ભગવાન કુબેરને ખુશ રાખવા માંગો છો તો આ ઉપાય તમારી માટે જ છે…

ભારતની માન્યતા પ્રમાણે ભગવાન કુબેરને સમૃદ્ધીનો રાજા માનવામાં આવે છે. જો તમે ભગવાનને ખુશ રાખશો તો એ પણ તમે ખુશ રાખશે જ.

૧. ઘરનું આંગણું

image source

કોઈ પણ મહેમાન ઘરના આંગણામાં થઈને જ અંદર આવે છે એમ રૂપિયા પણ ત્યાંથી જ આવશે. આથી ઘરના પ્રવેશદ્વાર તેમજ આંગણાને સુશોભિત રાખો. ઘરમાં રૂપિયા દરવાજામાંથી આવશે . ઘરના દરવાજા પાસે તમે વિન્ડ ચાઈમ અથવા બેલ લગાડી શકો છો જેના સુંદર અવાજથી રૂપિયા ખેંચાઈ આવે. અથવા દરવાજાની ઉપર તમે સુંદર બલ્બ મૂકી શકો જે ચમકતો હોય.

૨. કલર

image source

લાલ, જાંબલી અને લીલો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રૂપિયા લાવનાર કલર કહેવાય છે. આવા કલરને ઘરના અંદરના ભાગમાં જેમ કે દીવાલ, કેબીનેટ, ફર્નીચર તેમજ ડિઝાઈનમાં સામેલ કરો.

૩. સોનાનો વરખ

image source

સોનું એ સુખ અને સમૃદ્ધીની નિશાની છે. આથી જો તમે સુખી થવા માંગો છો તો ઘરની અંદરના ભાગમાં આ કલરની વસ્તુઓને સામેલ કરો.

૪. ચોખ્ખું રસોડું

image source

રસોડું તમારા આખા ઘરનું પાવરહાઉસ છે જેમાંથી બધાને ઉર્જા મળે છે. એકદમ વ્યવસ્થિતરીતે ગોઠવેલું તેમજ ચોખ્ખું રસોડું ઘરની સમૃદ્ધી વધારે છે. ધનના દેવતા કુબેરને ખુશ રાખવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે રૂપિયા કમાવવા તેમજ બચાવવા ખુબ જ મહેનત કરી રહ્યા છો, તો ઘરને અચૂકપણે ચોખ્ખું રાખો.

૫. ઘરની ઘડિયાળ

image source

જો તમે જે ઘરમાં રહો છો ત્યાં કોઈ ઘડિયાળ બંધ અવસ્થામાં પડી રહી છે તો તેને વહેલામાં વહેલી તકે બદલી નાખો. કારણ કે વસ્તુ શાસ્ત્ર પ્રમાણે બંધ ઘડિયાળ તમારો સમય ધીમો પાડી શકે છે તેમજ બીજા બધા કરતા તમને પાછળ ધકેલી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.