વીજળી પડે તો શું કરવું અને શું ન કરવું? આ રહી ઉપયોગી ટિપ્સવ

તાજેતરમાં જ ભારતના બિહાર અને ઉત્તરપ્રદેશમાં આકાશી વીજળી પડવાને કારણે એક જ દિવસમાં 100 ઉપરાંત લોકોના મૃત્યુ થયા હતા. ચોમાસા દરમીયાન વીજળીના ચમકારા અને વીજળી પડવી એ એક પ્રાકૃતિક ઘટના છે પણ જો ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા થતા હોય તેવા સમયે આપણે સાવચેતી ન રાખીએ

image source

તો આ આકાશી આફત આપણા માટે જીવલેણ પણ બની શકે છે. ત્યારે આજનાં આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ચોમાસાના માહોલમાં વીજળીથી સાવચેત કેમ રહેવું અને વીજળી પડે તો શું કરવું તેના વિશે ઉપયોગી માહિતી આપી રહ્યા છીએ.

1. જો કોઈ પર વીજળી પડે તો સૌપ્રથમ તેને ડોકટર અથવા નજીકની હોસ્પિટલ પર લઇ જવાના પૂરતા પ્રયાસ કરવા. વીજળી જે વ્યક્તિ પર પડી હોય તેને અડકવાથી તમને કંઈ નુકશાન થતું નથી એ ધ્યાનમાં રાખવું.

image source

2. કોઈ વ્યક્તિ પર વીજળી પડી હોય તો તરત જ તેની નાડી તપાસ કરવી અને જો તમે સ્થળ પર જ પ્રાથમિક સારવાર કરવાનું જાણતા હોય તો તેની સારવાર શરૂ કરવી. જે વ્યક્તિ પર વીજળી પડી હોય તેઓ પૈકી મોટેભાગનાં લોકોને શરીરના બે ભાગો પર જ સૌથી વધુ ઇજા થઇ હોય છે એક એ ભાગ જ્યાંથી વીજળીનો કરંટ શરીરમાં પ્રવેશ્યો હોય અને બીજો એ ભાગ જ્યાંથી વીજળીનો કરન્ટ બહાર નીકળી ગયો હોય દા.ત. પગના તળિયા.

image source

3. એવું પણ બની શકે છે કે વીજળી પડવાથી માણસના હાડકા પણ તૂટી જાય. અને એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે કે વીજળી પડવાને કારણે વ્યક્તિની શ્રવણ શક્તિ કે આંખોની દ્રષ્ટિ પણ બંધ થઈ ગઈ હોય. પ્રભાવિત વ્યક્તિને આવું કોઈ નુકશાન થયું છે કે કેમ તેની પણ તપાસ કરવી.

image source

4. જો ક્યાંક વીજળી પડી હોય તો હવે જોખમ નથી એવું માનીને તરત બહાર ન નીકળવું કારણ કે વીજળી પડવાને કારણે થયેલા મૃત્યુ પૈકી મોટાભાગના મૃત્યુ ભારે વરસાદ કે ચક્રવાત રોકાઈ ગયા પછીની 30 મિનિટમાં પડેલી વીજળીને કારણે થાય છે.

image source

5. જો વીજળીના કડાકા ભડાકા થવાથી તમારા રૂંવાડા ઉભા થઇ જાય છે તો તે એ વાતનો સંકેત છે કે તમારા પર વીજળી પડવાની શક્યતા છે. અસહ્ય ભય લાગે તો તમારે ઉભડક પગે જમીન બેસી જવું અને માથાને બન્ને ગોઠણ વચ્ચે મૂકવું. આમ કરવાથી તમારા શરીરનો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક રહેશે.

image source

6. ભારે વરસાદમાં બહાર નીકળવા સમયે ધાતુની ચીજ વસ્તુઓ જેમ કે સળિયો, લોખંડની ટોચ વાળી છત્રી તેમજ મોબાઈલ, આવા સાધનોને કારણે તમારા પર વીજળી પડવાનો ભય રહે છે. વરસાદ દરમિયાન મોબાઈલ વાપરવાથી વીજળી પડવાના બનાવો પણ નોંધાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.