ઘરે જ હેર સ્પા કરવા માટેની પરફેક્ટ રીત શીખી લો અને અજમાવો…

દરેક છોકરી એવું ઇચ્છે છે કે તેના વાળ લાંબા અને એકદમ સિલ્કી હોય. જો કે સિલ્કી અને લાંબા વાળની ઘેલછામાં છોકરીઓ હજારો રૂપિયા તેની પાછળ વેડફી નાખતી હોય છે તેમ છતાં રિઝલ્ટ જોઇએ તે પ્રમાણે મળતું નથી. વાળને સરખા કરાવવા માટે અનેક છોકરીઓ દર મહિને પાર્લરનો સહારો લેતી હોય છે.

image source

આમ, આજની છોકરીઓ પાર્લરમાં હેર સ્પા કરાવીને પોતાના વાળની કેર કરતી હોય છે. જો કે હેર સ્પા કરાવવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તેનાથી વાળ ખરતા બંધ થાય છે અને ડેમેજ પણ ઓછા થાય છે. આ સાથે હેર સ્પા કરાવવાથી તમારા વાળનો ગ્રોથ પણ વધે છે અને તે સિલ્કી થાય છે. જો કે દરેક છોકરીઓને દર મહિને બ્યૂટી પાર્લરમાં જઇને હેર સ્પા કરાવવાનું પોસાતું ન હોવાથી તે થોડો સમય પાર્લરમાં જાય છે અને પછી સ્પા કરાવવાનું બંધ કરી દે છે. પરંતુ આજે અમે તમને ઘરે જ હેર સ્પા કરવાની એક રીત બતાવીશું જેની મદદથી તમે દર મહિને થતા પાર્લરના ખર્ચામાંથી બચી જશો અને તમારા હેરને પણ સોફ્ટ, શાઇની અને ખરતા અટકાવી શકશો. તમને જણાવી દઇએ કે, હેર સ્પા કરવાની આ એક નેચરલ રીત છે જે તમારા વાળને લોન્ગ ટાઇમે પણ નુકશાન નહિં કરે.

Quarantine Beauty Video: How to do a hair spa at home - Times of India
image source

હેર સ્પા કરવા માટે જરૂરી સામગ્રી

– બે ટેબલ સ્પૂન મધ

– બે ટેબલ સ્પૂન બદામનું તેલ

– એક ડુંગળી

– એક કેળુ

આ રીતે તૈયાર કરો હોમમેડ હેર સ્પા ક્રીમ

– સૌ પ્રથમ એક કેળુ લો અને તેને મેશ કરીને એક પેસ્ટ બનાવી લો.

image source

– ત્યારબાદ ડુંગળીને છોલીને તેના નાના-નાના કટકા કરીને તેને મિકસરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો.

– હવે એક બાઉલ લઇને તેમાં મધ, બદામનું તેલ, કેળાની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ એમ બધુ મિક્સ કરી લો. તો તૈયાર છે તમારી હોમમેડ હેર સ્પા ક્રીમ.
આ રીતે હેરમાં કરો એપ્લાય

– આ હોમમેડ હેર સ્પા ક્રીમને સૌ પ્રથમ વાળમાં લગાવી દો.

– ત્યારબાદ આ ક્રીમની મદદથી હેરમાં 10 મિનિટ સુધી મસાજ કરો અને બે કલાક એમને એમ જ રહેવા દો.

– પછી શેમ્પૂથી હેર વોશ કરી લો.

image source

– શેમ્પૂથી હેર વોશ કરી લીધા બાદ કોઇ સારી કંપનીનું કન્ડિશનર લઇને વાળમાં કન્ડીશનર કરો અને પછી હેર વોશ કરી લો.

કેવી રીતે વાળમાં કરે છે ફાયદો

– તમને જણાવી દઇએ કે આ હોમમેડ ક્રીમમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમારા વાળને ન્યૂટ્રિશિયન્સ આપવાનું કામ કરે છે. આ સાથે ડુંગળીનો રસ વાળને ખરતા રોકવાનું કામ પણ કરે છે.

image source

– મધની જો વાત કરીએ તો મધ વાળમાં કન્ડિશનરનું કામ કરે છે જેથી કરીને તમારા વાળ સિલ્કી અને લાંબા થાય છે. આ સાથે માથામાં થતા ખોડાને પણ દૂર કરે છે.

– જ્યારે બદામનું તેલ ડેમેજ થઇ ગયેલા વાળને રિપેર કરવાનું કામ કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

– કેળા હેરને સ્મૂધ બનાવવાનું કામ કરે છે. આ સાથે જ કેળામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી તે વાળને પૂરતા પ્રમાણમાં પોષણ પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.