શું તમે જાણો છો લોકડાઉનને લઇને બનારસી પાનને કેટલા કરોડનુ થયુ નુકસાન?
લોકડાઉનમાં બનારસી પાનનો ધંધો મરી રહ્યો છે, કરોડોનું નુકસાન થયું છે

સાત અઠવાડિયાનો સમય વીતી ચુક્યો હોવા છતાં બનારસી પાનના ધંધાનું આટલુ ખરાબ ચિત્ર ઉભરીને આવી રહ્યું છે, જેની કોઈએ કલ્પના પણ નહી કરી હોય. છૂટછાટને લઈને થતી મૂંઝવણના કારણે અત્યાર સુધી આ ધંધામાં કરોડો રૂપિયાનું નુકશાન થઇ ચુક્યું છે.
– છૂટછાટને લઈને મૂંઝવણમાં મુકાયેલો બનારસી પાનનો વ્યાપાર.
– દરરોજ આ વ્યાપારમાં ૨૫-૩૦ લાખ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.
લોકડાઉન -3ની અવધિ પણ હવે પૂર્ણ થવાને આરે છે, પણ વ્યવસાય માટે મળવાની છૂટછાટને લઈને મૂંઝવણ યથાવત રહે છે. એની અસર અનેક વ્યવસાયો પર પડી રહ્યો છે. આમાંનો જ આ એક પ્રખ્યાત બનારસી પાનનો વ્યવસાય છે. સાત અઠવાડિયાનો સમય વીત્યા પછી બનારસી પાનના વ્યવસાયમાં આવી ખરાબ છબીઓ ઉભરીને આવશે એવી કલ્પના પણ ક્યારેય કોઈએ નહી કરી હોય. અત્યાર સુધી, કરોડો રૂપિયાનું નુકસાન વેઠનારા આ વ્યવસાયમાં હજુ સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે મૂંઝવણ વ્યાપેલી છે.

પાન ફક્ત એક વનસ્પતિ અથવા ખાદ્ય પદાર્થ જ નથી, પરંતુ એક સંસ્કાર પણ છે. સનાતાની પરંપરા અથવા શુભ કાર્યોમાં, પાન વગર કોઈપણ શુભ કાર્યની શરૂઆતની કલ્પના કરવી પણ અશક્ય છે, તો પછી કોઈ પણ ધાર્મિક બનારસીઓ માટે પાન એક આતિથ્યનું સાધન પણ છે. લોકડાઉનના સાત અઠવાડિયા પછીની સ્થિતિ એ છે કે દેશના દરેક ખૂણામાં અને વિદેશમાં પણ પહોચ રાખવાવાળા બનારસી પાન અત્યારે વેન્ટિલેટર પર જઈ રહ્યો છે.
પ્રતિદિન 25 થી 30 લાખ રૂપિયાનું નુકસાન

આ અંગે વધુ માહિતી આપતાં પાન વેપારીઓની 1952થી બનાવવામાં આવેલ સંસ્થા શ્રી બરાય સભા કાશીના મહામંત્રી અંજની ચૌરસિયાએ જણાવ્યું હતું કે દેશના જુદા જુદા ભાગોમાંથી લીલા પાનના પત્તાઓ વારાણસીના ચેતગંજ સ્થિત પાનદરીબા મંડીમાં આવે છે. જ્યાં હિટિંગ પ્રક્રિયામાંથી પસાર થયા પછી લીલા પાંદડાઓને સફેદ કરવામાં આવે છે. લોકડાઉનની શરૂઆતમાં જ લીલા પાનને ડમ્પ પડયા રહેવાના કારણે 20 કરોડ સુધીનું નુકસાન પહેલા જ થઈ ચૂક્યું છે અને દરરોજ 25-30 લાખના ટર્નઓવરનો વ્યવસાય રોકી જવાથી નુકશાન થઇ રહ્યું છે. આમ આ વ્યાપારમાં નુકશાનનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે.
25 હજાર વ્યવસાયીઓ સામે ઉભું થયેલ આજીવિકાનું સંકટ

હાર્ટીકલ્ચરમાં વિશેષ છૂટછાટ હોવા છતાં પાનદરીબા મંડીને બંધ કરવા પાન વેપારીઓની વિચારસરણીથી પરે છે. આ એમનો કાયમી વ્યવસાય છે જેના પર એમનું જીવન નભી રહ્યું છે. તે જ સમયે, પાનના વ્યવસાયી દિપક ચૌરસિયાએ જણાવ્યું હતું કે પાનના જથ્થાબંધ વ્યવસાય સાથે 20-25 હજાર વેપારીઓ જોડાયેલા છે અને છૂટક દુકાનદારોની સંખ્યા તો લાખોમાં છે. જૂના રાખી મુકેલા સોપારી અને પાંદડા સડી ગયા છે. લોકો માટે આજીવિકા મેળવવી પણ હવે મુશ્કેલ થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રે એટલે આ પ્રતિબંધ મૂક્યો છે કે પાનને થૂંકવાથી કોરોનાના વાયરસ ફેલાય છે, પરંતુ પાનમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે.
સ્થાનિક સ્તર ઉપર લાદેલા પ્રતિબંધને કારણે મંડી બંધ છે

પાનના વ્યવસાયી બબલુ ચૌરસિયા કહે છે કે લીલા પાનને ઘરે જ પ્રોસેસ કરીને લીલા પાનને બનારસી સફેદ પાનનું સ્વરૂપ આપવામાં આવે છે, જે પુરા વિશ્વમાં પ્રખ્યાત છે, પણ બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને કારણે કામદારોને બેસાડી રાખીને પગાર આપવો પડે છે. વિડંબના તો એ છે કે રાજ્યમાં 21 પાન દરિબાઓ ખોલવા દેવામાં આવ્યા છે, પણ સ્થાનીય સ્તર પર લાગેલી રોકના કારણે મંડી બંધ છે. એકલ દોકલ રીટેલ પાનની દુકાનો ખોલવાની છૂટ છે, પણ સપ્લાય ચેન વાળી મંડીઓને બંધ હોવાથી એમને પણ મટેરિયલ ક્યાંથી મળશે ? કદાચ આ જ કારણ છે નુકશાન વધતું જઈ રહ્યું છે અને વ્યવસાયીઓની લાચારી પણ…
જિયાપુરની પાન મંડી પણ સાવ સુની પડી છે.

બનારસના ચેતગંજમાં આવેલ જીયાપુર વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા હેઠળ ચાલતી પાન મંડી સુની પડી છે. મંડીમાં હજારો ડોચલીયાઓ અથવા તો ખાલી પડી છે અથવા તો પછી એમાં પાન પડયા પડયા સડી રહ્યા છે. એ જ મંડીના બહાર આજીવિકા મેળવવા માટે પાન વેચવા માટે મજબુર થયેલ એક નાના પાન વિક્રેતા વિનોદે કહ્યું કે હવે એમને પાન વેચવાની છૂટ નથી, પણ જીવનમાં આર્થિક ઉપાર્જન માટે પાન મંડીની બહાર વેચી દેવા પડે છે.
Source : AajTak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.