દિવસ છે ખૂબ નજીક, કર્ક રાશિમાં સૂર્ય કરશે આ તારીખે પ્રવેશ, જાણી લો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

જુલાઈ માસમાં 12 તારીખે બુધ ગ્રહ મિથુન રાશિમાં માર્ગી થયો છે અને કર્ક રાશિમાં પ્રવેશ કરી ગયો છે. આ સ્થિતિમાં બુધ ગ્રહ આગામી ૨ ઓગસ્ટ સુધી રહેશે. બુધ ગ્રહના ગોચરનું ખૂબ મહત્વ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવાયું છે. આ ગોચર મહત્વનું હોવાથી સ્વાભાવિક છે કે બાર રાશિ પર તેની અસર પણ ખાસી એવી જોવા મળશે.

આ ઉપરાંત 15 જુલાઈથી સૂર્ય પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ સર્જાશે આ યોગનો પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ મહત્વ છે.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બુધ ગ્રહ મંગળ, રાહુ કેતુ કે શનિ સાથે હોય ત્યારે તે અશુભ ફળ આપે છે. પરંતુ જ્યારે કોઈ રાશિમાં બુધ ગ્રહ ચંદ્ર, ગુરુ, શુક્ર સાથે હોય ત્યારે શુભ ફળ આપે છે.

બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિ પ્રદાન કરનાર ગ્રહ છે તો સૂર્ય માન-સન્માન અને પદ પ્રતિષ્ઠા વધારનાર ગ્રહ છે. 15 જુલાઈથી આ બંને ગ્રહ સાથે એક જ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.

હવે જ્યારે 15 તારીખથી બુધ અને સૂર્ય એક રાશિમાં હશે અને બુધ આદિત્ય યોગ સર્જાશે ત્યારે 12 રાશિઓ પર કેવી અસર થશે તે પણ જાણી લઈએ.

મેષ- કામમાં આવતા વિઘ્નો દૂર થશે અટકેલા કાર્યો હશે તો તે પૂર્ણ થશે

વૃષભ- તમારી વાણી પર સંયમ રાખો કુટુંબના કોઈ સભ્ય તરફથી લાભ મળશે

મિથુન – આ સમય દરમ્યાન માન સન્માનમાં વધારો થશે દરેક ક્ષેત્રે લાભદાયક સમય

કર્ક – નોકરી સંબંધી પ્રશ્નો ઉભા થઇ શકે છે ધીરજ રાખવી

સિંહ – આર્થિક લાભ થશે ૨ ઓગસ્ટ સુધી અત્યંત શુભ સમય

કન્યા – ધંધાકીય કામ માટે સારો સમય પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે

તુલા – વડીલોની સલાહ માણસો તો ભાગ્ય વૃદ્ધિ થશે

વૃશ્ચિક – શત્રુથી સાવધાન રહો, આળસનો ત્યાગ કરવો

ધન – દાંપત્યજીવનમાં મધુરતા રહેશે ઉપરી અધિકારીથી લાભ થશે

મકર – નોકરીમાં સમસ્યા હશે તો તેનો રસ્તો નીકળશે કાર્યમાં સફળ થશો

કુંભ – સંતાન તરફથી ઉદ્ભવેલી ચિંતા દૂર થશે પ્રેમ સંબંધમાં વિવાદ થાય

મીન – અણધાર્યા ખર્ચ થી બચવું સ્ત્રીઓ માટે શુભ સમય

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span