ત્રણ રાજ્યની પોલીસ જેને ન પકડી શકી તે ગેંગસ્ટાર વિકાસ દુબેને આ લેડી સિંઘમે પકડી પાડ્યો

ઉજ્જૈનમાં વિકાસ દૂબેને પકડનાર લેડી સિંઘમ – જાણો કેવી રીતે તેણીએ આ શાતિર ગેંગ્સ્ટરને પકડ્યો

આજે વહેલી સવારે વિકાસ દૂબે પોલીસની પકડમાંથી ભાગી જવાના પ્રયાસમાં માર્યો ગયો છે. તેના આ એન્કાઉન્ટર પાછળ લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો કરી રહ્યા છે. પણ અહીં આપણે તેના એન્કાઉન્ટરની વાત નથી કરી રહ્યા પણ તે ઉજ્જૈનમાં જે રીતે પકડાયો તેની વાત કરવા જઈ રહ્યા છીએ.

image source

મધ્ય પ્રદેશના ઉજૈનમાં આવેલા પ્રખ્યાત જ્યોતિર્લિંગ એવા મહાકાલના મંદીરમાંથી વિકાસ દૂબેની ધરપકડ મહાકાલ મંદિરની સુરક્ષા અધિકારી રૂબી યાદવે કરી હતી. જો કે આ વિષે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેણે સરન્ડર કરી લીધું હતું. પણ રૂબી યાદવ આ વિષે ખુલાસો કરતા જણાવે છે કે. તેણી મંદિરના રાઉન્ડ પર સવારના 7.15ના સમયે નીકળી હતી ત્યારે તેણીને જાણકારી મળી કે અહીંના એક ફૂલવાળાને વિકાસ દૂબે જેવો એક વ્યક્તિ જોવા મળ્યો છે.

image source

ફૂલવાળાએ આ માહિતી પહોંચાડવા માટે રૂબી યાદવની ટીમને ફોન કર્યો હતો અને તેણે પોતાની ટીમને જણાવી દીધું કે જ્યાં સુધી તે વિકાસ દૂબે છે કે નહીં તેની ખાતરી ન થાય ત્યાં સુધી તેને પકડવામાં ન આવે. તે એક ગૂનેગાર હતો અને બહાર ફરી રહ્યો હતો તે કોઈના પણ માટે જોખમ બની શકે તેમ હતો. છેવટે તે નજરમાં આવતા રૂબી યાદવની ટીમ તેની પાછળ ગઈ. વિકાસે રૂપિયા 250ની ટીકીટ લીધી હતી અને તેણે શંખ દ્વારથી મંદીરમાં પ્રવેશ કર્યો હતો. બસ ત્યાં સુધી તેણીની ટીમે તેના પર એકધારી નજર રાખી હતી.

image source

છેવટે રૂબી યાદવે સિક્યોરિટિ ગાર્ડને વિકાસ દૂબેનો ફોટો મોકલવા કહ્યું જ્યારે તેમની પાસે તેનો ફોટો આવ્યો ત્યારે તેને તે બન્ને ફોટોમાં અસમાનતા જોવા મળી. તેના વાળ જીણા કાપેલા હતા. તેમ છતાં તેમણે તેમની ટીમને તેના પર એકધારી નજર રાખવા જણાવ્યું હતું. છેવટે ખાતરી કરવા માટે તેણીએ ગુગલ પર વિકાસ દૂબેનો વોન્ટેડ ફોટો જોયો તો તેના માથા પર ઇજાનું એક નિશાન તેણીને તે તસ્વીરમાં જોવા મળ્યું. અને ગાર્ડે જે તસ્વીર તેણીને મોકલી હતી તેને તેણીએ ઝૂમ કરીને જોઈ તો તેના માથા પર પણ તેવું જ ઇજાનું એક નિશાન તેણીને જોવા મળ્યું. આમ હવે એ પાક્કું થઈ ગયું હતું કે તે વિકાસ દૂબે જ હતો જોકે સાવચેતીના ધોરણ રુપે તેણીએ આ વાત પોતાની ટિમ સાથે શેર નહોતી કરી કારણ કે તે કોઈને પણ ગભરાવા દેવા નહોતા માગતા.

image source

તેણીએ તે વિકાસ દૂબે જ છે તેવી ખાતરી થતાં પોતાના એસપીને તેની ખબર આપી. ત્યાર બાદ તેમના સુરક્ષા ગાર્ડને કહેવામાં આવ્યું કે તેને લાડુના કાઉન્ટર પર બેસાડવામાં આવે અને તેને તે વાતની શંકા ન થવી જોઈએ કે તેના પર તેઓ નજર રાખી રહ્યા હતા. તેની પાસેથી તેનું આઈડી કાર્ડ માગવામાં આવ્યું. જ્યારે તેનું નામ પુછવામાં આવ્યું તો તેણે ખોટું નામ શુભમ જણાવ્યું. અને ખિસ્સામાંથી એક આઇડી કાર્ડ પણ બતાવ્યું. જેના પર તેનું નામ નવીન પાલ હતું. આમ તેનું આ આઈડી કાર્ડ નકલી હતું.
છેવટે કબુલી લીધું કે તે વિકાસ દૂબે જ છે

image source

રૂબી યાદવે જણાવ્યું કે વિકાસ દૂબેએ મંદીરમાં જ કબૂલી લીધું હતું કે તે કાનપુરવાળો વિકાસ દૂબે જ છે. જો કે તે પહેલાં તેમના એક ગાર્ડ સાથે તેનો ઝઘડો પણ થયો હતો. તેણે તે ગાર્ડના યુનિફોર્મ પરની નેમપ્લેટ ઉખાડી નાખી હતી અને ગાર્ડની કાંડા ઘડિયાળ પણ તોડી નાખી હતી. પણ છેવટે વધારે મોડું કર્યા વગર તેની ધરપકડ કરી લેવામાં આવી. અને ગઈ કાલે સાંજે તેને ઉત્તર પ્રદેશ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આજે સવારે કાનપુર નજીક પહોંચતા જ વિકાસ દૂબેને લઈ જતી પોલીસના કાંફલાને અકસ્માત નડતાં એક પોલીસવાન પલટી ખાઈ ગઈ હતી. અને ત્યાર બાદ વિકાસ દૂબેએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને છેવટે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.