અહિંયા થાય છે લીંબુની હરાજી, એક લીંબુનો ભાવ છે અધધધ..રૂપિયા, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

દેશમાં અત્યારે કોરોના વાયરસ સંક્રમણની મહામારી તો ચાલી જ રહી છે. આ સાથે જ આવા સમયમાં ઉનાળાની ઋતુ પણ સાથે જ ચાલી રહી છે. ત્યારે આ વર્ષે ખુબ જ ગરમી પડી રહી છે. હા દેશમાં સતત બે મહિના સુધી લોકડાઉન હોવા છતાં પ્રદુષણ ઓછું તો થયું છે પણ ગરમી ઘટી નથી જેના કારણે હવે લીંબુના ભાવ બજારમાં ખુબ જ વધતા જઈ રહ્યા છે. લીંબુ એક એવું ફળ છે જેનું સેવન કરવાથી ગરમીમાં ખુબ જ રાહત મળે છે. લીંબુમાં ઘણા ખાસ ગુણો હોય છે જેના કારણે આપ આપના શરીરને ઉનાળાની ગરમી સામે રક્ષણ આપી શકો છો. લીંબુનો ઉપયોગ ફક્ત ભોજનમાં કે પછી લીંબુના રસ તરીકે જ નહી પણ કેટલીક ધાર્મિક વિધિઓ પણ ઉપયોગ કરવામાં આવે છે.

image source

આપને જણાવીએ કે, ભારતમાં મોટાભાગના ક્ષેત્રોમાં લીંબુનો ઉપયોગ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ઘરના સભ્યોને જો કોઈ ખરાબ નજર લાગી જાય છે તો આવી ખરાબ નજરને ઉતારવા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘર અને દુકાનની બહારની બાજુ એક કે બે લીંબુ અને કેટલાક મરચાઓ સાથે એક લટકણ જેવું બનાવીને લગાવવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી આપના ઘર અને દુકાનમાં નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. દક્ષિણ ભારતમાં ધાર્મિક રીતે લીંબુને ખાસ મહત્વ આપવામાં આવે છે. આજે અમે આપને એવા કેટલાક લીંબુ વિષે જણાવીશું જેની કીમત સાંભળીને આપને ખુબ જ નવાઈ લાગશે અને આપની આંખો પહોળી થઈ જશે.

image source

ઉનાળાની ઋતુમાં આ વર્ષે ખુબ જ ગરમી પડી રહી હોવાથી લીંબુ ખુબ જ મોઘા થઈ ગયા છે. તેમ છતાં લીંબુની જરૂરિયાત લોકોને ઉનાળામાં વધારે પડતી હોવાથી લીંબુ મોઘા હોવા છતાં પણ લોકો ખરીદે છે અને ઉપયોગમાં લે છે. આપ એક લીંબુનો કેટલો ભાવ ચુકવતા હશો? વધારેમાં વધારે કેટલા રૂપિયા આપો છો એક લીંબુ માટે? ૧ રૂપિયા કે પછી પાંચ રૂપિયા વધારેમાં વધારે ૧૦ રૂપિયા આનાથી વધારે આપ લીંબુના ભાવ કોઈ શાક વાળાને નહી આપ્યા હોય તમે. આજે અમે આપને સૌથી મોંઘા લીંબુ વિષે જણાવીશું જેની કીમત અંદાજીત ૨૭ હજાર રૂપિયા જેટલી કીમત ચુકવવામાં આવી છે. હવે આપ પણ વિચારમાં પડી ગયાને કે, એવું તો શું ખાસ છે આ લીંબુમાં કે તેની કીમત ૨૭ હજાર રૂપિયા કીમત ચુકવવામાં આવી છે.! એક લીંબુની આટલી વધારે કીમત ચુકવવા માટે કારણ છે ભગવાન પરની આસ્થા.

image source

હવે આપણે જાણીશું કે આ ખાસ લીંબુની હરાજી ક્યાં થાય છે અને કેમ કરવામાં આવે છે? ચાલો જાણીએ. ભારતના તમિલનાડુ રાજ્યના પંગુની ઉથીરામ મહોત્સવ મંદિરમાં આયોજિત કરવામાં આવે છે. આ મંદિરના ૧૧ દિવસ પૂર્ણ થઈ ગયા બાદ મંદિર પ્રસાશન દ્વારા ભક્તો માટે ભગવાનને અર્પણ કરવામાં આવેલ લીંબુની હરાજી કરવામાં આવે છે. આપને જણાવીએ કે, આ લીંબુને ૬૮ હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. તે જ સમયે, મંદિર પ્રસાશન દ્વારા કરવામાં આવેલ એક લીંબુની કીમત ૨૭ હજાર રૂપિયા હતી. ચાલો જાણીએ કે, પંગુની ઉથીરામ મહોત્સવમાં આ પરંપરા મંદિરમાં ઘણા વર્ષોથી નિભાવવામાં આવી રહી છે. આ પુજાના સમાપન સમયે મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવેલ ૯ લીંબુની હરાજી કરવામાં આવતી હતી.

image source

આપને જણાવીએ કે, તમિલનાડુંના આ મંદિરમાં આવું પ્રથમ વખત નથી થયું કે, જયારે કોઈ ભક્તે મંદિરમાં ૨૭ હજાર રૂપિયા આપીને એક લીંબુ ખરીદ્યું હોય. આની પહેલા પણ એક યુગલએ ૨૭ હજાર રૂપિયા ચૂકવીને મંદિર માંથી લીંબુની ખરીદી કરી છે. આપને જણાવીએ કે, આ લીંબુ ભગવાનને પૂજામાં પહેલા ૯ દિવસ સુધી અર્પણ કરવામાં આવે છે. જેના લીધે આ લીંબુ વિષે ભક્તોમાં એવી માન્યતા છે કે, આ લીંબુને ઘરમાં રાખવાથી ભગવાનની દ્રષ્ટિ આપના પર અને આપના ઘર પર રહે છે જેના કારણે આપના ઘરની બધી જ સ્થિતી સામાન્ય થઈ જાય છે અને સુખ અને સમૃધ્ધિનો વાસ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.