શું તમને ખબર છે આ લાંબો અંગ્રેજી શબ્દ બોલતા લાગે છે સાડા ત્રણ કલાકનો સમય?

અંગ્રેજી ભાષા આપણી ગુજરાતી ભાષા કરતાં ક્યાંય અલગ અને અજબ ગજબ છે. અંગ્રેજી ભાષામાં એવા કેટલાય શબ્દો છે જેમાં એક ને એક અક્ષર એકથી વધુ વખત પ્રયોજાયો હોય. એના સિવાય એમાં પણ કેટલાય શબ્દો અને વાક્યો છે તેનો અનુવાદ આપણે આપણી ગુજરાતી ભાષામાં કરીએ તો તેનો ઉચ્ચાર કરવામાં ઘણી મુશ્કેલી થાય. દાખલા તરીકે Czechoslovakia શબ્દ.

image source

એ ઉપરાંત એવા પણ ઘણા શબ્દો છે કે જે શબ્દના એકથી વધુ અર્થ થતા હોય. ટૂંકમાં કહીએ તો અંગ્રેજી ભાષા જેટલી સરળ અને સામાન્ય લાગે છે એટલી જ મુશ્કેલ અને અઘરી ભાષા છે. અત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે અંગ્રેજી ભાષા વિષે થોડી ચર્ચા કરીશું. અમે આપને એક એવા અંગ્રેજી શબ્દ વિશે જણાવવાના છીએ કે જે શબ્દને વાંચતા તમને એક બે સેકન્ડ કે એક બે મિનિટ નહીં પરંતુ તેને વાંચતા તમને અમુક કલાકો જોઈશે. તો ક્યો છે અંગ્રેજી ભાષાનો એવો શબ્દ ? તને શું છે તેની હકીકત ? આવો જરા વિસ્તારથી જાણીએ.

 

image source

તમને જાણીને નવાઈ લાગશે કે અંગ્રેજી ભાષાના આ સૌથી મોટા શબ્દોમાં 1,89,819 અક્ષરો છે. જો તમે આ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું શરૂ કરશો તો તમારે લગભગ સાડા ત્રણ કલાક સુધી તેનો ઉચ્ચાર કરવો પડશે. અસલમાં આ શબ્દ માણસના શરીરમાં મળી આવતા એક પ્રોટીન જેને ” ટિટિન ” નામથી ઓળખવામાં આવે છે તેનું રાસાયણિક નામ છે.

વૈજ્ઞાનિકોના મતે માનવ શરીરમાં લગભગ 20 લાખ જેટલા પ્રોટીન હોય છે જે એમિનો એસિડથી નિર્મિત હોય છે. અને ” ટિટિન ” માનવ શરીરના ઓળખાયેલા બધા પ્રોટીનમાં સૌથી લાંબો પ્રોટીન છે જે અંદાજિત 26 હજારથી વધુ એમિનો એસિડથી બનેલો છે.

image source

ઉલ્લખનીય છે કે ” ટિટિન ” ના આ રાસાયણિક નામને પહેલા શબ્દકોશમાં સમાવવામાં આવ્યો હતો પણ પછી આ શબ્દની આવડા મોટા કદને કારણે તેને શબ્દકોશમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે તેને માત્ર ” ટિટિન ” એવા મુખ્ય અને ટૂંકા નામથી જ ઓળખવામાં આવે છે.

એ પણ જાણવા જેવું છે કે ટિટિન પ્રોટીનની શોધ રેજી નોટરી નામના વૈજ્ઞાનિકે વર્ષ 1954 મા કરી હતી. ત્યારબાદ વર્ષ 1977 મા કોસ્સક મરૂમાયા અને તેના સહયોગીઓએ મળીને આ પ્રોટીન પર વિશેષ અધ્યયન કરી પ્રોટીનનું નામ કોન્નેકટિન રાખ્યું. તેના બે વર્ષ બાદ કુઆન વાંગ અને તેની ટીમે પણ આ પ્રોટીન પર અધ્યયન કર્યું અને તેનું નામ ટિટિન રાખ્યું હતું.