લગ્નજીવન ખરાબ કરી શકે છે તમારી આ આદતો, મહિલા મિત્રો ખાસ વાંચે…

મહિલાઓની આ ખરાબ આદતોના કારણે તેમનું લગ્નજીવન ખરાબ થઈ શકે છે

એવું કહેવામાં આવે છે,કે જો સ્ત્રી ઈચ્છે તો એનું ઘર સ્વર્ગ બનાવી શકે છે,અને જો ન ઈચ્છે તો તેનું ઘર નર્ક બનાવે છે.લગ્ન પછી પતિનું જીવન તેની પત્ની પર આધારિત હોય છે.હકીકત તો એ જ છે,કે લગ્નજીવનમાં નાની-મોટી સમસ્યા તો આવતી જ હોય,ઘણીવાર સ્ત્રીની ભૂલ હોય છે અને ઘણીવાર પુરુષની ભૂલ હોય છે,પણ લગ્નજીવનની દોરી વધુ પડતી સ્ત્રીના જ હાથમાં હોય છે.કારણ કે પુરુષ ઘરના નથી હોતો સ્ત્રી આખો દિવસ ઘરમાં રહીને ઘર સાંભળે છે અથવા તો ઘરને બગાડે છે.

ઘણીવાર સ્ત્રીઓ એમની અપેક્ષા અને જીદના કારણે પોતાનું લગ્નજીવન પૂરું કરી દેવા પર ઉતરી જાય છે,તેઓ તેમની જીદ પાસે એટલું પણ નથી વિચારી શક્તિ કે આ જીદ તેમના અને તેમના પતિના જીવનને ખરાબ કરી દેશે.જેમ પાંચ આંગળીઓ સરખી નથી હોતી,તેમ જ બધા લોકો સરખા નથી હોતા.અહીંયા અમે સ્ત્રીને ટાર્ગેટ બનાવીને વાત નથી કરતા,આ લેખ દ્વારા અમે માત્ર એટલું જ જણાવવા માંગીએ છે,કે જો તમારામાં પણ આ આદતો છે,તો એને ફટાફટ જ તમારા જીવનમાંથી દૂર કરી દેજો.બાકી આ તમારા લગ્નજીવન પર ભારે પડી શકે છે.

અસ્વાભાવિક અપેક્ષા

image source

લગ્ન પછી પત્નીઓ પોતાના પતિ પાસે ઘણી અપેક્ષાઓ રાખતી હોય છે,પણ તે અપેક્ષાઓમાં ઘણી એવી હોય છે,જે બિલકુલ અયોગ્ય હોય છે.તેથી આ આદતને તમારા જીવનમાંથી દૂર કરો.તમારી આ ભૂલ તમારા અને તમારા પતિ વચ્ચેના ઝગડાનું કારણ બની શકે છે.

કોઈપણ વ્યક્તિ પરિપૂર્ણ હોતો નથી,આ વાત તમારે સમજવાની જરૂર છે.વારંવાર તમારા પતિને એવું ના કહ્યા કરો કે તમારી આ ભૂલ છે અથવા તો તમને કઈ જ ખબર નથી પડતી.કારણ કે બધા લોકોની એક હદ હોય છે જયારે પણ તમારા પતિની આ હદ પુરી થશે,તો તમારા અને તમારા પતિના જીવનમાં બધું ખરાબ થઈ શકે છે.

image source

જો તમને તમારા પતિ સાથે કોઈ તકલીફ છે,તો તમારે તેમની સાથે ઝગડ્યા વગર બેઠીને ચર્ચા કરવી જોઈએ અને તે તકલીફનું નિવારણ લાવવું જોઈએ. હંમેશા એવી અપેક્ષા રાખવી કે મારો પતિ જ મને ખુશ રાખે,તો તે એક મૂર્ખતા છે.કારણ કે ખુશી તમારામાં હોવી જરૂરી છે.જો તમે પોઝિટિવ વિચારસો તો તમારા પતિ તમારા માટે કઈ જ નહીં કરે તો પણ તમે ખુશ રેહશો અને જો તમારી વિચારસરણી નેગેટિવ હશે તો તમારા પતિ તમારા માટે ગમે તેટલું કરશે તો પણ તમે દુઃખી જ રેહશો.તેથી પેહલા તમે તમારા જીવનમાં થોડો બદલાવ કરો.

નકારાત્મક ટિપ્પણી કરવી

વારંવાર નકારાત્મક ટિપ્પણી કરવી અથવા તો માણસો વચ્ચે તમારા પતિનું અપમાન કરવું એ પણ તમારું લગ્નજીવન ખરાબ કરી શકે છે.જો તમે જ તમારા પતિનું અપમાન અથવા તો એમની મજાક કરશો તો દુનિયા પણ તમારા પતિ સાથે આવું જ વર્તન કરશે.તેથી હંમેશા તમારા પતિને માન આપો.આવું કરવાથી તેમના મનમાં પણ તમારા માટે માન રહેશે અને તમારો સબંધ સારો રહેશે.

image source

જો તમારા મનમાં તમારા પતિ માટે કોઈ નકારાત્મક વિચાર છે,તો તેને મનમાં ન રાખો.સીધું જ તમારા પતિને કહો અને સાથે-મળીને તે સમસ્યાને સુધારો.આ રીત તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે.કારણ કે મનમાં રાખવાથી તમારા માટે એમના મનમાં અને એમના માટે તમારા મનમાં નફરત સિવાય બીજું કઈ જ નહીં રહે,તેથી હંમેશા તમારા પતિ સાથે હસી-ખુશીથી રહો.જેથી તેઓને પણ વિશ્વાસ આવે કે તેઓને ખુબ જ શ્રેષ્ઠ પત્ની મળી છે.

પતિ સાથે શારીરિક સબંધ ન રાખવો

image source

ઘણીવાર,સ્ત્રીઓ થાકેલી હોય છે અને તેમના પતિ સાથે સબંધ બાંધવાની ના પડે છે અથવા તો મન વગર સબંધ બાંધે છે,તો તમારું આ વર્તન તમારા પતિના દિલને ખુબ જ દુઃખ પોંહચાડે છે.તેઓની ઈચ્છા પુરી ન થવાના કારણે તેઓ બીજો રસ્તો શોધવા લાગે છે અને આવી રીતે તમારો અને તમારા પતિનો સબંધ પૂરો થઈ શકે છે.

જયારે પત્ની તેના પતિની ઈચ્છા પુરી નથી કરતી ત્યારે પતિના મનમાં એવા વિચારો આવવા લાગે છે,કે તમને એમના માટે પ્રેમ નથી અને આ કારણે તમારું લગ્નજીવન ખરાબ થઈ શકે છે.

તમારા પતિથી ખુશ ન રેહવું

image source

જો પત્ની દરેક સમયે એવું દેખાડવા લાગે,કે તેઓ તેના પતિથી ખુશ નથી અથવા તો તે આ લગ્નજીવનથી ખુશ નથી,તો તે તમારા લગ્નજીવનના અંતનું કારણ બની શકે છે.કારણ કે પત્ની તેમનો બધો ગુસ્સો તેમના પતિ પર જ ઉતારી દે છે,તેથી પતિને પણ એવું લાગે છે કે મારી પત્ની મારી સાથે ખુશ નથી અને તે પણ તમારા લગ્નને એક બોજ સમજવા માંડે છે,જેની તમારા લગ્નજીવન પર ખુબ ખરાબ અસર પડી શકે છે.

Source-dailyhunt.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.