આટલા બધા દિવસ હોસ્પિટલમાં રહીને આ 63 વર્ષના અમદાવાદી દાદાએ કોરોનાને આપી માત

કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ જોખમ ૬૦ વર્ષથી ઉપરના લોકો અને નાના બાળકો પર તોળાઈ રહ્યું છે. સરકાર પણ કહી રહી છે કે આ વય જૂથના લોકો ને આ સમય દરમિયાન વધુ સાવચેત રહેવું જોઈએ. કારણ કે આ બંને વયજૂથમાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ એટલી સક્ષમ નથી હોતી કે જે કોરોના સામે લડી શકે. પરંતુ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોઈના ચાખે આ વાત સાચી પુરવાર કરી છે અમદાવાદના 63 વર્ષીય વ્યક્તિએ.

image source

આમ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં અનેક વયોવૃદ્ધ લોકો કોરોના ને માત આપી ચૂક્યા છે. પરંતુ અમદાવાદના 63 વર્ષીય આ વ્યક્તિ ખાસકી એટલા માટે છે કે તેમણે કોરોના સામે 52 સુધી લડત આપી અને આ સમયના અંતે તેમણે કોરોનાને માત આપી અને હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

image source

બાવન દિવસ સુધી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રહેલા આ દર્દી ને બે વખત આઈસીયુમાં ખસેડવા પડ્યા હતા. તેમનું કહેવું છે કે શરૂઆતમાં તેમની પરિસ્થિતિ પર ધ્યાન ન આપવામાં આવ્યું તેના કારણે તેમની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હોસ્પિટલમાં બાવન દિવસ સુધી તેમણે જે જોયું તે અંગે તેઓ પોતે પણ કંઈ વાત કરવા ઇચ્છતા નથી કે નથી તેમના પરિવારને કઈ વાત જાહેર કરવા દેતા. જોકે એક મુલાકાત દરમ્યાન તેમના દીકરાએ એવું પણ જણાવ્યું હતું કે હોસ્પિટલના કર્મચારીઓને લાંચ આપી અને તેઓ એક વખત પ્રતિબંધિત કોરોના વોર્ડમાં પણ જઈ આવ્યા હતા આટલું કહેતા તેમના પિતાએ તેમને વધુ આગળ વાત કરતાં અટકાવી દીધા હતા.

image source

રાજુભાઈ નામના આગળની શાહપુરના જાણીતા રસોયા છે. તમને કોરોનાનું ઇન્ફેકશન લોકડાઉન દરમિયાન થયું હતું. તેમનો પરિવાર નાનકડો ફુડ ડિલીવરી બિઝનેસ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે તેમના વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સની જાગૃતિનો અભાવ હોવાના કારણે રાજાભાઈને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું તેમનો પરિવાર જણાવે છે.

image source

જે સમયે સામાન્ય રીતે રાજાભાઈને સૌથી વધુ ઓર્ડર મળતા હોય છે તે જ સમયે લોકડાઉન થયું અને ત્યાર બાદ પરિવારમાં કમાનાર વ્યક્તિ કોરોનામાં સપડાય જતા તેમના પરિવારની આર્થિક હાલત પણ કથડી ગઈ હતી. જોકે હવે રાજાભાઈ કોરોનાથી મુક્ત થયા છે પરંતુ તેમ છતાં તેમની તબિયત પહેલા જેટલી સ્વસ્થ થઇ શકી નથી. તેમને હજુ પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને થોડું બોલ્યા બાદ પણ તેઓ થાક અનુભવે છે.

image source

તેમની પત્નીનું જણાવ્યું છે કે કરુણા હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ તેમને પથરીની તકલીફ થઈ અને એક જ અઠવાડિયામાં તેમની પથરીની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવી આ સારવાર બાદ હજુ સુધી તે નબળાઈ અનુભવે છે. જોકે આટલી તકલીફ થયા બાદ પણ પરિવાર માટે સારી વાત એ છે કે રાજાભાઈ કોરોના જેવી જીવલેણ બીમારીને મ્હાત કરી ઘરે પરત ફર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span