ધનની દેવી માં લક્ષ્મીની આવી 4 મૂર્તિઓને ક્યારેય ના રાખો ઘરમાં, નહિં તો ફાયદાની જગ્યાએ થશે અઢળક નુકસાન

દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એટલા માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરતા હોય છે. માતા લક્ષ્મીના અનેક સ્વરૂપ છે અને આ દરેક સ્વરૂપની અલગ અલગ પ્રતિમાઓ પણ બનાવવામાં આવી છે. એમાંથી માતા લક્ષ્મીની કેટલીક પ્રતિમાઓ એવી હોય છે જેને ઘરમાં રાખી શકાય છે પરંતુ માતા લક્ષ્મીની કેટલીક એવી પ્રતિમાઓ પણ છે જેને ઘરમાં ભૂલથી પણ રાખવી જોઈએ નહી. આજે અમે આપને ધનની દેવી લક્ષ્મીની એવી જ કેટલીક પ્રતિમાઓ વિષે જણાવીશું જેને આપે ઘરમાં રાખવી જોઈએ નહી.

ઉભી અવસ્થામાં પ્રતિમા.:

image source

કેટલાક વ્યક્તિઓ અજાણતામાં માતા લક્ષ્મીની ઉભા હોય તેવી અવસ્થામાં પ્રતિમાને ઘરે લઈને આવી જાય છે. પરંતુ આવી રીતની પ્રતિમાને આપે ઘરમાં રાખવી જોઈએ નહી. ઉભા અવસ્થામાં હોય એવી માતા લક્ષ્મીની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે તો તેના કોઈ ફળ પ્રાપ્ત થતા નથી. ખરેખરમાં હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ચંચળ માનવામાં આવે છે અને એવી માન્યતા મુજબ ઉભી અવસ્થાની પ્રતિમાને ઘરમાં રાખવાથી પૈસા ટકી શકતા નથી. એટલા માટે આપે હંમેશા પોતાના ઘરમાં લક્ષ્મી દેવીની બેઠેલી અવસ્થામાં હોય એવી મૂર્તિ જ રાખવી જોઈએ.

ઊંચા કદના ફોટો કે પછી પ્રતિમા:

image source

એટલું જ નહી, આપે ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીના ઊંચા કદના ફોટો કે પછી પ્રતિમાને ઘરમાં રાખવી જોઈએ નહી. એવું કહેવાય છે કે, માતા લક્ષ્મીનું કદ જેટલું વધશે, ધન- ધાન્યની વૃદ્ધિ એટલી જ ઓછી થતી જશે. એટલા માટે આપે પ્રયત્ન કરવા કે, આપે આપના ઘરમાં માતા લક્ષ્મીની મધ્યમ આકારની મૂર્તિ કે પછી પ્રતિમાને જ રાખવી જોઈએ.

ઘુવડ પર વિરાજમાન માતા લક્ષ્મી:

image source

ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. એટલા માટે ક્યારેય પણ આપે એવી પ્રતિમા કે પછી ફોટોને ઘરમાં ના લાવવી જોઈએ જેમાં માતા લક્ષ્મી ઘુવડ પર વિરાજમાન હોય. માતા લક્ષ્મીની જેમ ઘુવડનો સ્વભાવ પણ ચંચળ હોય છે અને માતા લક્ષ્મીની આવી પ્રતિમાને ઘરે લાવવાથી માતા લક્ષ્મી ક્યારેય એક જગ્યાએ ટકીને રહી શકતી નથી.

ગણેશજીની સાથે માતા લક્ષ્મી:

image source

માતા લક્ષ્મીની મૂર્તિ ગણેશજીની સાથે હોય તો લેવી જોઈએ નહી. ખરેખરમાં, માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુજીના પત્ની છે એટલા માટે આપે દેવી લક્ષ્મીજીની પ્રતિમા હંમેશા ભગવાન વિષ્ણુજીની સાથે હોય એવી જ લેવી જોઈએ. આપે ફક્ત દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમાને સાથે રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.