જાણો પંખીઓને ચણ નાખવાથી થતા આ અઢળક ફાયદાઓ વિશે..

પંખીઓને ચણ નાખવાની પહેલી મજા તો એ છે કે તમે તેમની કંપનીને આ નિમિતે માણો છો. બીચારા ઘણા બધા પંખીઓ ખોરાક અને પાણીની શોધમાં બળબળતા સૂરજ નીચે ઉડતાં રહે છે. આજના વધતા શહેરીકરણ અને વૃક્ષો તેમજ લીલોતરીની કમીના કારણે તેમને પોતાના માળા બાંધવા માટે પણ યોગ્ય જગ્યા મળતી નથી. અને તેમના અલીપ્ત થવાનું તે પણ એક કારણ છે. પૃથ્વી પરના દરેક જીવ માટે પાણી અને ખોરાક એ અસ્તિત્ત્વ માટે ખુબ જ જરૂરી વસ્તુઓ છે. અને ઉનાળામાં તો આ જરૂરીયાત અત્યંત વધી જાય છે.

image source

પંખીઓને ચણ નાખવાથી માત્ર તેમને જ મદદ નથી મળતી પણ તમે તે દ્વારા તમારી જાતને પણ મદદ કરો છો. અને આ ફાયદો માત્ર તમારા સુધી જ મર્યાદીત નથી રહેતો પણ તમારા કુટુંબના સભ્યો સુધી પણ પહોંચે છે તેવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જે લોકોને પોતાની જન્મ કુંડળીમાં કેટલીક સમસ્યાઓ હોય છે તેમને આમ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી તેમની બધી સમસ્યાઓ દૂર થાય છે અથવા તેમાંથી તેમને મહદ અંશે રાહત મળે છે. અહીં પંખીઓને ચણ નાખવાના કેટલાક બીજા ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે. માત્ર તમારે જ તેમને ચણ ન નાખવું જોઈએ પણ તમારે અન્યોને પણ તેમ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તો ચાલો જાણીએ પંખીઓને ચણ નાખવાથી થતાં લાભો વિષે.

image source

શનિદેવ પ્રસન્ન થાય છે

પંખીઓને ચણ નાખવાથી તમારી કુંડળીમાં જે ગ્રહ દોષો હોય છે તે દૂર થાય છે. માત્ર આટલું જ નહીં, તેનાથી શનિ દેવ પણ પ્રસન્ન થાય છે. જો તમારા પર શનિદેવ પ્રસન્ન હશે તો તમારા જીવનમાંથી અવરોધો દૂર થાય છે અને તમે ઇચ્છીત સફળતા મેળવી શકો છો.

સ્વાસ્થ્ય સંબંધીત લાભ

પંખીઓને ચણ નાખવાથી પંખીઓને તો ફાયદો થવા નો જ પણ તેની સાથે સાથે ચણ નાખનાર વ્યક્તિ તેમજ તેના કુટુંબીજનોને પણ તેનો ફાયદો થાય છે તેવું હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે.

રાહુ અને કેતુની મહા દશા

જો તમારી જન્મ કુંડળીમાં રાહુ અને કેતુની મહાદશા હોય તો પંખીઓને ચણ નાખવાની તમને સલાહ આપવામાં આવે છે.

image source

નવું ઘર ખરીદવામાં મદદ કરે છે

જો તમારી ઇચ્છાઓમાં નવા ઘરની ખરીદીનો પણ સમાવેશ થતો હોય તો તે ખુબ જ જલદી પૂર્ણ થાય છે, જો તમે રોજ પંખીને ચણ નાખશો તો. જો તમે નવું ઘર ખરીદી લીધું હોય અને તમે ત્યાં શીફ્ટ ન થઈ શકતા હોવ તો તેમાં પણ તમને ફાયદો થાય છે.

કાનૂની કામકાજમાં સફળતા

માટીના વાસણમાં જો પંખીઓને ચણ નાખવામાં આવે તો તેનાથી તમને કાનૂની કામકાજમાં સફળતા મળે છે. જો તમારે અવારનવાર કોર્ટના ધક્કા ખાવા પડતા હોય તો બની શકે કે તમારી જન્મ કુંડળીમાં કોઈક સમસ્યા હોય. જો તમે નિયમિત ધોરણે પંખીઓને ચણ નાખશો તો તમને તેમાં ફાયદો થશે.

શુક્ર ગૃહની અસર

પંખીઓને ચણ અને પાણી આપવાથી જો તમારી જન્મ કુંડળીમાં શુક્રનું સ્થાન નુકસાનક કારક જગ્યાએ હોય અને તેની ખરાબ અસર થઈ રહી હોય તો તેમાં પણ તમને મદદ મળે છે.
માતાપિતાના આશિર્વાદ પ્રાપ્ત થાય છે

જો તમારા માતાપિતા તમારાથી નારાજ હોય અથવા તો તે તમારી સાથે બોલતા ન હોય તો પંખીઓને ચણ નાખવાથી તેઓ તમારા પર પ્રસન્ન થશે અને તેમના આશિર્વાદ તમને પ્રાપ્ત થશે. જ્યારે બાળકો અને માતાપિતા વચ્ચે અંતર રહેતું હોય છે ત્યારે હંમેશા આ ઉપાય કરવાનું કહેવામાં આવે છે.

image source

માનસિક સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદરૂપ

ઉપર જણાવેલા બધા જ લાભો ઉપરાંત બીજો એક મહત્ત્વનો ફાયદો એ છે કે જો તમને કોઈ માનસિક સમસ્યા હોય – જે આજની તાણભરી જીવનશૈલીમાં ખુબ જ સ્વાભાવિક થઈ ગઈ છે – તો તેવા સંજોગોમાં તમને દરેક જ્યોતિષ તમને પંખીઓને ચણ નાખવાનો ઉપાય દર્શાવે છે જેનાથી તમે માનસિક રોગ – તાણ અને ટેન્શનમાંથી રાહત મેળવી શકો છો.

image source

સૂર્ય પર પ્રભાવ

સૂર્ય દેવ એ સૂર્ય ગ્રહના સ્વામી છે. તેઓ સમ્માન અને સફળતા સાથે જોડાયેલા છે. જે લોકો તેમની પુજા કરે છે તેમને સમાજમાં સમ્માન મળે છે. પંખીઓને ચણ નાખવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.