શું તમે જાણો છો વકીલો કોર્ટમાં કાળો કોટ અને સફેદ શર્ટ જ કેમ પહેરે છે?
તમે ફિલ્મોમાં કે રિયલ લાઈફમાં જોયું હશે કે મોટેભાગે વકીલો કોર્ટમાં હાજરી આપતી વખતે કાળો કોટ અને સફેદ શર્ટ પહેરે છે.

આમ તો આ કોઈ ધ્યાન ખેંચનારી બાબત નથી પણ શું તમે જાણો છો કે વકીલો કેમ કાળો કોટ અને સફેદ શર્ટ જ પહેરે છે અન્ય કોઈ રંગનો કેમ નહિ ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને તેના કારણ વિષે જણાવવાના છીએ અને તેના પાછળનો ઇતિહાસ પણ જણાવવાના છીએ.
નોંધનીય છે કે વકીલો દ્વારા કોર્ટમાં પહેરતો કાળો કોટ અને સફેદ શર્ટ કોઈ ફેશન નથી પણ તેની પાછળ એક ખાસ કારણ છે. તેના ઇતિહાસ મુજબ વકીલાત કરવાની શરૂઆત વર્ષ 1327 માં એડવર્ડ ત્રીજાએ કરી હતી અને તે સમયે ડ્રેસ કોડના આધારે ન્યાયાધીશોની વેશભૂષા પણ નક્કી કરાઈ હતી. ત્યારે ન્યાયાધીશ પોતાના માથા પર વાળની એક વધારાની વિગ પહેરતા હતા. વકીલાતના શરૂઆતના સમયમાં વકીલો ચાર વિભાગોમાં વિભાજીત હતા. સ્ટુડન્ટ (વિદ્યાર્થી), પ્લીડર (વકીલ), બેન્ચર અને બેરિસ્ટર.

એ સમયે વકીલો અદાલતમાં સોનેરી લાલ કપડાં અને ભૂરા કલરનું ગાઉન પહેરીને જતા હતા. ત્યારબાદ વર્ષ 1600 માં વકિલોનના યુનિફોર્મમાં બદલાવ આવ્યો અને 1637 માં એક પ્રસ્તાવ રજુ થયો જેમાં એવું કહેવાયું હતું કે કાઉન્સિલે જનતાને અનુરૂપ હોયો તેવા કપડાં પહેરવા જોઈએ. જેના લીધે વકીલો લંબાઈ ધરાવતા ગાઉન પહેરવાનું શરુ કર્યું.

વળી, વર્ષ 1694 માં બ્રિટનની મહારાણી કવિન મેરીનું અચછબડાને કારણે મૃત્યુ થઇ ગયું અને તેના પતિ એટલે કે રાજા વિલિયમ્સે તમામ ન્યાયાધીશો અને વકીલોને સાવર્જનિક રીતે શોક મનાવવાનો આદેશ કર્યો અને કાળા રંગના ગાઉન પહેરીને જ એકઠા થવાનો હુકમ કર્યો. રાજા વિલિયમ્સના આ આદેશને ક્યારેય રદ્દ કરવામાં ન આવ્યો અને આજ સુધી આ પ્રથા જેમની તેમ ચાલી આવી રહી છે અને વકીલો કાળો કોટ અને સફેદ શર્ટ પહેરી રહ્યા છ.

1961 માં એક અધીનીયમ અંતર્ગત અદાલતોમાં વકીલોએ સફેદ બેન્ડ ટાઈ સાથે કાળો કોટ પહેરીને આવવું ફરજીયાત કરી દેવામાં આવ્યું. એવું મનાય છે કે કાળો કોટ અને સફેદ શર્ટ વકીલોમાં અનુશાશનનું પાલન કરવામાં સહાયક છે. અને હવે તો કાળો કોટ અને સફેદ શર્ટ જો કોઈ સામાન્ય વ્યક્તિ પણ પહેરે તો તે વકીલ છે કે સામાન્ય માણસ એ નક્કી કરવું પણ મુશ્કેલ બની જાય છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.