ખૂબ જ સંઘર્ષ ભરેલું રહ્યું છે લતા મંગેશકરનું બાળપણ, જાણો કેમ નથી કર્યા લગ્ન અને આજ દિન સુધી ફરે છે કુંવારા

સ્વર કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બરે થયો હતો. હાલ લતા મંગેશકરનું જીવન સુખ સગવડ ભરેલું છે. જો કે બાળપણમાં એમને ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે. જ્યારે એ 13 વર્ષના હતા ત્યારે હૃદય રોગનો હુમલો થતા એમના પિતા ગુજરી ગયા હતા. લતાના પિતાના મિત્ર માસ્ટર વિનાયક એમને ગીત અને અભિનયની દુનિયામાં લઈ આવ્યા. વર્ષ 1942માં લતાએ એક મરાઠી ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. પાછલા સાત દાયકાથી પણ વધુ સમયથી એ સતત પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તો ચાલો આજે જાણીએ એમના વિશેના કેટલાક રસપ્રદ કિસ્સાઓ.

કિશોર કુમાર સાથે મુલાકાત.

image source

લતા મંગેશકર અને કિશોર કુમારે એકસાથે અનેક ગીતો ગાયા છે. જો કે લતા મંગેશકર અને કિશોર કુમારની પહેલી મુલાકાત ખૂબ જ અજીબ હતી. 40ના દાયકામાં લતા મંગેશકરે ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું હતું. ત્યારે એ લોકલ ટ્રેન પકડીને સ્ટુડિયો પહોંચતા હતા રસ્તામાં એમને કિશોર કુમાર મળતા હતા. પણ ત્યારે બન્ને એકબીજાને ઓળખતા નહોતા. લતાને કિશોર કુમારની હરકતો ઘણી જ અજીબ લાગતી હતી. એ સમયે એ ખેમચંદ પ્રકાશની એક ફિલ્મમાં ગીત ગાઈ રહ્યા હતા. એક દિવસ કિશોર કુમાર એમની પાછળ પાછળ સ્ટુડિયો પહોંચી ગયા. ત્યારે લતાએ ખેમચંદને ફરિયાદ કરી. ખેમચંદે એમને જણાવ્યું કે આ તો અશોક કુમારનો નાનો ભાઈ કિશોર છે. પછી ખેમચંદે બન્નેની મુલાકાત કરાવી.

લતાએ કેમ નથી કર્યા લગ્ન.

image source

પિતાના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી લતા મંગેશકર પર આવી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું કે ઘરના બધા સભ્યોની જવાબદારી મારા પર હતી. એવામાં ઘણી વાર લગ્નનો વિચાર આવે તો પણ એના પર અમલ નહોતી કરી શકતી. ખૂબ જ નાની ઉંમરમાં જ હું કામ કરવા લાગી હતી. વિચાર્યું હતું કે પહેલા બધા નાના ભાઈ બહેનને સેટલ કરી દઉં. પછી બહેનનાં લગ્ન થઈ ગયા. બાળકો થઈ ગયા. તો એમને સંભાળવાની જવાબદારી આવી ગઈ. એવી રીતે સમય પસાર થતો ગયો.”

મોહમ્મદ રફી સાથે સાથે ઝગડો.

image source

60ના દાયકામાં લતા મંગેશકર, મુકેશ અને તલત મહમૂદે રોયલ્ટી લેવા માટે એક એસોસિએશન બનાવ્યું હતું. એમને રેકોર્ડિંગ કંપની એચએમવી અને પ્રોડ્યુસર્સ પાસે માંગણી કરી કે ગાયકોને ગીતો માટે રોયલ્ટી મળવી જોઈએ પણ એની કોઈ સુનવણી ન થઈ.ત્યારે કેટલાક નિર્માતાઓ અને રેકોર્ડિંગ કંપનીએ મોહમ્મદ રફીને સમજાવ્યું કે કેમ બધા રોયલ્ટી માંગી રહ્યા છે. રફીએ કહ્યું કે એમને રોયલ્ટી નથી જોઈતી. એમના આ નિર્ણયથી બધા ગાયકોને મોટો ઝટકો લાગ્યો. લતા અને મુકેશે રફીને બોલાવીને સમજાવવા માંગ્યા પણ મામલો વધુને વધુ ગુંચવાતો ગયો. બેઠકમાં લતા અને રફી વચ્ચે બોલાચાલી થઈ ગઈ. બંનેએ એકસાથે ગાવા માટે ના પાડી દીધી. આ રીતે સાડા ત્રણ વર્ષ સુધી આ ઝગડો ચાલ્યો.

ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો.

image source

લતા મંગેશકરને ન્યુયોર્ક યુનિવર્સિટી સહિત ઘણી વિશ્વવિદ્યાલયમાં માનક ઉપાધિ આપવામા આવી છે. લતાને પોતાના ફિલ્મી કરિયરમાં ઘણું બધું માન સમ્માન મળ્યું. એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી સ્ત્રી છે જેમને ભારત રત્ન અને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span