મહિલા કોન્સ્ટેબલે પરિણીત યુવક સાથે ચાલતું હતું ચક્કર, જ્યારે પોલ ખુલી તો આ ચોંકાવાનારી વિગતો આવી સામે

ક્વોરન્ટાઈન થવાનું હતું, મહિલા કોન્સ્ટેબલે બોયફ્રેન્ડને પતિ બતાવીને સાથે રાખી લીધો! ખુલી પોલ

મહિલા કોન્સ્ટેબલ બોયફ્રેન્ડને ક્વોરન્ટાઈમાં લઈ ગઈ

મહારાષ્ટ્રના નાગપુરમાં રસપ્રદ ઘટના બની હતી. અહીં એક મહિલા કોન્સ્ટેબલે પોતાના પ્રેમીને પતિ ગણાવ્યો, જેથી તેની સાથે ક્વૉરન્ટીનમાં રહી શકે. વાસ્તવમાં આ ઘટના બજાજ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે. એક મહિલા કોન્સ્ટેબલના સ્ટાફના એક કર્મચારીને કોરોના થવાને કારણે મહિલાને પણ ક્વૉરન્ટીન સેન્ટર પર મોકલવામાં આવી. મહિલા કોન્સ્ટેબલે ક્વૉરન્ટીન સેન્ટરમાં જણાવ્યું કે, તેનો પતિ પોસ્ટલ વિભાગમાં કામ કરે છે તેને પણ ક્વૉરન્ટીન કરવાની જરૂર છે.

River y Boca se enfrentan por primera vez en Final de Libertadores
image source

બંનેને પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં સાથે રખાયા

image source

મહિલા કોન્સ્ટેબલ બોયફ્રેન્ડને ક્વોરન્ટાઈમાં લઈ ગઈ. નાગપુરમાં એક મહિલા કોન્સ્ટેબલને કોરોનાની શંકાથી ક્વોરન્ટાઈન કરવામાં આવી. મહિલાએ કહ્યું કે, તેના ‘પતિ’ને પણ તેની સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવે. તેની વાત માનીને પતિને પણ સાથે રાખવામાં આવ્યો. બાદમાં ખબર પડી કે મહિલા કોન્સ્ટેબલના તો લગ્ન જ નથી થયા. તે વ્યક્તિ મહિલાનો બોયફ્રેન્ડ હતો. જોકે ક્વોરન્ટાઈન કરાયેલો વ્યક્તિ પહેલાથી જ પરિણીત હતો.

યુવકની પત્ની પહોંચતા ફૂટ્યો ભાંડો

image soucre

તેની પત્નીને ક્વોરન્ટાઈન વિશે જાણકારી નહોતી. ત્રણ દિવસથી તે પતિના ઘરે ન આવવાથી પરેશાન હતી. પત્નીને આ વિશે જાણકારી થઈ તો તે ક્વોરન્ટાઈન સેન્ટરમાં પહોંચી ગઈ. પરંતુ ગાર્ડે તેને બહાર જ અટકાવી દીધી. પત્નીએ બાદમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ મામલામાં તપાસના આદેશ આપી દેવાયા છે. પીટીઆઈના રિપોર્ટ અનુસાર, મહિલા પોતાના પતિના સ્થાને પ્રેમી સાથે ક્વૉરન્ટીન થઈ. પ્રેમી પરિણીત હતો અને તે 3 દિવસ સુધી પોતાના ઘરે ના આવતા તેની પત્નીને આ અંગે જાણ થઈ. મહિલા કોન્સ્ટેબલના પ્રેમીની પત્ની જ્યારે ક્વૉરન્ટીન સેન્ટર પર પહોંચી તો તેને અંદર જવાની મંજૂરી ના મળી.

મામલાની કરાઈ રહી છે તપાસ

image source

અંતે પત્ની બજાજ નગર પોલીસ સ્ટેશનમાં પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે પછી પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. આ કેસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા કોન્સ્ટેબલ અપરિણીત છે અને તેના સ્ટાફના એક સાથીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે પછી મહિલા કોન્સ્ટેબલને ક્વૉરન્ટીનમાં જવાનું હતું, આ દરમિયાન તેણે પોતાની સાથે બીજી વ્યક્તિ (પ્રેમી)ને પણ ક્વૉરન્ટીન કરાવ્યો.

અધિકારીએ કહ્યું કે, આ મામલે પછીથી જાણ થઈ કે જે વ્યક્તિને મહિલા કોન્સ્ટેબલ પોતાનો પતિ ગણાવતી હતી તે વાસ્તવમાં તેનો પ્રેમી છે. જે ટપાલ વિભાગમાં કામ કરે છે. મહિલા કોન્સ્ટેબલની પોલ ખુલતા બંનેને અલગ કરવામાં આવ્યા છે. તેના પ્રેમીને હવે અન્ય ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, મહિલા કોન્સ્ટેબલ અને તેના પ્રેમી વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરમાં મુલાકાત થઈ હતી, ત્યારથી જ આ બંને સંપર્કમાં હતા અને તેમનું અફેર ચાલી રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span