લોકડાઉનમાં નોકરી ગુમાવી એટલે શરૂ કર્યો હર્બલ ટી નો બિઝનેસ, હવે કમાય છે મહિને એક લાખ રૂપિયા

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રહેવાસી એવા દાન સિંહ દિલ્હી મેટ્રોમાં જોબ કરી રહ્યાં હતાં. પરંતુ કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન તેને નોકરી ગુમાવવી પડી. ત્યારબાદ દાન સિંહે અનેક જગ્યાઓએ કામ મળે તે માટે પ્રયાસો કર્યા પરંતુ તેમાં સફળતા ન મળતા અંતે તેઓએ પોતાના ગામ આવી પહાડી ઘાસ દ્વારા હર્બલ ચા બનાવી તેનું વેંચાણ કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં જ તેની આ હર્બલ ચા ની માંગ વધવા લાગી. અને હાલ દાન સિંહ આ હર્બલ ચા વેંચી મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

image source

ભારતમાં કોરોનાનો પ્રસાર વધ્યો એના થોડા સમય પહેલા જ દાન સિંહ તેના ગામ આવ્યા હતા અને આ દરમિયાન જ લોકડાઉન લાગુ થઈ જતા તેઓ ગામની બહાર નહોતા જઈ શક્યા. કોરોનાથી બચવા માટે લોકોને પોતાની ઇમ્યુનિટી વધારવાની સલાહ અપાઈ રહી હતી જેના લીધે બજારમાં દેશી કાઢા અને હર્બલ ટી ની માંગ વધી રહી હતી. આ દરમિયાન દાન સિંહની નજર પહાડી વિસ્તારોમાં ઉગતા ઘાસ પર પડી. જેને સ્થાનિક લોકો શરદી તાવ જેવી સમસ્યામાં ઔષધી તરીકે લેતા હતા. દાન સિંહે આ ઘાસનું શરદી ઉધરસથી પીડાતા લોકોને સેવન કરવું અને તેનું સકારાત્મક પરિણામ પણ સામે આવ્યું.

image source

બે વખતના પ્રયોગ બાદ જ દાન સિંહે આ ઘાસમાંથી હર્બલ ટી બનાવવામાં સફળતા મેળવી લીધી. અને ત્યારબાદ તેણે આ બાબતની જાણ તેના મિત્રોને કરી. મિત્રોએ પણ તાત્કાલિક આ હર્બલ ટી ના ઓર્ડર આપ્યા. ઓર્ડર મળતા દાન સિંહને પણ કામ કરવા માટે પ્રેરણાબળ મળ્યું અને બાદમાં તેણે પોતાની આ પ્રોડક્ટની ફેસબુક અને બીજા સોશ્યલ મીડિયા પર તેની જાહેરાત કરી. તેનું પરિણામ એ આવ્યું કે દાન સિંહને વધુ ઓર્ડર મળવા લાગ્યા અને આ દરમિયાન એમેઝોન સાથે પણ તેની ડીલ થઈ.

image source

દાન સિંહ રોજ સવારે પહાડો પર જઈને ઘાસ તોડી ઘરે લાવે છે અને ત્યારબાદ તેના પાનને સુકવણી કરવા માટે મૂકી દે છે. બે ત્રણ દિવસમાં જ્યારે તેના પાન સુકાય જાય ત્યારે તેને હાથ વડે મસળી તેમાં લેમન ગ્રાસ, તમાલપત્ર, તુલસીના પાન અને આદુ મેળવી પેક તૈયાર કરે છે. દાન સિંહની પહેલ બાદ હવે ગામના બીજા લોકો પણ આ ઘાસની હર્બલ ટી નો ઉપયોગ કરવા લાગ્યા છે.

image source

નોંધનીય છે કે ઉપરોક્ત પહાડી ઘાસ વીંછી ઘાસ અને કંડાલી ના નામથી પણ ઓળખાય છે. શરદી ઉધરસના ઘરેલુ ઉપચારની સાથે સાથે આ ઘાસનો ઉપયોગ શાક તરીકે પણ થાય છે. તેમાં વિટામિન સી, અને વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વળી, આ ઘાસ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે અને ડાયાબિટીસ તથા ગઠિયા નામક રોગમાં પણ ફાયદાકારક છે.

image source

દાન સિંહે પોતાની આ હર્બલ ટી ની પ્રોડક્ટનું નામ માઉન્ટેન ટી રાખ્યું છે. ચા બનાવવાના આ કામમાં દાન સિંહની સાથે અન્ય 5 લોકો પણ કામ કરે છે. હાલની સ્થિતિએ દાન સિંહની આ હર્બલ ટી ના યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યોમાં પણ ગ્રાહકો છે.