭-૧૮ દરમિયાન મહમૂદ ગજનવીએ મથુરાના બધા જ મંદિરો તોડી પાડયા હતા. ત્યારથી જ આ ભૂમિ ભાગ પણ રામ જન્મભૂમી અયોધ્યાની જેમ જ વિવાદિત ગણાય છે. આ સ્થળ સાથે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જોડાયેલું છે. અહી જન્મ લઈને ગોકુળમાં ગયેલા કૃષ્ણ ફરી માતા પિતાને મુક્ત કરાવવા મથુરા આવ્યા અને ઘણો સમય અહી રહ્યા પણ હતા.

૨. ગોકુલ મંદિર – જ્યાં શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું

image source

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે મથુરામાં થયો પણ એમનું બાળપણ ગોકુળ, વૃંદાવન, નંદગામ અને બરસાનામાં વીત્યું હતું. જો કે હાલમાં પ્રાચીન સમયનું ગોકુલ એ મથુરાથી ૧૫ કિલોમીટર દુર આવેલું છે. યમુના નદીના આ કિનારે મથુરા છે અને સામેના કિનારે ગોકુલ છે. કહેવાય છે કે સંસારના સૌથી નટખટ બાળકે ત્યાં ૧૧ વર્ષ ૧ માસ અને ૨૨ દિવસ વિતાવ્યા હતા. જો કે વર્તમાન સમયે જે ગોકુલ છે એ ગોકુળને ઔરંગઝેબના સમયમાં શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથે વસાવ્યું હતું. ગોકુળથી આગળ ૨ કિલોમીટર દુર એક મહાવન આવેલું છે, જેને લોકો પૌરાણિક ગોકુલ કહે છે. અહી ચોર્યાસી થાંભલા વાળું મંદિર, નંદેશ્વર મહાદેવ, મથુરા નાથ, દ્વારિકા નાથ જેવા મંદિરો છે. જો કે સંપૂર્ણ ગોકુલ જ એક મંદિર સમાન છે.

૩. વૃંદાવન મંદિર – જ્યાં એમના પ્રેમની સુગંધ પ્રસરે છે

image source

વૃંદાવન સૌથી વધારે પ્રખ્યાત શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમ પ્રસંગોને લઈને છે. મથુરા નજીક વૃંદાવનમાં પણ રમણીય રેતી પર બાંકે બિહારી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલ છે. આ મંદિર પણ ભારતના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે. આ જગ્યા પર શ્રી કૃષ્ણ અને રાધા રાણીના રાસ અને પ્રેમના દ્રશ્યો ભજવાયા છે. આ સ્થળે બગવાન શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ એવું સ્કોન મંદિર છે. જેને ૧૯૭૫માં બનાવવામાં આવ્યું છે. આ મંદિરના દર્શન કરવા આવતા લોકોમાં હિંદુ હોય એવા વિદેશીઓની પણ સંખ્યા ઘણી જોવા મળે છે, આ જ વ્રજભૂમિ ક્ષેત્રમાં ગોવર્ધન પર્વત આવેલો છે જ્યાં શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા અનેક મંદિર છે.

૪. દ્વારિકા મંદિર – જ્યાંથી એમની કર્મ યાત્રાનો પ્રારંભ થયો

image source

આપણે બધા જાણીએ છીએ કે દ્વારિકા એ કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. પોતાના જીવનના બધા જ મોટા કર્યો એમણે દ્વારિકામાં રહ્યા એ સમય દમિયાન કર્યા હતા. દ્વારિકાને સ્વર્ગનું દ્વાર પણ ગણવામાં આવે છે. મથુરા છોડીને કૃષ્ણ જ્યારે નીકળ્યા ત્યારે એમણે દ્વારિકામાં પોતાની આ નગરી વસાવી હતી. આ સ્થળ કુશસ્થળી તરીકે જાણીતું હતું જે ગુજરાતના સમુદ્ર તટ પર વસેલું હતું. હાલમાં ગુજરાતમાં દ્વારિકા તો છે પણ બે દ્વારિકા છે, જેમાં એક બેટ દ્વારિકા અને બીજી ગોમતી દ્વારિકા. આ બંને મંદિરોમાં ગોમતી દ્વારિકા એ ધામ છે, જયારે બેટ દ્વારકા પૂરી છે. દ્વારકા જમીન માર્ગે જઈ શકાય છે પણ બેટ દ્વારકા જવા માટે સમુદ્ર માર્ગથી જવું પડે છે. જો કે દ્વારિકા સિવાય જો તમારે રણછોડરાય શ્રી કૃષ્ણના દર્શન કરવા છે તો તમે કૃષ્ણના ધામ ડાકોર પણ જઈ શકો છો.

૫. ભાલકા તીર્થ – કૃષ્ણના નિર્વાણનું સ્થળ જ્યાં એમને વિદાય લીધી

image source

શ્રી કૃષ્ણનું નિર્વાણ સ્થળ એટલે કે સોમનાથ જ્યોતિર્લીંગ નજીકમાં પ્રભાસ પાટણ તરીકે જાણીતું એક સ્થળ આવેલું છે. આ એ સ્થળ છે જ્યાં યદુવંશી એકબીજા સામે લડીને મરી ગયા હતા. આ જ સ્થળે યદુવંશનો વિનાશ થયો હતો. અહીના જ એક સ્થળે કૃષ્ણે એક વૃક્ષ નીચે બેસીને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. અહી સુતેલા શ્રી કૃષ્ણને એક કિરાતે અંગુઠામાં તીર માર્યું હતું, જેના માધ્યમથી એમણે પોતાનો દેહ છોડ્યો હતો. આ પ્રભાસ ક્ષેત્ર હાલમાં કાઠીયાવાડના સમુદ્ર ઇનારે આવેલ વેરાવળ બંદરગાહના વર્તમાન ક્ષેત્રનું પ્રાચીન નામ છે. આ એક વિશેષ સ્થળ છે. આ સ્થળે નિર્વાણ સ્થળ તીર્થ નગર છે. જેના પૂર્વમાં હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીના સંગમ પર બનાવવામાં અઆવ્યો છે. આ સ્થળને પ્રાચી ત્રિવેણી સંગમ કહેવાય છે તેમજ એને ભાલકા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span