આજે પણ પ્રેમના પુસ્તકોમાંથી ગાયબ નથી થઈ આ કહાનીઓ, લેવાય છે તેમના નામે કસમ…

પ્રેમ, ઈશ્ક અને મહોબ્બત જેટલી સરળ છે, તેટલું જ નિભાવવું મુશ્કેલ છે. કંઈક આવી જ સ્ટોરી એ લોકોની છે, જે મોતના મુખમા પહોંચ્યા હતા. આજે આપણે એવા પ્રેમ કહાનીઓ વિશે સાંભળીશું જે પોતાનો એક વાયદાને પૂરો કરવા માટે ઘરવાળા, મુલ્ક, શાસન, ખુદથી, પરિવારથી લડી ગયા હતા. આ કારણે જ આ કહાનીઓના નામ પર, આજે પણ પ્રેમ જીવતો છે, અને પ્રેમના વાયદા કરાય છે.

ઈતિહાસની પ્રેમ કહાનીઓ….

બાજ બહાદુર અને રૂપમતીની પ્રેમકહાની

image source

બાજ બહાદુર માલવાના સુલતાન હતો. એક સમયે જ્યારે તે શિકાર પર નીકળ્યો હતો, તે દરમિયાન તેમને જંગલમાં ફરી રહેલી એક યુવતી રુપમતિને જોઈ અને તેને જોતા જ પોતાનું દિલ આપી બેસ્યો. બસ, પછી તો સુલ્તાને તેને પ્રેમનો વાયદો કર્યો કે જિંદગીભર સાથ નિભાવશે. સુલતાન એક મુસ્લિમ પરિવારના હતા, તેથી પરિવારે રુપમતિને અપનાવવાનો ઈન્કાર કર્યો હતો. પરિવાર અને રુપમતિ વચ્ચેની આ જંગને બહુ લાંબા સમય સુધી લડતા બાજ બહાદુરે ક્યારેય રુપમતિનો સાથ ન છોડ્યો.

સલીમ અને અનારકલી

image source

સલીમ અને અનારકલીની કહાની તો કોણ નથી જાણતું. આજ સુધી સલીમ અને અનારકલીની પ્રેમના ઉદાહરણ આપવામાં આવે છે. અનારકલી એક નાચનારી હતી, અને સલીમ એક સુલતાન. આ કારણે બાદશાહ અકબરને ક્યારેય સલીમનો પ્રેમ પસંદ ન હતો. સલીમની પ્રેમ કહાનીમાં વિલન બનીને અકબરે સલીમની સામે શરત રાખી કે, સલીમ અનારકલીને તેમના હવાલે કરી દે, અથવા તો તેમની સાથે યુદ્ઘ કરે. સલીમે અનારકલી સાથે સાચો પ્રેમ કર્યો હતો, તો પછી તે કેવી રીતે ઝૂકી જાય. આખરે જુબાન આપી હતી. જોકે, સલીમ યુ્દ્ધમાં અકબરથી હારી ગયા હતા. જેના બાદ અકબરે અનારકલીના પત્થરની દિવાલમાં કેદ કરી દીધી હતી.

બાજીરાવ અને મસ્તાની

image source

આ પ્રેમ કહાની બાજીરાવ ફિલ્મ પહેલાથી લોકો જાણે છે. જોકે, આજે પણ અનેક લોકોનુ કહેવું છે કે, બાજીરાવે મસ્તાની સાથે ક્યારેય પ્રેમ કર્યો ન હતો. બાજીરામ મરાઠા પેશ્વાની આન-બાન-શાન હતા. અને મસ્તાની સાથે તેમને યુદ્ધ દરમિયાન પ્રેમ થયો હતો. જેના બાદ તમામ મરાઠા હુકુમત સાથે લડીને તેમને મસ્તાનીને પોતાની બીજી પત્નીનો દરજ્જો આપ્યો હતો. બંને વચ્ચેનો પ્રેમ એવો હતો કે, બંનેએ એકબીજાનો સાથ જિંદગીના દરેક શ્વાસ સુધી આપવાનો વાયદો કર્યો હતો. આ જ કારણ રહ્યું છે કે, જ્યારે બાજીરાવનુ મોત થયું હતું તો તેના ગમમાં મસ્તાની પણ તેની ચિતા સાથે સતી થઈ હતી.

શાહજહા અને મુમતાજ

image source

આ પ્રેમની આજે પણ લોકો કસમ ખાય છે. આજે પણ જો કોઈ પ્રેમી જોડું આગ્રાનો તાજમહેલ જોવા જાય તો એમ જ કહે છે કે, હું તને એટલો જ પ્રેમ કરે છે, જેટલો શાહજહાએ મુમતાઝને કર્યો હતો. તમને જણાવી દઈએ કે, શાહજહાએ મુમતાઝની યાદમાં આ તાજમહેલ બનાવડાવ્યો હતો.

સોની અને મહિવાલ

image source

આજે પણ પંજાબમાં તેમની પ્રેમ કહાની પર ગીતો અને કહાનીઓ લખવામાં આવે છે. આ પ્રેમ કહાનીમાં સોનીના પિતા જબરદસ્તી તેના લગ્ન બીજી જગ્યાએ કરાવે છે, પરંતુ માહિવાલે સોનીને વાયદો કરેલો હોય છે કે, તે તેને ક્યારેય ભૂલી નહિ શકે. તેથી તે તેને પૂરો કરવા તેના ગામ પહોંચી જાય છે. જ્યાં તે લગ્ન બાદ એકબીજાને મળે છે. તેમનો પ્રેમ તો તેઓ પામી શક્તા નથી, તેથી એક સાથે મરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.