કોરોના વાયરસ: 35 વર્ષિય ફાતિમા પહેલાની જેમ નહીં લઇ શકે શ્વાસ, 105 દિવસે મળી વેન્ટિલેટરથી મુક્તિ

સૌથી લાંબો કોરોના કેસ 35 વર્ષિય ફાતિમાને 105 દિવસે મળી વેન્ટિલેટરથી મુક્તિ – પહેલાની જેમ શ્વાસ નહીં લઈ શકે
ભારત કરતા યુરોપમાં કોરોનાની મહામારી ઘણી પહેલેથી જ ફેલાઈ ગઈ હતી. સૌથી પહેલો સૌથી વધારે પ્રભાવિત દેશ ઇટાલી રહ્યો હતો ત્યાર બાદ બ્રીટનનમાં પણ તેનું હજારોની સંખ્યામાં સંક્રમણ ફેલાયું. નવજાત – જુવાન – વયસ્ક દરેક ઉંમરની વ્યક્તિને કોરોનાએ પોતાની બાનમાં લીધા છે. કેટલાકને કોરોનાથી 14 દિવસમાં મુક્તિ મળી જાય છે તો વળી કેટલાકને મહિનાઓ લાગી જાય છે. આજે અમે તમને એક એવી જ કોરોના સંક્રમિતની વાત કરવાના છીએ જે છેલ્લા 130 દિવસથી કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ થયેલી છે.

image source

બ્રીટેનમાં રહેતી ફાતિમા બ્રાઇડલ, 35 વર્ષની છે તેણી છેલ્લા 130 દિવસથી કોરોના સામે લડી રહી છે. તે સતત 105 દિવસ સુધી વેન્ટિલેટર પર હતી. અને હાલ 130 દિવસ બાદ તેણીની સ્થિતિમાં સુધારો જણાતા તેણીને રિકવરી વોર્ડમાં ટ્રાન્સફર કરવામા આવી છે.

image source

ફાતિમા અને તેના પતિ ટ્રેસી મોરોક્કો ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા બાદ તેમને કોરોનાનું સંક્રમણ થયું હતું. તેઓ છ માર્ચના રોજ બ્રિટનમાં લેન્ડ થયા હતા. થોડા જ સમયમા પતિ ટ્રેસીમાં કોરોનાના લક્ષણો દેખાવા લાગ્યા હતા ત્યાર બાદ ફાતિમાને પણ કોરનાનું સંક્રમણ લાગ્યું.

image source

છેવટે લક્ષણો ઉગ્ર બનતા બન્ને પતિ-પત્નીને બ્રિટનની સાઉથહેમ્પ્ટન હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા. અહીં તેમની તરત જ સાવાર શરૂ કરવામાં આવી. પતિ ટ્રેસિ તો થોડા જ દિવસોમાં કોરોનાની પકડમાંથી મુક્ત થવા લાગ્યા હતા પણ પત્ની ફાતિમાની સ્થિતિમાં કોઈ જ સુધારો નહોતો જોવા મળી રહ્યો. તેણીની સ્થિતિ ઓર વધારે બગડી હતી અને તેણીને 105 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવી પડી હતી. તેના શરીરમા એટલી નબળાઈ આવી ગઈ હતી કે તેણી વાત પણ નહોતી કરી શકતી. પણ હવે તેણી વાત પણ કરી શકે છે અને ચાલી પણ શકે છે. આટલા લાંબા ગાળાની સાવાર બાદ ફાતિમા જણાવે છે કે મારા માટે રિકવર થવું એકસપના સમાન છે. જો કે હજું પણ તે હોસ્પિટલમાં જ છે અને સંપૂર્ણ રિકવર થયા બાદ જ તેને ડીસ્ચાર્જ મળશે.

સતત 40 દિવસ કોમામા રહી ફાતિમા

image source

ફાતિમા પોતાના સાજા થવાની બાબતને એક નવું જીવન જ માની રહી છે. અન તે માટે તે પોતાની સાવાર કરનાર ડોક્ટર્સ તેમજ નર્સનો પણ આભાર માની રહી છે અને તેણી પોતાની હાલની સ્થિતિથી અત્યંત ખુશ છે. ફાતિમાને દાખલ કર્યા બાદ તેણીની સ્થિતિ સુધારવા માટે તેણીને ઘણીબધી એન્ટી બાયોટિક્સ આપવામા આવી હતી પણ તેની તેના પર કોઈ જ અસર નહોતી થતી. છેવટે તેને ICU માં લઈ જવામાં આવી. અહીં તેણી સતત 40 દિવસ કોમામાં જ રહી. વાસ્તવમાં ફાતિમા કોરોના વાયરસની સાથેસાથે, ન્યુમોનિયા તેમજ સેપ્સિસ જેવી બીમારીઓથી પણ પિડિત હતી.

image source

તેણીના ફેફસામાં ચેપ ફેલાઈ ગયો હતો અને માટે તેણીના મોઢામાં નળી નાખવામા આવી હતી અને તે દ્વારા સેલાઈન વોટર નાખી તેના ફેફસાને સ્વચ્છ કરવામા આવ્યા હતા. ત્યાર બાદ ધીમે ધીમે ફાતિમાં શ્વાસ લઈ શકી હતી. તેની સ્થિતિમાં હવે 70 ટકા જેટલો સુધારો આવી ગયો હતો. આ દરમિયાન બન્ને પતિ પત્નીને ઘણો લાંબો સમય એકબીજાથી દૂર રહેવું પડ્યું છે.
એક સ્વસ્થ વ્યક્તિની જેમ ક્યારેય શ્વાસ નહીં લઈ શકે

image source

ફાતિમાના પતિ એક પૂર્વ સૈનિક છે તેઓ પોતાની પત્નીની રિકવરીને કોઈ ચમત્કારથી ઓછો નથી સમજતા. તેઓ પોતાનાની પત્નીને મળવા માટે આતુર છે. ફાતિમા કોરોનાના સંક્રમણથી ઘણો લાંબો સમય ઘેરાયેલી રહી જો કે એપ્રિલ મહિનામાં તેને સંક્રમણથી મુક્તિ મળી હતી. પણ તેણીને ન્યુમોનિયાની પણ બીમારી હતી. ઉપર જણાવ્યું તેમ ફાતિમાં કેટલોક સમય તો બોલી પણ નહોતી શકે અને કોમામાં પણ રહી હતી. પણ જેવી તેણી બોલવા લાયક બની કે તરત જ તેને પોતાના પતિને મળવાની ઇચ્છા થઈ. ફાતિમા આ સમયથી સાવ જ અજાણ રહી છે તેણીને એ ખ્યાલ જ નથી કે આટલા લાંબા સમય દરમિયાન તેની સાથે શું થયું.

image source

હાલ ફાતિમાનું એક ફેફસુ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. માટે તે કોઈ સામાન્ય સ્વસ્થ વ્યક્તિની જેમ ક્યારેય શ્વાસ નહીં લઈ શકે. ટ્રેસી અને ફાતિમા 2016માં એકબીજાને મળ્યા હતા ત્યાર બાદ તેમને પ્રેમ થયો અને હાલ તેમના ચાર સંતાનો પણ છે. અને આખો પરિવાર ફાતિમાને મળવા આતુર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span