આ છે વિશ્વની બીજી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી મહિલા, જાણો તેેને કઇ-કઇ સમસ્યાઓનો કરવો પડે છે સામનો

આજકાલ અમેરિકાના શિકાગોમાં રહેતી એક યુક્તિ યુવતી ચર્ચામાં છે આ યુવતીની ચર્ચાનું કારણ તેની ઊંચાઈ છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ 29 વર્ષની આ યુવતી ની ઊંચાઈ 52.8 એટલે કે 6 ફુટ અને 8 ઈંચ છે. આ યુવતી ની ઊંચાઈ આશ્ચર્ય પમાડે તેનાથી વધારે આશ્ચર્ય કરનાર તેનું નામ છે. આ યુવતીનું નામ રેન્સખહોરલુ બડ છે.

IMAGE SOURCE

સામાન્ય રીતે કોઈ સ્ત્રી ની ઊંચાઈ આટલી વધારે હોય ત્યારે તેના માટે તેનું કદ ચિંતા અને સમસ્યાનું કારણ બને છે. પરંતુ રેન કહે છે કે તેનું ઊંચું કદ તેના માટે શરમ નું કે ચિંતાનું કારણ નથી પરંતુ તેના માટે તેને ગર્વ છે.હા એટલું ચોક્કસ છે કે રેન ની ઊંચાઈને લીધે લોકો આવતા જતા જોતા રહે છે. લોકો માટે સામાન્ય કરતા વધારે ઊંચાઈ આશ્ચર્યજનક બાબત છે, પરંતુ રેન માટે તેનું ઊંચું કદ તેના જનીનનો એક ભાગ છે.

IMAGE SOURCE

એક રિપોર્ટ પ્રમાણે rain દુનિયાની બીજા ક્રમે આવતી સૌથી લાંબા પગ ધરાવતી મહિલા છે. રેનની તેની ઊંચાઈ થી કોઈ સમસ્યા નથી બસ એક જ તકલીફ છે કે તેને તેના માપના કપડા અને ચપ્પલ ખરીદવામાં ખૂબ તકલીફ થાય છે. રેન પોતાની ઊંચાઈ માટે કહે છે કે તેઓ મૂળ મોંગોલિયાના છે અને તેના પિતાની હાઈટ પણ 6 ફુટ 10 ઈંચ છે, તેની માતા પણ છ ફૂટની હાઈટ ધરાવે છે.

IMAGE SOURCE

જાણીને નવાઈ લાગશે પરંતુ વધારે ઊંચાઈ ના કારણે લોકો જેની મજાક ઉડાવે છે તે રેન વ્યવસાયે ફેશન મોડલ છે. તે લાંબી છોકરીઓ માટે બનતી લેગિંગ્સ બનાવતી બ્રાન્ડની મોડલિંગ કરે છે. રેન નું કહેવું છે કે શરૂઆતના સમયમાં ઊંચાઈના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જેમકે તેને તેની સાઈઝ ના કપડાં પણ મળતા ન હતા, નાના ઘરમાં જવાનું હોય ત્યારે નીચુ વળીને ચાલવું પડતું, કોઈ ઘરમાં તો છત સાથે તેનું માથું અથડાઈ જતુ.. પરંતુ હવે તેને કોઈ વાતથી ફરક પડતો નથી.

image source

Rain કહે છે કે તેના ચપ્પલ ની સાઈઝ us13 છે, જે આખા એશિયામાં ક્યાંય પણ મળતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાની સૌથી લાંબી મહિલા ટેક્સાસની મૈસી કુરન છે તેના પગની લંબાઈ 53 ઇંચ છે. જોકે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે પરંતુ રેનને તેનું નામ નોંધાવવામાં કોઈ રસ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span