દરેક માતા પિતા ખાસ વાંચે આ માહિતી, મિત્રો થોડું ધ્યાન રાખશો તો કોઈ તકલીફ નહિ આવે…

અમને જન્મ આપ્યા બાદ અમારાં માતા-પિતા પોતે જ ગૂંચવાઈ ગયા. મોટા ભાગનો સમય તેમણે અમને, અમારાં રમકડાં,ચીજ-વસ્તુઓ વચ્ચે ગાળવા છૂટ્ટા મૂકી દીધાં. આ રીતે તેઓએ અમને, અમારી રીતે જિંદગી જીવવા રસ્તો કરી આપ્યો.

ખોરાક,કપડાં,સારું ઘર અને ભણતર પૂરું પડવું તે માતાપિતાની પ્રાથમિક જવાબદારી હતી અને તે એમણે પૂરી નિષ્ઠાથી પૂરી કરી હતી. ઔપચારિક સહીઓ વાળી, નબળું પરિણામ દર્શાવતી અમારી માર્કશીટ, જયારે એમના હાથમાં આવતી, ત્યારે તેઓ કમને સ્વીકારતાં અને અંતે આઇસ્ક્રીમથી ઉજવણી કરવામાં આવતી.

IMAGE SOURCE

કોઈએ અમને અમારાં સમયને કઈ રીતે ગોઠવીને ઉપયોગમાં લેવો તે નહોતું શીખવાડ્યું. અમને નવરાં બેસી કંટાળો આવતો. ખાલી સમયમાં અધૂરપ લાગતી, શું કરવું એમ થતું. પણ એ પરિસ્થિતિને અમે જાતે જ ઠેકાણે પાડતાં.

અર્ધા કલાક માટે ખખડી ગયેલી, ભાડે લીધેલી સાયકલ ચલાવતાં અમે શીખ્યાં, એમ કરતાં પડ્યાં , વાગ્યું પણ ખરું. અમે ઘાવને પાણીથી સાફ કરી, ફરી સાયકલ ફેરવવા માંડતા.અમારાં માટે બપોરના નાસ્તામાં પાડોશમાંથી તોડેલી કાચી કેરી વિશેષ આકર્ષણ જન્માવતી. એ કેરીઓ ધોયા વગર જ મીઠું-મરચું ભભરાવી, અમે નાસ્તાની જેમ ખાતાં.

IMAGE SOURCE

અમે બેસીને રમાય તેવી રમતો શોધતાં. લાંબા અંતર સુધી ચાલવા જતાં અને સાર્વજનિક પુસ્તકાલયમાંથી જુદાં-જુદાં પુસ્તકો લઇ વાંચતા. એમ તો અમનેય પોતાનું પુસ્તકાલય શરુ કરવા પાનો ચડતો, જે એક અઠવાડિયાથી વધુ ચાલતું નહીં. વળી અમારામાં રસ લેતા કેટલાક કાકાઓ અને માસીને પકડી, અમે અમારાં બનાવેલાં લીંબુપાણી તેમને વેંચતા.

IMAGE SOURCE

ભાઈબંધો-મિત્રો સાથે થતા ઝગડાઓનું નિવારણ અમે જાતે જ કરતાં. એમાં કોઈ મોટેરાંએ વચ્ચે ન પડવું પડતું. અમે અવનવી વાનગીઓ ચાખતાં અને રખડતાં કુતરાં જો ફસાઈ જાય તો એને છોડાવવા જતાં. અમે પથ્થરો ભેગા કરતાં અને પાંદડાઓ સંઘરી રાખતાં. જો કે આ બધું અમારાં માતાપિતાથી અજાણ ન રહેતું. અમે શીખી ગયા કે મુશ્કેલીઓમાંથી જાતે બહાર કેમ આવવું. અમારી અંદર અમારાં માતાપિતાએ નીડરતાના બીજ રોપ્યા. આ બધાનું પરિણામ સારું જ આવ્યું. અમે અમારી સીમાઓને પડકારી, જાતમાં વિશ્વાસ મૂકતાં થયાં અને નિષ્ફળતાઓનો સામનો પણ કર્યો.

IMAGE SOURCE

સમયનો અમે સારામાં સારો ઉપયોગ કર્યો. જયારે અમે પડતાં ત્યારે અમારાં માં-બાપ પોતાના કામમાં વ્યસ્ત હતાં , એટલે ઠોકરો ખાઈ અમે જાતે જ ઊભાં થતાં શીખ્યાં. પણ હવે સમય જુદો છે. એક નાના બાળકની જિંદગીનો મહત્તમ ઉપયોગ થાય તેવો આગ્રહ રખાય છે. તેણે શેમાં રસ લેવો અને શેમાં ન લેવો તે પહેલેથી નક્કી જ હોય છે. તેની મિત્રતાઓ ચળાયેલી હોય છે..બધા સાથે રમી શકાય તે શક્ય બનતું નથી. બાળકના ફાજલ સમય પર સતત નજર રખાય છે.

IMAGE SOURCE

આજના સમયમાં બાળકના કપડાં ગોઠવી આપવામાં આવે છે, હાથ જીવાણુમુક્ત રહે તે માટે સેનિટાઇઝર વાપરવામાં આવે છે, અને તેણે શું ખાવું, ન ખાવું, ક્યારે ખાવું, તે સમયપત્રક મુજબ તેને ખોરાક અપાય છે. માંગે તે પહેલાં જ વસ્તુઓ મળી જાય છે અને તેને શું ગમશે તેનું પણ અનુમાન કરી લેવામાં આવે છે. તેના આત્મવિશ્વાસની કદી કસોટી થતી નથી. તેની ખૂબીઓને કામે લગાડાતી નથી અને તેની કલ્પનાશક્તિ વીડિયોગેમ્સ પૂરતી જ સીમિત છે. આપણે આપણા બાળકના ખુબ નિકટના મિત્ર બનવાની હોડમાં, તેને બહારની દુનિયા સાથે તાદાત્મ્ય મેળવતાં રોકીએ છીએ. બીજા લોકો સાથે સુમેળથી લાંબો સંબંધ કેમ નિભાવવો તે બાળક શીખતું નથી.

IMAGE SOURCE

બાળકને સતત સુરક્ષિત રાખવાની આ દોડમાં, આપણે તેની ખીલવાની ક્ષમતાને પછાડી દઈએ છીએ. જેટલું વધારે તેને બાંધવામાં આવશે, તેટલું જ તે વાસ્તવિકતાઓ સામે ઝઝૂમવાની તાકાત ગુમાવતું જશે. સહજપણે અને અનાયાસે થતી બેદરકારી મને ખૂબ પસંદ છે.જ્યાં આપણે તમામ સગવડ સાચવવા કટિબધ્ધ છીએ ત્યાં આ વિચાર કદાચ વિરોધાભાસી લાગે. પણ થોડી છૂટછાટ બિલકુલ શક્ય છે.

IMAGE SOURCE

આપણા સતત હસ્તક્ષેપ અને બાળકને બધું બેસ્ટ આપવાના પ્રયાસો વગર પણ બાળક ઉછરી જ શકે છે તે સમજવા જેવું છે. એક બાળકના ઉછેર દરમ્યાન અનેક તબક્કાઓ આવે છે. શું આપણે થોડા આંખ આડા કાન ન કરી શકીએ ? જેમ એક પતંગિયું જાતે જ કોશેટામાંથી બહાર આવી મોટું થાય છે, પુખ્ત બની ઉડતાં શીખે છે, તેમ બાળકનું મોટું થવું પણ એક સાહજિક પ્રક્રિયા બની શકે છે. થોડી જહેમત ઉઠાવી, એને સમયના વહેણ સાથે વહેવા દેવું, તેમાં શું ખોટું છે? અને જો આમ થયું તો જોજો, આપણાં બાળકો દુનિયાની મુશ્કેલીઓને ટક્કર આપતા શીખે છે કે નહીં.

તમારા બાળકોને બસ એક મોકાની જરૂર છે, તેમને જાતે લડવા દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.