શું તમેે આ હાઇવે પર એકલા જવાનુ વિચારી રહ્યા છો? તો પહેલા વાંચી લો આ આર્ટિકલ
અહીં જેન્તીલાલ ડોટ કોમ પર આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના લોકો ઉત્તરી ધ્રુવ વિશે તો જાણતા જ હશે કે તે પૃથ્વીનું સૌથી દુરનું ઉત્તરી બિંદુ છે. વળી આ નોર્વેનો અંતિમ છેડો પણ છે અને અહીંથી આગળ જતો રસ્તો દુનિયાનો સૌથી છેલ્લો રસ્તો ગણાય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આ દુનિયાના સૌથી છેલ્લા રસ્તા વિશે જાણીએ.

પૃથ્વીનાં અંતિમ છેડા અને નોર્વે દેશ સાથે જોડાયેલા આ રસ્તાનું નામ છે E-69. અસલમાં E-69 એક હાઇવે છે જે લગભગ 14 કિલોમીટર લાંબો છે. આ હાઇવે પર એવા અનેક સ્થાનો છે જ્યાં એકલું પગપાળા ચાલવું કે વાહન લઈને ચાલવું પ્રતિબંધિત છે. હા એક સાથે અનેક લોકો હોય તો આ હાઇવે પર પસાર થઈ શકાય છે. તેના પાછળનું એક કારણ અહીં બરફનો વરસાદ છે. બરફવર્ષાને કારણે આ હાઇવે પર જાણે સફેદ જાડી ચાદર ઢાંકી દેવામાં આવી હોય તેવો ઘાટ સર્જાય છે અને રસ્તે ચાલનારા માટે રસ્તો ભૂલી જઈ ભટકી જવાનો ભય પણ રહે છે.

વળી, આ વિસ્તાર ઉત્તરી ધ્રુવનો નજીકનો વિસ્તાર હોવાથી શિયાળામાં રાત્રીઓ લાંબી હોય છે અને સુરજ પણ નહિવત જેવો જ ઉગે છે. ક્યારેક તો અહીં સતત છ મહિના સુધી સૂરજના દર્શન દુર્લભ થઈ જાય છે. શિયાળામાં તાપમાન માઇનસ 43 ડીગ્રીથી લઈને માઇનસ 26 ડીગ્રી સેલ્શિયસ વચ્ચે રહે છે. જ્યારે ઉનાળામાં તાપમાન શૂન્ય ડીગ્રી આસપાસ રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આટલી કડાકાબંધ ઠંડી પડવા છતાં અહીં લોકો રહે છે. પહેલા આ વિસ્તારમાં ફક્ત માછલીઓનો જ વેપાર થતો પરંતુ 1930 બાદ ધીમે ધીમે વિકાસ થતો ગયો અને ચાર વર્ષ પછી એટલે કે 1934 માં અહીંના સ્થાનિક રહેવાસીઓએ એવો નિર્ણય કર્યો કે આ વિસ્તારમાં આવનારા પર્યટકોને સહયોગ આપી પ્રયત્ન ઉદ્યોગ પણ વિકસાવવો જોઈએ જેથી કમાણીનો એક સ્ત્રોત ઉભો કરી શકાય.

હાલ દુનિયાભરમાંથી પર્યટકો ઉત્તરી ધ્રુવ ખાતે ફરવા આવે છે અને અહીં તેમને બાકી દુનિયાથી સાવ અલગ જ અનુભવ થાય છે. ખાસ કરીને ડૂબતા સૂરજનું રમણીય દ્રશ્ય અને પોલર લાઈટસ ખાસ આકર્ષણ છે. સ્થાનિક લોકો પોલર લાઇટ્સને ઓરોરા નામથી પણ ઓળખે છે. જ્યારે આકાશમાં ઘોર અંધારું છવાઈ જાય ત્યારે આ લાઇટ્સનો લીલો અને ગુલાબી પ્રકાશ જોવો એક અદભુત લ્હાવો છે.
source: amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.