તમારા જ નહિ બીજાના પગ જોઇને પણ અંદાજો લગાવી શકો છો…

પૌરાણિક કાળથી હથેળી અને ચહેરો વાંચવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે તમારા પગના પંજાનો આકાર પણ તમારા વ્યક્તિત્વ વિષે ઘણું બધું છતું કરી દે છે ? હા, તે સાચું છે. તમારા પગના પંજાનો આકાર અને તેનું કદ તમારા વિષે ઘણું બધું કહી દે છે.

જરા તમારા પગના પંજા તરફ જુઓ, શું તમારા પગના અંગુઠાની બાજુની આંગળી નાની છે. અથવા તે એકબીજાને ક્રોસ કરે છે ? જો હા, તો પછી તેનો એક ખાસ મતલબ થાય છે. ચાલો તે વિષે વધું તપાસ કરીએ. અમે અહીં આ લેખમાં 10 પ્રકારના પગના પંજાઓ વિષે અને તેની સાથે જોડાયેલી તમારા વ્યક્તિત્ત્વ વિષે વાત કરીશું. તો શરૂ કરીએ !

ચોરસ પંજો

image source

જે વ્યક્તિનો પગનો પંજો ચોરસ આકારનો હોય એટલે કે તેના પગના પંજાની બધી જ આંગળી સરખી જ લંબાઈ ધરાવતી હોય અને પગનો આકાર ચોરસ બનાવતી હોય. તેને પિઝન્ટ ફૂટ પણ કહેવાય છે. જે લોકો આવો પંજો ધરાવે છે તેઓ હંમેશા સાવચેત રહેવાનું પસંદ કરે છે. કોઈ પણ જાતનું પગલું ભરતા પહેલાં કે કોઈ પણ જાતનો નિર્ણય લેતા પહેલાં, તે તેની દરેકે દરેક નાનામાં નાની બાબતની જીણવટથી ચકાસણી કરે છે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય પર આવે છે. તેઓ ખુબ જ વ્યાજબી અને વ્યવહારુ હોય છે. તેઓ કોઈ પણ સંજેગોમાં શાંત રહેવાનું પસંદ કરે છે અને તેઓ એક વિશ્વાસુ વ્યક્તિત્વ ધરાવે છે.

ગ્રીક ફૂટ

ગ્રીક ફૂટને ફ્લેમ ફૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ત્રિકોણાકાર પંજો હોય તેને ગ્રીક ફૂટ કહેવામાં આવે છે. આવો પંજો ધરાવતા લોકો, જેમાં પ્રથમ અંગુઠા કરતાં તેની બાજુની આંગળી મોટી હોય, તેમનું વ્યક્તિત્ત્વ પ્રેરણાદાયી હોય છે અને તેઓ દરેક બાબત માટે ખુબ જ ઉત્સાહિ હોય છે. આવા આકારવાળો પંજો ધરાવતા લોકો નેતૃત્ત્વની ગુણવત્તા ધરાવતા હોય છે. તેઓ ખુબ જ રચનાત્મક હોય છે અને દરેક પ્રકારના પડકારો અને સાહસો માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ બધી બાબતો પોતાની રીતે થાય તેવો આગ્રહ રાખવાના કારણે ઘણીવાર આવેશપૂર્ણ બની જાય છે અને શેઠાઈ કરવા લાગે છે.

આવા પગ સામાન્ય રીતે એથલિટ, કલાકાર અને નેતાઓમાં જોવા મળે છે.

રોમન ફૂટ

image source

આ એક ખુબ જ સામાન્ય પ્રકાર છે. આ પ્રકારમાં દરેક આંગળીઓ પ્રમાણસર હોય છે. તેમાં બધી જ આંગળીઓ કરતાં અંગુઠો સૌથી મોટો હોય છે. આ પ્રકારના પંજા ધરાવતા લોકો ખુબ જ સામાજિક અને નિખાલસ સ્વભાવના હોય છે. તેમના વ્યક્તિત્તવમાં એક ચમક હોય છે જે તેમને ખુબ જ પ્રભાવશાળી બનાવે છે. તેઓ ખુબ જ મૈત્રિપૂર્ણ, સંતુલિત અને પોતાના જીવનમાં ખુબ જ વ્યવસ્થિત હોય છે. તેઓ જાણે છે કે તેમણે કેવી સ્થિતિમાં કેવી રીતે વર્તવું અને તેમનો આ ગુણ તેમને ખુબ જ વ્યૂહાત્મક બનાવે છે.

તેઓ સાહસુ હોય છે અને એક સારા શ્રોતા પણ હોય છે. તેઓ વધારે આક્રમક થયા વગર બીજાને પોતાના મંતવ્યો રજુ કરવામાં ખુબ જ પાવરધા હોય છે. તેઓ મિત્રો પણ ખુબ જ સરળતાથી બનાવી લે છે.

સ્ટ્રેચ્ડ ફૂટ

從「10種腳趾形狀」看個性! 你第二根腳趾比第一根長嗎? - Love News ...
image source

પગના પંજાની બંધી જ આંગળીઓ એકબીજાની તદ્દ્ન નજીક હોવાથી પંજો ખુબ જ પાતળો દેખાય છે. પગનો અંગૂઠો બધી જ આંગળીઓમાં સૌથી મોટો હોય છે, અને પછી ઉતરતા ક્રમમાં દરેક આંગળીની લંબાઈ ઘટતી જાય છે. આ પ્રકારનો પંજો ધરાવતા લોકો સામાન્ય રીતે પોતાના પર જ આધાર રાખવાનું પસંદ કરે છે અને તેમને પોતાની પ્રાઇવેટ સ્પેસ ખુબ વહાલી હોય છે. તેઓ ખુબ જ રહસ્યમયી હોય છે અને પોતાની વાતો અન્ય સાથે શેયર કરવાનું પસંદ કરતા નથી. તેઓ ખુબ જ આવેશપૂર્ણ હોય છે અને પોતાના મિજાજ પર અંકુશ રાખી શકતા નથી.

પંજાની છેલ્લી આંગળી ખૂબ નાની હોય

image source

જે લોકોના પગના પંજાની છેલ્લી આંગળી ખુબ જ નાની હોય તેઓ બળવાખોર હોય છે અને તેઓ પોતાની રીતે જ બધું કામ થાય તેવો આગ્રહ રાખતા હોય છે.

ત્રીજી આંગળી છૂટ્ટી હોય તેવો પંજો

image source

આ પ્રકારનો પંજો ધરાવતા લોકો કોઈ પણ બાબતને લાગુ પાડ્યા પહેલાં જ તેનું આયોજન કરવાનું પસંદ કરે છે. તેઓ ખુબ જ ઓર્ગેનાઇઝ્ડ હોય છે અને તેમનો પોતાના પરનો અંકુશ ગજબનો હોય છે.

પગના પંજાની છેલ્લી નાની આંગળી છૂટ્ટી ન થાય તેવો પંજો

જે લોકો પોતાના પગના પંજાની છેલ્લી આંગળી છૂટ્ટી ન કરી શકતા હોય તેઓ પોતાના રૂટિન સાથે જ વળગી રહેવાનું પસંદ કરે છે અને તે માટે તેઓ ખુબ જ સ્ટ્રીક્ટ હોય છે. તેઓ ખુબ જ વફાદાર અને સારા સાથી હોય છે.

છેલ્લી આંગળી છૂટ્ટી થઈ શકે તેવો પંજો

image source

જે લોકો પોતાના પગના પંજાની સૌથી નાની આંગળી છુટ્ટી કરી શકતા હોય તે લોકો હંમેશા જીવનમાં બદલાવ ઇચ્છતા હોય છે. તેઓ એકધારાપણાથી તરત જ બોર થઈ જાય છે, અને તેમની આ મનોવૃત્તિ તેમને હંમેશા દુઃખી કરતી હોય છે. અને આવા લોકો ખુબ જ મીજાજી હોય છે.

બીજી અને ત્રીજી આંગળી વચ્ચે અંતર હોય તેવો પંજો

image source

જો તમારા પંજાની બીજી અને ત્રીજી આંગળી વચ્ચે ગેપ હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે કોઈપણ વસ્તુ સાથે ભાવનાત્મક રીતે જલદી જોડાઈ શકતા નથી. તમે તમારા રોજિંદા કામથી ખુબ જ સરળતાથી છુટ્ટા થઈ શકો છો.

બીજી આંગળી અંદરની તરફ સાંકડી હોય તેવો પંજો

image source

આવો પંજો ધરાવતા લોકો ખુબ જ એક્સપ્રેસિવ હોય છે. તેમનો બીજા લોકો પર ખુબ જ પ્રભાવ હોય છે. જો તેઓ ખુશ હોય તો તેઓ પોતાની આસપાસના સમગ્ર વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે, પણ જો તેઓ સારા મિજાજમાં ન હોય તો તેમને વધારે છંછેડવા જોઈએ નહીં.

તો, તમારો પંજો કઈ ટાઇપનો છે ? શું અમારા આ તારણ તમારા વ્યક્તિત્ત્વ સાથે મેચ થાય છે ? કોમેન્ટ જરૂર કરજો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.