કોઇપણ વ્યક્તિના લગ્નમાં સામેલ થવા માટે ૧.૫ કરોડ રૂપિયા ફી તરીકે લે છે આ અભિનેત્રી

કોઇપણ વ્યક્તિના લગ્નમાં સામેલ થવા માટે ૧.૫ કરોડ રૂપિયા ફી તરીકે લે છે આ અભિનેત્રી

આજે અમે આપને બોલીવુડની એક એવી એક્ટ્રેસ વિષે જણાવીશું જે કોઇપણ લગ્નમાં સામેલ થવા માટે ૧.૫ કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. તે ચાલો જાણીએ.

કોઇપણ લગ્નમાં સામેલ થવા માટે ૧.૫ કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે આ અભિનેત્રી.:

અમે જે અભિનેત્રી વિષે વાત કરી રહ્યા છીએ તે અભિનેત્રી અન્ય કોઈ નહી બોલીવુડની ટોપ અભિનેત્રી કરીના કપૂર ખાન છે. કરીના કપૂર ખાને બોલીવુડની દુનિયામાં ખુબ નામના મેળવી છે. આજના સમયમાં કરીના કપૂર ખાનની ફિલ્મો કરીના કપૂર ખાનના નામથી જ સુપર હીટ થઈ જાય છે. આપને જણાવી દઈએ કે, કરીના કપૂર ખાન ફક્ત ફિલ્મોથી જ કમાણી કરે છે એવું નથી બીજા ઘણા પ્રકારથી પણ પોતાની કમાણી કરે છે.

image source

કરીના કપૂર ખાન કોઇપણ પાર્ટીમાં સામેલ થવા માટે ૬૦ લાખ રૂપિયાની ફી ચાર્જ કરે છે, જયારે લગ્નમાં સામેલ થવા માટે કરીના કપૂર ખાન ૧.૫ કરોડ ફી ચાર્જ કરે છે. એટલું જ નહી જયારે કરીના કપૂર ખાનને કોઈ જગ્યાના ઉદઘાટન માટે બોલાવવામાં આવે છે તો ત્યારે કરીના કપૂર ખાન ૩૦ લાખ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે. કરીના કપૂર ખાન જ નહી બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેઓ કોઇપણ ફંકશનમાં સામેલ થવા માટે કરોડો રૂપિયા ફી ચાર્જ લે છે.

કરીના કપૂર ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર ખાનની આવનાર ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’. ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં કરીના કપૂર ખાનની સાથે ઈરફાન ખાન જોવા મળી શકે છે. ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’નું ડાયરેકશન હોમી અદ્જાનીયા દ્વારા કરવામાં આવ્યું છે.

image source

ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ ૨૦ માર્ચ, ૨૦૨૦ના રોજ થીયેટરમાં રીલીઝ થવાની હતી પરંતુ હાલ દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ અનિશ્ચિત સમયગાળા માટે ફિલ્મ રીલીઝ ટાળી દેવામાં આવી છે.