કંદહાર કાંડ વિશે જાણો આ અજાણી માહિતી, જે જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

ભારતીય એવિએશન ઇતિહાસની સૌથી દર્દનાક ઘટના એટલે કંદહાર કાંડ. 18 વર્ષ અગાઉ 24,ડિસેમ્બર 1999ના રોજ નેપાળના ત્રિભુવન એરપોર્ટ પરથી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 814એ દિલ્હી માટે ઉડાણ ભરી હતી પરંતુ આતંકવાદીઓ ફ્લાઇટને હાઇજેક કરીને કંદહાર લઇ ગયા હતા. આ ખબરે ભારત સરકારની ઉંઘ હરામ કરી દીધી હતી. ફ્લાઇટને હરકત ઉલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓએ હાઇજેક કર્યું હતું.

image source

24 ડિસેમ્બરની સાંજે સાડા ચાર વાગ્યે કાઠમંડૂ એરપોર્ટ પર ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ દિલ્હી આવવા રવાના થાય છે. જેવી આ ફ્લાઇટ ભારતીય હવાઇ સીમામાં પ્રવેશે છે કે તરત જ ફ્લાઇટમાં અગાઉથી બેસેલા આતંકવાદીઓ હરકતમાં આવ્યા હતા અને પ્લેનને પાકિસ્તાન લઇ જવાની માંગ કરી હતી.

પાકિસ્તાન સરકારની મંજૂરી વિના આ વિમાન રાત્રે આઠ વાગ્યે લાહોરમાં લેન્ડ થાય છે. લાહોર દુબઇ થઇને આ વિમાન આગામી દિવસે સવારે સાડા આઠ વાગ્યે અફઘાનિસ્તાનમાં કંદહાર પહોંચે છે. દુબઇમાં ઇંધણ ભરવાના બદલામાં આતંકવાદીઓએ કેટલાક મુસાફરોને મુક્ત કરી દીધા હતા.

image source

વિમાનમાં કુલ 180 લોકો સવાર હતા. જેમાં મોટાભાગના ભારતીયો હતા. તે સિવાય ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, જાપાન, સ્પેન અને અમેરિકાના નાગરિકો પણ સામેલ હતા.

પ્લેનના મુસાફરોને મુક્ત કરવાના બદલામાં આતંકવાદીઓએ ભારત સરકાર પાસેથી પોતાના 36 આતંકવાદી સાથીઓ અને સાથે 20 કરોડ અમેરિકન ડોલરની માંગણી કરી હતી પરંતુ ભારત સરકારે તેમની તમામ માંગણીઓને ફગાવી દીધી હતી અને આતંકવાદીઓને ભારતીય જેલમાં બંધ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવા માટે રાજી કરી લીધા હતા.

image source

31 ડિસેમ્બરના રોજ સરકાર અને અપહરણકર્તાઓ વચ્ચે થયેલી સમજૂતી બાદ દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર બંધક બનાવવામાં આવેલા 155 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. મુસાફરોને મુક્ત કરવાના બદલામાં તત્કાલિન વડાપ્રધાન વાજપેઇની સરકારમાં વિદેશ મંત્રી જસવંત સિંહ પોતે ત્રણ આતંકવાદીઓને કંદહાર લઇ ગયા હતા. જેમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર, અહમદ જરગર અને શેખ અહમદ ઉમર સઇદ સામેલ હતા.

image source

કહેવામાં આવે છે કે અપહરણકર્તાઓએ પોતાની સુરક્ષાની ગેરન્ટી માટે તાલિબાનના એક અધિકારીને પોતાની સાથે લઇ ગયા હતા.

દરરોજ આવી અનેક જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.